[1] સત્યના શોધકને રજકણથી પણ નીચે રહેવું પડે છે. જગત આખું રજકણને કચડે છે, પણ સત્યનો પૂજારી તો રજકણ સુદ્ધાં તેને કચડી શકે એવો અલ્પ ન બને ત્યાં સુધી તેને સ્વતંત્ર સત્યની ઝાંખી પણ દુર્લભ છે. [2] અણીને વખતે તમારી શ્રદ્ધા ઉણી ન ઊતરે તે જો જો. અનુકૂળ વાતાવરણમાં જ પાંગરે એ શ્રદ્ધાની કશી કિંમત નથી. કપરામાં કપરી કસોટીમાંથી પાર ઊતરે તે શ્રદ્ધાની જ કિંમત છે. આખી દુનિયાની નિંદા સામે તમારી શ્રદ્ધા ટકી ન શકે તો તમારી શ્રદ્ધા માત્ર દંભ છે. [3] માણસ પોતાની વાચાથી કદાચ આડંબર કરીને પોતાને છુપાવી શકે પણ તેની આંખ તેને ઉઘાડો પાડશે. તેની આંખ સીધી, નિશ્ચલ ન હોય તો તેનું અંતર પરખાઈ જશે. જેમ શરીરના રોગ જીભની પરીક્ષા કરીને પારખી શકીએ છીએ, તેમ આધ્યાત્મિક રોગો આંખની પરીક્ષા કરીને પારખી શકાય. [4] ઘણી વખતે ‘ગુજરાતી ભાષા બાપડી’ એવું વાક્ય હું સાંભળું છું, ત્યારે મને ક્રોધ છૂટે છે. આ સંસ્કૃતની એક વહાલી દીકરી એ બાપડી હોય તો દોષ કંઈ ભાષાનો નથી, પણ આપણે કે જે ભાષાના વાલી છીએ તેનો છે. આપણે તેને તરછોડી છે, તેને વિસારે પાડી છે, પછી તેનામાં જે તેજ, શૌર્ય વગેરે હોવાં જોઈએ તે ક્યાંથી હોય ? [6] આપણે આપણા પ્રવૃત્તિમય જીવનમાં દિવસમાં ઓછામાં ઓછા બે કલાક પણ એકાંતમાં ગાળી શકીએ અને એ પરમ મૌનનો અવાજ સાંભળી શકીએ તો કેવું સારું ! એ ઈશ્વરી રેડિયો તો હંમેશાં વાગી જ રહ્યો છે, માત્ર એ સાંભળવા માટે આપણા કાન ને મન તૈયાર કરવાં રહે છે. પણ એ રેડિયો મૌન વિના સંભળાય એવો નથી. [7] સૂર્યોદયમાં જે નાટક રહેલું છે, જે સૌંદર્ય રહેલું છે, જે લીલા રહેલી છે, તે બીજે જોવા નહીં મળે. ઈશ્વરના જેવો સુંદર સૂત્રધાર બીજે નહીં મળે, અને આકાશના કરતાં વધારે ભવ્ય રંગભૂમિ બીજે નહીં મળે. [8] માણસનું જીવન સીધી લીટી જેવું નથી હોતું, એ ફરજોની ભારી હોય છે અને ઘણીવાર એ ફરજો પરસ્પર વિરુદ્ધ પણ હોય છે અને માણસને જીવનમાં હંમેશ એક ફરજ અને બીજી ફરજ વચ્ચે પસંદગી કરવાનું આવે છે. [9] મરદના વખાણ તો મસાણે જ થાય. મરતા પહેલાં જો એક વાળની પહોળાઈ જેટલો પણ પોતાના સરળ માર્ગથી આમતેમ ચળ્યો તો એણે ભૂતકાળમાં મેળવેલું બધું ગુમાવ્યું સમજો. [10] હું મારા ઘરને બધી બાજુથી દિવાલો વડે ઘેરી લેવા માંગતો નથી, તેમ મારી બારીઓને બંધ કરી દેવા ઈચ્છતો નથી. હું તો ઈચ્છું છું કે તમામ દેશોની સંસ્કૃતિઓની હવા મારા ઘરની આજુબાજુ બને તેટલી છૂટથી ફેંકાતી રહે. પરંતુ કોઈ પણ સંસ્કૃતિ મને મારી સંસ્કૃતિના પાયામાંથી ઉખાડી નાખે તે મને મંજૂર નથી. [12] યુનિવર્સિટીની પરીક્ષા આપી પદવી મેળવી એ બસ નથી. જગતની પરીક્ષા અને ઠોકરોમાંથી પસાર થાઓ ત્યારે ખરી પદવી મેળવી કહેવાય. [13] અસત્યની હજારો આવૃત્તિ થયાથી તે સત્ય થતું નથી, તેમ જ સત્ય કોઈની આંખે ન દેખાય તેથી અસત્ય બનતું નથી. [14] સૂકો રોટલો ભૂખ્યાને જેટલો સ્વાદિષ્ટ લાગશે તેટલો ભૂખ વિનાના માણસને લાડુ સ્વાદિષ્ટ નહીં લાગે. [15] ખરી દોલત તે સોનુંરૂપું નથી પણ માણસ પોતે છે. દોલતની ખોળ ધરતીનાં આંતરડામાં નથી કરવાની, પણ માણસના દિલમાં કરવાની છે. [16] ખરી વસ્તુ પાછળ વખત આપવાનું આપણને ખૂંચે છે; નકામી વસ્તુ પાછળ ખુવાર થઈએ છીએ ને ખુશ થઈએ છીએ !! [17] બધાં પાપો ખાનગીમાં થતાં હોય છે, જે ક્ષણે આપણને ખાતરી થશે કે ઈશ્વર આપણા વિચારો સુદ્ધાંનો સાક્ષી હોય છે તે જ ક્ષણે આપણે બંધન મુક્ત થઈ જઈશું. [19] ઈશ્વર આપણી આગળ મૂર્તિરૂપે પ્રગટ નથી થતો, પણ ઘોરમાં ઘોર અંધકારની ઘડીએ આપણને પાપમાંથી ઉગારી લેનાર કર્મરૂપે જ પ્રગટ થાય છે. [20] અહીં તમે જે કંઈ તમારું ગણો છો, તે ઈશ્વરનું છે અને ઈશ્વર પાસેથી તમને મળ્યું છે, એમ સ્વીકારો અને જીવવા માટે જે કંઈ ખરેખર જરૂરી હોય તેટલું તેમાંથી લો. [21] જે ઘડીએ માણસ પોતાના મનમાં ફુલાય છે કે હર પ્રકારના કાર્ય કરવા પોતે સમર્થ છે, તે ઘડીએ ભગવાન તેનું ગર્વ ખંડન કરવા હાજર હોય છે. [22] અપવિત્ર વિચારો આવે તેથી બળવું નહીં પણ વધારે ઉત્સાહી થવું, પ્રયત્નનું ક્ષેત્ર આખું આપણી પાસે છે. પરિણામનું ક્ષેત્ર ઈશ્વરે પોતાને હસ્તક રાખ્યું છે. [23] આપણને કોઈની પાસેથી કશી આશા રાખવાનો અધિકાર નથી. આપણે દેણદાર છીએ તેથી તો જન્મ લઈએ છીએ. લેણદાર નથી જ. [24] કેળવણી એટલે બાળક કે મનુષ્યના શરીર, મન અને આત્મામાં જે ઉત્તમ અંશો હોય તેનો સર્વાંગી વિકાસ સાધીને તેને બહાર આણવા. [25] હિંમત વિનાની વિદ્યા મીણના પૂતળા જેવી છે. દેખાવમાં એ સુંદર હોવા છતાં કોઈ ગરમ પદાર્થના ઓછામાં ઓછા સ્પર્શમાત્રથી પણ એ પીગળી જવાનું. [27] આપણા વતી આપણી જીભ બોલે તેના કરતાં આપણાં આચરણોને બોલવા દેવાં એ જ સારું છે. [28] શરીર આત્માનું નિવાસસ્થાન હોવાથી તીર્થક્ષેત્ર જેવું પવિત્ર છે. તેની રક્ષા કરવી જોઈએ. [29] એક પણ પાપની, કુદરતના એકે ય કાયદાના ભંગની સજા થયા વિના રહેતી નથી. [30] સુઘડ ઘરના જેવી કોઈ નિશાળ નથી, અને પ્રામાણિક સદગુણી માતાપિતાની બરોબરી કરી શકે એવો કોઈ શિક્ષક નથી[5] શુભ પ્રયત્ન કદી ફોગટ જતો નથી અને મનુષ્યની સફળતા કેવળ તેના શુભ પ્રયત્નમાં રહેલી છે. પરિણામનો સ્વામી તો એક ઈશ્વર જ છે. સંખ્યાબળની ઉપર તો બીકણો નાચે. આત્મબળવાળો એકલો જ ઝઝૂમે. આત્મબળ એ જ ખરું બળ છે. એ બળ તપશ્ચર્યા, ત્યાગ, દઢતા, શ્રદ્ધા, નમ્રતા વિના નથી આવતું એ ચોક્કસ માનજો.
[11] દેહને વધારે વળગનારા વધારે પીડાય છે. આત્મતત્વ જાણનારા મોતથી નહીં ગભરાય. ઈશ્વરે કરેલા વિનાશમાંયે કલ્યાણ જ માનવું અને શરીરની ક્ષણભંગુરતા વિચારી શરીર પ્રત્યે જુગુપ્સા કેળવવી તથા દેહને અત્યંત દગાખોર સમજી આ ક્ષણે જ તૈયારી કરવી.
[18] બાળકના દેહના વિકાસ માટે માતાનું દૂધ જેમ સ્વાભાવિક છે તેમ તેના મગજના વિકાસ માટે માતૃભાષા સ્વાભાવિક છે.
[26] પોતાની વૃત્તિની ગુલામી કરતાં બીજી કોઈ ગુલામી વધારે ખરાબ આજ લગી જોવામાં આવી નથી.
[1] હે ભગવાન ! જગતને તું જ સુધારજે પણ એની શરૂઆત મારાથી કરજે. [2] જિંદગીમાં જે માગીએ છીએ તે બધું જ નથી મળતું અને મળે છે તેમાનું ઘણું જ માગેલું પણ નથી હોતું. [3] પોતાની જવાબદારીઓમાંથી છટકી શકાય પણ પરિણામોથી નથી છટકી શકાતું. [4] દુ:ખી થયેલો માણસ પરિસ્થિતિ અથવા પ્રારબ્ધને દોષ દઈ દે છે, પરંતુ પોતાનાં કર્મ દોષને યાદ નથી કરી શકતો. [5] પોતાના સંતાનને પુરુષાર્થની ટેવો પાડે છે તે મા-બાપ મોટા વારસા કરતાં પણ વધુ સારી વસ્તુ તેમને આપે છે. [6] દીકરીને સાસરે વળાવતી વખતે સંસ્કારોનો કરિયાવર કરનાર માતાપિતા સૌથી મોટો દાયજો આપે છે. [7] જે માણસ કોઈનુંય કશું સાંભળતો જ નથી એનું ઈશ્વર પણ કંઈ સાંભળતો નથી. [8] પરસેવો પાડ્યા વગરની કમાણી સુખ અને શાંતિની ઝડપથી સમાપ્તિ કરે છે. [9] દુશ્મન માટે સળગાવેલી આગ, દુશ્મન કરતાં પોતાને જ વધુ બાળનારી હોય છે. [10] દુષ્કૃત્યોને હંમેશા ઢાંકી રાખે એવો પડદો વણનાર કોઈ વણકર હજુ પાક્યો નથી. [11] હાલ તુરંત તમારી સામે આવેલા નાના-નાના કામો અત્યારે જ કરવા માંડીએ તો મોટા કામો શોધતા શોધતા આપ મેળે જ આવી પહોંચશે. [12] સાદાઈ, સંયમ અને સંતોષ હશે તો જ શાંતિની અનુભૂતિ થઈ શકશે. [13] નીતિ કપડાં સમાન છે અને ધર્મ દાગીના સમાન. જેમ કપડાં વિના ઘરેણા શોભતાં નથી તેમ નીતિ વગરનો ધર્મ સારો લાગતો નથી. [14] શરીરને માત્ર સુખી કરવા જતાં આત્મા દુ:ખી ન થઈ જાય તેનો ખ્યાલ રાખવો. [15] બે દિવસની મુસાફરી કરવા માટે કેટલીય તૈયારી કરનારો માણસ, કાયમની મુસાફરી કરવા માટે કેમ કંઈ જ તૈયારી કરતો નથી ? [16] જવાબ શોધવો હોય તો પહેલા સવાલને બરાબર સમજી લેવો જરૂરી છે. [17] જગતનાં સર્વ ઝગડાઓનું મૂળ અર્થ અને કામ જ હોય છે. [18] આંખમાં અમી તો દુનિયા ગમી, જીભમાં અમી તો દુનિયા નમી. [19] કાચા કાન, શંકાશીલ નજર અને ઢીલું મન માણસને ગમે તેવા ઉપભોગો વચ્ચે પણ નરકનો અનુભવ કરાવે છે. [20] સંતતિ અને સંપત્તિ એ કુદરતી દેન છે, તેને પ્રાપ્ત કરવા પાપ ન કરાય પણ પ્રયત્ન કરાય. [21] જે માણસ પોતાની જાતને સુધારવા બેઠા હોય તેની પાસે બીજાની ટીકા કરવાનો સમય હોતો નથી. [22] એક વાર ખાય તે યોગી, બે વાર ખાય તે ભોગી, ત્રણ વાર ખાય તે રોગી અને અનેકવાર ખાય તેની બરબાદી. [23] અંધને રસ્તો બતાવવો, તરસ્યાને પાણી પાવું અને ભૂખ્યાને રોટલો દેવો એ શ્રેષ્ઠ દાન છે. [24] જગતને મિત્ર બનીને જોશો તો સુંદર લાગશે અને શત્રુ બનીને જોશો તો કદરૂપ લાગશે. [25] જે ગરીબી આળસ, વ્યસન, મૂર્ખતા, અનીતિ અને નકામા ખર્ચાઓને લીધે આવી હોય તો જરૂર શરમજનક : એ સિવાયની ગરીબી માટે જરાય શરમાવાનું ન હોય. [26] પાણી પણ ડૂબાડતા પહેલા બે વખત બચવાની તક આપે છે, કોઈને ખુલાસો કરવા માટેની એકાદ તક તો આપો. [27] તમારી હાજરીથી જે લોકો કાંપે છે, એ જ લોકો તમારી ગેરહાજરીમાં તમને કાપે છે. [28] જેમ શરીરને સાફ રાખવા નિયમિત સ્નાન કરવું પડે છે, તેમ અંત:કરણને સ્વચ્છ રાખવા નિયમિત પ્રાર્થના કરવી પડે છે. [29] બાળકોને કેળવવા એ એક કળા છે, એમાં જેટલો સમય આપશો, એટલા મીઠાં ફળ ભવિષ્યમાં મળશે. [30] આપણને સહુને સામે કિનારે પહોંચવાની ઉતાવળ બહુ જ છે, પરંતુ હોડીને હલેસા બીજા કોઈ મારી દે તો. [31] બાળકોને તમે તમારો પ્રેમ આપો. વિચારો નહીં. કારણ કે એની પાસે એમના પોતાના વિચારો છે જ એને પ્રતિપાદિત થવા દો. [32] વેઠ ઊતારનાર માણસ પોતે જ પોતાને વેઠિયાનો દરજ્જો આપતો હોય છે. કામદાર પોતાના કામમાં જ્યારે મન રેડે છે, ત્યારે તે કારીગર બને છે અને કામમાં જ્યારે હૃદય રેડે છે ત્યારે તે કલાકાર બને છે. [33] દુનિયામાં માનપૂર્વક રહેવાનો સરળ માર્ગ એ છે કે, આપણે જેવા બહારથી દેખાવા ઈચ્છતા હોઈએ તેવા જ અંદરથી પણ રહીએ. [34] તકની ઓળખાણની મુશ્કેલી એ છે કે એ જ્યારે આવે છે ત્યારે ખબર રહેતી નથી અને ચાલી જાય છે પછી બહુ મોટી લાગે છે. [35] કીર્તિ મેળવવા માટે ઘણા જ સારા કામ કરવા પડે છે, પરંતુ અપકીર્તિ માટે એક જ ખરાબ કામ પૂરતું છે. [36] પગ લપસવાથી થયેલા ઘા રૂઝાઈ જશે, પણ જીભ લપસવાથી થયેલા ઘા રૂઝાતા બહુ વાર લાગે છે. [37] માણસ જો પોતાના મનથી શાંતિ પ્રાપ્ત ન કરી શકતો હોય, તો દુનિયાનું કોઈપણ સ્થળ તેને શાંતિ આપી શકશે નહીં. [38] દિવસમાં બે-ત્રણ વખત સ્મશાન ને યાદ કરવામાં આવે તો બુદ્ધિમાં જરૂર ફેર પડશે.
[1] ભવિષ્યમાં શું થશે તેની ચિંતા કરવાનો કંઈ અર્થ નથી. સારું ભવિષ્ય છે તેમ કહેશો તો લોકો એની આશામાં કોઈ કામ નહીં કરે. ભવિષ્યમાં સારું નથી તેમ કહેશો તો કંઈ પણ કરવાનો અર્થ નથી એમ કહીને બેઠા રહેશે. તેથી આની ચર્ચા કરવાને બદલે વર્તમાનમાં આપણી સહાયથી સારામાં સારી રીતે કરીએ પછી પરિણામ જે આવવાનું હોય તે આવે. આપણી નજર વર્તમાન પર જ સ્થિર રાખીએ. – અજ્ઞાત [2] [3] છોકરામાં માબાપની આકૃતિનો વારસો જેમ ઊતરે છે તેમ તેમના ગુણદોષનો વારસો પણ ઊતરે જ છે. તેમાં આસપાસના વાતાવરણને કારણે અનેક પ્રકારની વધઘટ થાય છે ખરી, પણ મૂળ મૂડી તો બાપદાદા ઈત્યાદિ તરફથી મળેલી હોય છે તે જ ખરી. એવા દોષોના વારસામાંથી કેટલાંક બાળકો પોતાને બચાવી લે છે એમ મેં જોયું છે. એ આત્માનો મૂળ સ્વભાવ છે, તેની બલિહારી છે. – ગાંધીજી [4] [5] ધર્મનાં પુસ્તકો અને સંતોનાં લખાણો વાંચવા માટે દષ્ટિ જોઈએ. એ કોઈ અભ્યાસ નથી, સંશોધન નથી, મનોરંજન નથી. એ જ્ઞાન છે, ધર્મ છે, સાધના છે, શુદ્ધ નિર્મળ પવિત્રજળ છે. એ તરસ માટે છે, સ્વાદ માટે નહીં. – ફાધર વાલેસ [6] [7] ફ્રેન્ચ લેખક શોપનહાવરે પોતાનાં પુસ્તકોની કડક ટીકાથી એક દિવસ કહ્યું : ‘મારા પુસ્તકો તો દર્પણ જેવાં છે, પણ કોઈ ગર્દભ એમાં ડોકિયું કરે તો એને દેવદૂતનાં દર્શન ક્યાંથી થવાના છે !’ – અજ્ઞાત [8] મોટામાં મોટો દોષ પોતાનામાં એક પણ દોષ નહીં હોવાની માન્યતાનો છે. – થૉમસ કાર્લાઈલ [9] જે દૈનિક પત્ર સત્યનો પ્રસાર કરવાના પુરુષાર્થ ઉપર નિર્ભર નથી, તે પ્રત્યેક સવારે પ્રજાનું જીવન હરવા માટે મોકલેલો વિષનો પ્યાલો છે. – ઓલિવ શ્રાઈનર [10] માનવી પાસેથી ઘણું બધું છિનવી શકાય છે પણ પોતાની આસપાસના સંજોગો તરફનો પોતાનો અભિગમ/વલણ પસંદ કરવાની માનવીની અંતિમ સ્વાધીનતા કદી પણ છિનવી શકાતી નથી. – વિક્ટર ફ્રેંકલ [11] સત્યને સત્ય તરીકે, અસત્યને અસત્ય તરીકે, અસત્યમાં રહેલા સત્યને, સત્યમાં રહેલા અસત્યને જોવું એટલે જ મુક્ત મન. – જે. કૃષ્ણમૂર્તિ. [12] દરેક મનુષ્યે અને દરેક પ્રજાએ મહત્તા પ્રાપ્ત કરવી હોય તો, ભલાઈમાં દઢ વિશ્વાસ રાખવો, અદેખાઈ અને અવિશ્વાસમાંથી મુક્તિ મેળવવી અને સારા થવાનો તેમ જ સારું કરવાનો પ્રયત્ન કરનાર દરેકને સાથ આપવાનો પ્રયાસ કરવો. વિકાસની આ કેડી છે. – સ્વામી વિવેકાનંદ [13] ઘરની બહાર ખાતરનો ઢગલો કરી રાખો તો તમારા ફરતે દુર્ગંધ પ્રસરી રહેશે, પણ એ જ ખાતરને નાખીને બાગ બનાવશો તો સુગંધ પ્રસરશે. નષ્ટ કરવા જેવું જીવનમાં કશું જ નથી, પણ પરિવર્તન કરવા જેવું, ઉદાત્ત કરવા જેવું, ઉન્નતિ કરવા જેવું જીવનમાં પુષ્કળ છે. – આચાર્ય રજનીશ [14] જીવનમાં દુ:ખ આવે જ નહિ એ વાત અશક્ય છે. કદીક તો દુ:ખ આવવાનું જ. પરંતુ દુ:ખ જો સમજીને સહન કર્યું હશે તો એ કદીયે વ્યર્થ નથી જવાનું. પોતાની ઉપર પડતા તાપને પોતાની ભીતરમાં ખેંચીને વૃક્ષ મજબૂત અને સમૃદ્ધ બને છે. – રવીન્દ્રનાથ ટાગોર [15] એક માર્ગ પકડીને ચાલવાનો પ્રારંભ કરો. તમને માર્ગમાં ઘણા વધારે યાત્રીઓ મળશે. લક્ષ્ય નક્કી કરીને તે માર્ગે ચાલવા લાગશો તો રસ્તામાં અન્ય યાત્રીઓ મળતાં આગળનો માર્ગ બતાવી દેશે. તમે ચાલવાનું શરૂ કરો ! બેસી ન રહો ! – જ્યોતિબેન થાનકી
હેતને ન હોય કોઈ હેતુ
સંબંધના બાંધવાના હોય સદા સેતુ
મનની મહોલાત બધી છલકાવી દઈએ
થાય પછી લાગણીની લહાણ
મબલખ આ માનવીના મેળામાં
કોઈ રહે, કોઈથી ન છેટું – સુન્દરમ
હું હંમેશાં ધાર્મિક માનવ રહ્યો છું.
મારે ઈશ્વરની ભાગીદારીમાં કામ કરવાનું છે.
મારી શક્તિ કેટલી છે ?
50 ટકા શક્તિ હોય તો ઈશ્વર મારી નિષ્ઠા જોઈ બીજી 50 ટકા શક્તિ ઉમેરે છે
તેવી મને પાક્કી શ્રદ્ધા છે.’ – ડૉ. અબ્દુલ કલામ
ખુરશીને આજે
તાતી જરૂર છે
સાચા નેતાની !
પણ અફસોસ !
સાચા નેતાને
જરૂર નથી હોતી
ખુરશીની ! – મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’
સુધાએ છાપામાં વાંચ્યું : ‘આ મહિનામાં મંગળ પૃથ્વીની બહુ નજીક આવવાનો છે. નરી આંખેય જોઈ શકાશે. મહિના સુધી સંધ્યાકાળે સૂર્યાસ્ત પછી પૂર્વ ક્ષિતિજે તેનાં દર્શન થશે.’ તેણે બાજુમાં બેઠેલા સમીરને કહ્યું, પણ તેણે તો સાંભળ્યું-ન સાંભળ્યું કર્યું. પરંતુ સુધાએ નક્કી કરી નાખ્યું કે મંગળ જોવો જ. સાંજે સૂર્યાસ્ત થાય તે પહેલાં જ અગાશી પર પહોંચી ગઈ. સૂર્ય અસ્ત થયો હતો ત્યારે પૂર્વ ક્ષિતિજ પર અત્યાર સુધી ઝાંખો દેખાનારો તારો ધીરે ધીરે ચમકવા લાગ્યો. જોત-જોતામાં તેનો રંગ લાલાશ પકડતો ગયો. બસ, આ જ મંગળ ! સુધા ખુશ ખુશ થઈ ગઈ. પછી તો ચાર-પાંચ દિવસ રોજ સાંજે મંગળને જોતી રહી. એમને જમીનનો પ્લોટ ખરીદવો હતો. સમીરના મિત્ર જોશીએ એક જગ્યા બતાવી. તેણે પોતે પણ હમણાં જ ત્યાં એક પ્લૉટ ખરીદેલો. સમીર પણ ત્યાં જ પ્લોટ ખરીદે એવો એમનો આગ્રહ હતો. સારા પડોશી મળે. જગ્યા જોઈ. બંનેને ગમી. ત્યાં જોશીએ પૂછ્યું : ‘તમારી જન્મ-કુંડળી હશે ને !’ સુધા-સમીરે તો લગ્ન વખતેય કુંડળી-બુંડળી જોયેલી નહીં. કુંડળી ક્યાં હશે તેય ખબર નહીં. છતાં માળિયામાંથી સમીરની કુંડળી તો મળી, સુધાની ન મળી. જોશી કહે, ‘કાંઈ નહીં, તમારી જન્મ તારીખ અને જન્મનો સમય મને આપો, હું કુંડળી બનાવી લઈશ.’ જન્મ-તારીખ તો ખબર, પણ જન્મ-સમય કોને ખબર ? સુધાએ માને પૂછીને જન્મ-સમય પણ કહ્યો. અને જોશીએ એની કુંડળી બનાવી લીધી. બંને કુંડળીનો બરાબર અભ્યાસ કર્યા બાદ જોશીએ કહ્યું, ‘સુધાબહેન ! તમને મંગળ છે.’ સુધાના પેટમાં ફાળ પડી. તેણે સાંભળેલું કે સ્ત્રીને મંગળ હોય તો પતિને જોખમ ! પણ ત્યાં જોશીએ ઉમેર્યું, ‘સમીરનેય મંગળ છે એટલે ચિંતા નથી. પણ તમારો મંગળ ઉગ્ર છે, સમીરનો સૌમ્ય. એટલે કેટલાક ખેલ તો એ બતાવવાનો જ.’ બંને ગંભીર થઈ તેને સાંભળી રહ્યાં. જોશીએ સમજાવ્યું કે ઘાતક ભલે ન હોય, પણ આના પરિણામે સમીરને અકસ્માતના, દુર્ઘટનાના યોગ ખરા. સુધાએ મનોમન યાદ કર્યું કે હા, ત્રણેક વાર સ્કૂટરના અકસ્માત થયેલા. જોશીએ આગળ ચલાવ્યું, ‘સુધાબહેનના હાથમાં પૈસા ઝાઝા ટકશે નહીં. માટે મારી સલાહ એવી છે કે પ્લોટ સુધાબહેનના નહીં, સમીરના નામે જ ખરીદશો…. બીજું, સમીરે આ વરસ બહુ સાચવવાનું છે. વાહન ચલાવવામાં ખૂબ કાળજી રાખવી. અકસ્માતનો યોગ છે. વિમાન-પ્રવાસ તો ટાળવો જ. ઊંચાઈએથી પડવાનું જોખમ છે…. બાકી, જમીન ખરીદવામાં વાંધો નથી. બંનેનો મળીને જમીનનો યોગ સારો થાય છે.’ કુંડળી-બુંડળીમાં માનતા નહોતા તોયે જોશીએ આ બધું જે કહ્યું, તેની બંનેના માનસ ઉપર અસર થયેલી. જાણ્યે-અજાણ્યે એમનું વર્તન તેનાથી પ્રભાવિત થવા લાગ્યું. સમીર સ્કૂટર ચલાવતો હોય અને સુધા પાછળ બેઠી હોય તો વારે વારે કહેતી રહે કે આટલું ઝડપથી શું કામ ચલાવો છો, ધીરે ચલાવો ને ! આટલા ટ્રાફિક વચ્ચે નાહક અકસ્માત-બકસ્માત થઈ જાય. ‘સમીરને અકસ્માતનો યોગ છે’ – એ જોશીની વાત ત્યારે એના મનમાં ક્યાંક ને ક્યાંક પડેલી હોય. સમીરને ઑફિસના કામે દિલ્લી, કલકત્તા, બેંગલોર જવાનું થતું. ઑફિસ તરફથી વિમાનમાં જવાનું હોય. અગાઉ તો સુધા અડોશીપડોશીને વાત કરતાં આનો પોરસ અનુભવતી – ‘સમીરને તો વિમાન સિવાય મુસાફરી જ નહીં કરવાની. ઑફિસમાં એમના માથે બહુ જવાબદારી ! એટલે ઝટ જઈ, ઝટ કામ પતાવી, ઝટઝટ પાછા આવવાનું. ટ્રેનમાં એ શી રીતે થાય ?’ પરંતુ હવે જોશીની વાત પછી સમીરને વિમાનમાં જવાનું થયું, ત્યારે સુધા અસ્વસ્થ થઈ ગઈ. તેણે એકાદ વાર કહી પણ જોયું કે, ‘તમે ટ્રેનમાં જાવ તો ન ચાલે ?’ સમીરે તેને હસી તો કાઢી, પણ એના મનમાંયે શંકાનો કીડો જરીક સળવળી તો ગયો ! સમીર ગયો ત્યારે ‘બૅંગ્લોર પહોંચીને મને તુરત ફોન કરી દેશો’ – એમ સુધાએ તેને બેત્રણ વાર ફરી ફરીને કહ્યું. પ્લૉટ સુધાના નામે જ ખરીદવાની વાત અગાઉ થયેલી. પરંતુ હવે સમીરે ‘આપણે પ્લોટ કોના નામે ખરીદીશું ?’ એવી વાત એક-બે વાર અચકાતાં-અચકાતાં ઉપાડેલી. જોશીની સલાહ મુજબ ‘પ્લૉટ તારા નામે ન ખરીદવો’ – એમ ચોખ્ખું કહેતાં હજી એની જીભ નહોતી ઊપડતી. પરંતુ એવું ધર્મસંકટ આવ્યું જ નહીં. પ્લૉટની ખરીદીનું લગભગ નક્કી જ થઈ રહ્યું હતું, ત્યાં સમીરના એક મિત્રએ એક દિવસ એને ચેતવ્યો, ‘આ પાર્ટીની બજારમાં શાખ સારી નથી.’ સમીરે ખરીદવાનું થોડું મુલતવી રાખીને વેચનાર વિશે તપાસ કરવા માંડી. છેવટે ખબર પડી કે ટાઈટલ કલીઅર નથી, અને આ માણસે તો અગાઉ પણ ઘણાને નવડાવ્યા છે. સમીરે જોશીને વાત કરી. એ તો ઘાંઘોવાંઘો થઈ ગયો. ‘અરે, એવું કાંઈ હોય તો મને તુરત જણાવજો. મેં તો આવી કોઈ તર-તપાસ કરી નહોતી. મારો એક હપ્તો તો ભરાઈ ગયો !’ અને ખરેખર દાળમાં કાળું નીકળ્યું. સમીર-સુધા તો બચી ગયાં, પણ જોશીનો એક હપ્તો ડૂબ્યો. બાનાખત પણ થઈ ગયું હોવાથી બિચારો ભારે દોડધામમાં પડી ગયો. સુધાએ કહ્યું, ‘હવે આપણે જોશીની કુંડળી મંગાવવી જોઈએ. કુંડળી જોઈને પ્લૉટ ખરીદેલો, છતાં આમ કેમ થયું ?’
‘જમીન ખરીદવામાં જન્મ-કુંડળીની શી જરૂર ?’
‘ના ભાઈ, હોં ! હું તો બધું જ કામ કુંડળીને જોઈને કરું. આ જમીન ખરીદતી વખતે મેં તો મારી કુંડળીનો બરાબર અભ્યાસ કરેલો, અને પછી જ જમીન ખરીદી. તમારી બંનેની કુંડળી મને આપજો, આપણે પછી જ સોદો પાકો કરીશું.’
સમીર બોલ્યો : ‘તેની કુંડળીમાં મંગળ નહોતો ને ! આપણી કુંડળીમાં મંગળ હતો, તેથી આપણું બધું મંગળમય થયું.’ અને બંને ખૂબ હસ્યાં. સુધાએ છાપું હાથમાં લીધું તો એની નજર એક સમાચાર ઉપર ખોડાઈ ગઈ : ‘મંગળ હવે ધીરે ધીરે પૃથ્વીથી દૂર જતો જાય છે.’
‘હેમા? વલ્લભભાઇ સોની આપણને ઓળખે છે?’ સવાસો ગામનાં હટાણાનાં જેતપુરની બજારમાં, ભીંસાભીંસ વાહનો અને છલોછલ મનખાની ભીડ વચ્ચે, માંડ કરીને ડગલાં ભરતો, રસ્તો કાઢતો, ડરતો, હબકતો જુવાન દીકરો એની માને પૂછે છે.
દીકરાનો સાદ ખરસટ બન્યો : ‘પૈસાની સગવડ નહોતી તો ઘરેણું શીદને લીધું મા?’
‘મેં તો ના પાડી’તી પણ તારા આતાએ પરાણે ‘મગમાળા’ લઇ દીધી’તી.’ ‘લઇ દીધીતી’
નામનો શબ્દ ઉચ્ચારતાં... દીકરાની મા સમજુ, જેતપુરની ભીડભાડમાંથી નીકળીને વીસ વર્ષ પૂર્વેના છલકતાં જોબનનાં આંખેરણમાં લપસી ગઇ. બે દાયકા પૂર્વેનો જુવાન દાંપત્યનો વૈભવ સમજુને રસકાબોલ કરી ગયો.
દીકરો, તે દિ’ પાંચ વરસનો અને ઊંચી, ગોરી, પાતળી સમજુ ફળેલી આંખડી જેવી રળિયામણી. સગાંમાં લગ્ન હતાં અને બેય માણસ લગ્ન માણવા જવાનાં હતાં. સમજુનો પતિ અરજણ, જેતપુરના વલ્લભભાઇ સોની પાસેથી ઘટની રકમના રૂપિયા ત્રણસો બાકી રખાવીને સમજુ માટે સોનાની મગમાળા લઇ આવ્યો.
સમજુને પાસે બોલાવી અને મગમાળા એના રૂપાળા કંઠમાં પહેરાવી.’ લે હવે આભલામાં જોઇજો. લગ્નવાળાં બોલશે કે વાહ- આવી અપસરા પણ જાનમાં આવી છે?’ સમજુએ આંખો નચાવી કે -અરજણના યૌવન સહજ એ અડપલાંએ અત્યારની પ્રૌઢ વિધવા સમજુને લાલમ લાલ કરી મૂકી.
‘કેમ બોલી નહીં મા?’ માતાને મૌન જોઇને દીકરાએ ઉઘરાણી કરી.
‘બાર વરસ થયાં પણ વલ્લભભાઇના રૂપિયા દેવાણા નહીં.’
‘એટલું બધું લંબાણ કેમ થયું મા?’
‘થઇ ગયું. તારા આતા ‘પાછા’ થયા ને તું નાનો હતો. ખેતી નબળી પડી. ખેંચમાં આવી ગયાં. પણ હવે તું જવાન થયો. ખેતી સંભાળી. બધાં સારાંવાના થઇ રહેશે, બેટા’
‘મા બાર વરસે પૈસા દેવા જાઇ છંઇ તે સોની બાપો કાં તો મારવા દોડશે.’
‘બોલ્યમાં ગગા!’ માએ દીકરાને ટોક્યો,
‘વલ્લભભાઇ સોની તો લાખેણો માણસ છે. પાઇનું ખોટું કરે નહીં અને ખોટું કરવા દે નહીં. ધંધામાં નીતિવાન અને દયા માયા પણ પૂરાં રાખે- વલ્લભભાઇ જો કંટો વેપારી હોય તો બાર વરસ લગી રૂપિયા માગ્યા વગર રે? અરે, ઉઘરાણી પણ નથી કરી, કેવો ખાનદાન સોની?’
મા દીકરા વચ્ચે આટલી વાત થઇ ત્યાં વલ્લભભાઇ સોનીની દુકાન આવી ગઇ, માતા પુત્ર દુકાનનો ઓટલો ચડ્યા. દુકાનમાં પણ જેતપુરની બજાર જેવી જ ગિરદી હતી.
મા દીકરાએ દુકાનના ખૂણાની એક જગ્યામાં બેઠક લીધી. વલ્લભભાઇએ અલપ ઝલપ નજરથી સ્મિતભર્યોઆવકાર દીધો અને ઘરાકના કામમાં ગોપાઇ ગયા.
એકાદ કલાક પછી ગિરદી હળવી થતાં વલ્લભભાઇએ મા દીકરાને આવકાર્યા. ‘આવો બહેન! બોલો, જૂનું ભંગાવવું છે કે નવું કાંઇ લેવું છે?’
‘આજ તો સોનાની લેવડ દેવડ નથી ભાઇ!’ સમજુએ ચોખવટ કરી. ‘હું તમારા લેણા રૂપિયા આપવા આવી છું. મારું નામ સમજુ અને ગામ ખાન ખીજરીઆ. આ મારો દીકરો પરશોતમ.’
‘અમારા કેટલા રૂપિયા લેણા છે?’ વલ્લભભાઇએ પૂછ્યું ‘ત્રણસો રૂપિયા’ સમજુએ ચોખવટ કરી.
‘આજથી બારેક વરસ પહેલાં આ છોકરાંના આતાએ તમારી દુકાનેથી મગમાળા લીધી’તી અને ત્રણસો ઘટતા હતા તે બાકી રખાવ્યા હતા. ‘ચોપડો જોઇ જવો ભાઇ’ અને દીકરાને કીધું : ‘પરશોતમ! તારા આતાનું નામ બોલ્ય.
‘અરજણ લખમણ પટેલ’ છોકરાએ નામ કહ્યું.
વલ્લભભાઇના દીકરાએ દસ બાર વરસનાં ચોપડા ફેરવ્યા પણ અરજણ લખમણનું નામ મળ્યું નહીં.’
‘નામ નથી જડતું મનસુખ?’ બાપે દીકરાને પૂછ્યું.
‘ના નથી જડતું. બાર વરસ થયાં એટલે ‘ડૂબત લેણા’માં કાઢી નાખ્યું હોય.’ દીકરાએ કારણ આપ્યું.
‘બહેન? તમારા પતિનું ખાતું નથી અને ચોપડે નોંધ નથી માટે અમારાથી રૂપિયા લેવાય નહીં.’
‘હું દેવા આવી છું ભાઇ?’
‘પણ રૂપિયા ‘ડૂબત લેણા’માં કાઢી નાખ્યા છે હવે અમારાથી ન લેવાય.’
‘મારા ધણીનું નામ ડૂબત લેણામાં જાય તો મારી જિંદગી ધૂળ ગણાય વલ્લભભાઇ!’ બાઇએ ગૌરવભેર ઊચી ડોકે ઉમેર્યું. ‘ઇ ભલે પાછા થયા પણ હું તો જીવું છું ને.’ અને કાપડાના ગજવામાંથી ચોપડો, ચોળાયેલો કાગળ કાઢીને વલ્લભભાઇ આગળ મૂક્યો. ‘વાંચો આ ભરતિયું. મેં સાચવી રાખ્યું છે.’ બાપા!’
વલ્લભભાઇએ દીકરાના હાથમાં કાગળ આપ્યો. બાર વરસની ધૂળ ખાઇને ઝાંખો પડેલો, ફાટવા આવેલો કાગળ મનસુખે ફેરવી ફેરવીને જોયો પણ અક્ષરોના માત્ર એંધાણ હતાં અને ત્રણસોનો આંકડો માંડ વંચાતો હતો.
‘લઇ લો ભાઇ!’ સમજુએ આગ્રહ કર્યો. ‘ડૂબત લેણામાં તો મરી જાઉ તોય નહીં જાવા દઉ સરગમાં બેઠેલા મારા ધણીની આબરૂ શું? માટે ભલા થઇને લઇલો.’
વલ્લભભાઇ સોનીની માથા પરની કાળી ટોપીની કિનારીએથી ઝાળાંહળાં થતી શ્વેત રેખાઓનું ટોળું પહોળાં કપાળમાં દોડી આવ્યું. ત્યાંથી પ્રકાશનું રૂપ લઇને આંખની કીકીઓમાં દાખલ થયું. ચશ્માના નંબરી કાચે એને મોટું બનાવીને પાંપણો પર ઝુલાવ્યું. ‘અહો! ધરતીની ધૂળ ઊથલાવનાર પરિવારની અભણ, ગામડિયણ, પતિના નામને ઊજળું રાખવા મરી ફિટતી બાઇ સમજુ, કાઠિયાવાડનાં યાદગાર નારી રત્નોની પડખો પડખ ઊભેલી દેખાણી.
સોના નામની નિર્જીવ ધાતુ પર નકશી કોતરનાર ઝવેરી વલ્લભભાઇને, બાઇ સમજુ, આખેઆખી જીવંત સોનાના રૂપમાં દેખાણી. પતિની આબરૂ માથે છોગું ચડવનાર સમજુને વલ્લભભાઇ મનોમન વંદી રહ્યા.
‘ભાઇ, બાર વરસનું વ્યાજ પણ ગણી લો.’ સમજુ બોલી. વલ્લભભાઇ સોનીને આદરનો એક વધુ આંચકો લાગ્યો.
આજની ઘડીને રળિયામણી બનાવવા વલ્લભભાઇ સોની જુદી જુદી રીતે વિચારી રહ્યા. ઘણીવાર પછી સાવ છાનો નિર્ણય કંડારી લીધો.
‘મનસુખ, એકલું વ્યાજ નહીં પણ વ્યાજનું વ્યાજ પણ ગણી કાઢ.’ વલ્લભભાઇ જાણે વિફરી બેઠા!!
પિતાનો આદેશ સાંભળીને પુત્રની ડોકે આંચકો લીધો. થરથરતી આંખે અને ધ્રૂજતી પાંપણે એણે પિતાને નિહાળ્યાં. ‘ઓહ! દયાવાન, નીતિવાન, ઉદાર અને પરગજુપણાંની કુંપળો ફરકાવનાર પિતા વલ્લભલાખા, આજ કેટલામે પગથિયેથી લપટીને વ્યાજખોરીની ખાઇમાં પટકાયા?’
મનસુખના મન અંતરમાં પિતા માટેના માન, આદર અને અહોભાવના તમામ ભાવો પંખી બનીને ઊડી ગયા : ‘ભગવાન! ભગવાન! અમારા પુણ્ય પરવારી ગયાં કે શું?’
‘વ્યાજનું વ્યાજ ગણતા બારસો રૂપિયા થયા બાપુજી!’ દીકરાએ આંકડો કીધો.
‘બહેન? આપી દો પૂરેપૂરા. બારસો.’ વલ્લભભાઇ કડક ચહેરે બોલ્યા.
‘તે પૂરા આપીશ ભાઇ!’ બાઇ સમજુ બોલી અને પોતાના દીકરા પાસે કરેલાં વલ્લભભાઇના ન્યાય નીતિ અને અમીરાતનાં વખાણની પોટલીવાળાને જેતપુરના બજારમાં ઘા કરી દીધો! રૂપિયા બારસો મેજ ઉપર મૂક્યા. ‘ગણી લો ભાઇ! અને પાવતી આપો.’
‘એમાં પાવતી શું આપે!’ વલ્લભ નઠોરપણે બોલ્યા. આ વખતે પુત્ર મનસુખલાલ અને સમજુબાઇ સાથે એના દીકરાને પણ આંચકો લાગ્યો.
વલ્લભભાઇએ સમજુના રૂપિયા ગાદી પર રાખીને ગલ્લો ઉઘાડ્યો. અંદરથી એકસો એક રૂપિયા કાઢીને બારસોની ઢગલી ઉપર મૂક્યા. પછી જમણા હાથમાં લીધા અને સમજુ સામે ધરી દીધા. ‘લઇલે બહેન! તારા બારસોમાં મારા એકસો એક ઉમેરીને તને કાપડામાં આપું છું. આજથી તું મારી ધર્મની બહેન. તારી નીતિ અને પતિ ભક્તિથી હું પાવન થયો બાપ!’ અને બહેન સમજુ તું ના પાડે તો તારા આ ભાઇને મુંએલો જો.’
‘ભાઇ!’ સમજુનો કંઠ ધ્રૂજ્યો. ‘આટલું બધું નહોય વાલા.’
‘શું કામે ન હોય... બોન!’ વલ્લભભાઇ ભાવવિભોર હતા.
‘તો બાપુજી!’ પુત્ર મનસુખે અવસરને સંભાળી લીધો. ‘આજ મારાં ફોઇબા આપણે ઘેર લાપસી જમે તો મને બહુ આનંદ થાય હોં.’
‘હા.’ બહુ સારી વાત સમજુબહેન!’ વલ્લભભાઇ હસ્યાં.
‘ઘણા સમયથી બહેનના હાથની લાપસી ખાધી નથી. આજ તમે પીરસો અને અમે ખાઇએ.’
ભીની આંખોને લૂંછીને બહેન સમજુ રોકાઇ ગઇ. વલ્લભભાઇને ઘેર લાપસી રંધાણી, પીરસાણી અને ઘીની ધાર થઇ ત્યારે કાઠિયાવાડનો કોડીલો ઇતિહાસ પણ લાપસી જમવા ઓસરીમાં બેસી ગયો
Note :: This story is written by Nanabhai Jebaliya, contents taken from gujarati newspaper
-- Dil saa jab saathi paya
૧૯૧૬ની વાત છે. લખનૌમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં પ્રથમ વિશ્વયુદ્ધ બાદ પેદા થયેલી પરિસ્થિતિઓની ભારત પર પડેલી અસરોની ચર્ચા તેમજ દેશને અંગ્રેજોથી આઝાદ કરાવવાની નીતિ પર વિચાર-વિમર્શ ચાલી રહ્યો હતો. બધા નેતાઓ અને કાર્યકર્તાઓ સવારે વહેલા ઊઠીને દૈનિક કાર્યો પતાવીને વિચાર-વિમર્શ માટે એકઠા થઈ જતા હતા. આ લોકોમાં એક વયોવૃદ્ધ સજજન બ્રહ્મમુહૂર્તમાં જાગી જતા, એકાદ-બે કલાક સ્નાનાદિ પ્રવૃત્તિમાં ગાળતા અને પછી ચિઠ્ઠી-પત્ર લખવા બેસી જતા. ભારતની આઝાદી માટે કંઈક કરવા માગતા દેશભરના લોકોને તેઓ પત્રો લખી માર્ગદર્શન પૂરું પાડતા. તેમની ભાષાશૈલી એટલી ઓજસ્વી રહેતી હતી કે ભારતના બધા પ્રાંતોના લોકો આઝાદીના યજ્ઞમાં પોતાની આહુતિ આપવા ખેંચાઈ આવતા. એક દિવસ એ વૃદ્ધ સજજન અગિયાર-બાર વાગ્યા સુધી ચિઠ્ઠી લખતા રહ્યા. એક સ્વયંસેવકે કહ્યું, માન્યવર! તમે સવારથી કશું પણ ખાધું નથી. તમારા માટે થોડો નાસ્તો લેતો આવું? તેમણે હા પાડતાં પેલો નાસ્તો લઈ આવ્યો. તેમણે નાસ્તો શરૂ કરતાં જ સ્વયંસેવક બોલ્યો, માફ કરજો! તમે નાસ્તો કરતાં પહેલાં પૂજા નથી કરી. કદાચ ભૂલી ગયા. વયોવૃદ્ધે ખડખડાટ હસીને કહ્યું, દીકરા! સવારથી હું પૂજા સિવાય બીજું શું કરી રહ્યો છું? મારા માટે મારું કર્મ એ જ પૂજા છે. એ વૃદ્ધ સજજન હતા બાળ ગંગાધર તિલક. તેમનો આ સંદેશો આજે પણ પ્રાસંગિક છે. ધર્મસ્થળે જવું, કલાકો બેસીને પૂજા કરવી અને વાતવાતમાં પ્રભુનું નામ લેવું તે ખરા અર્થમાં ધાર્મિકતા નથી, પરંતુ પોતાનાં કર્મોને ઈશ્વર માનીને તેને પૂરી નિષ્ઠા અને સમર્પણ સાથે કરવું એ જ સાચી ધાર્મિકતા છે
પરમેશ્વરે આપણને આ શરીર આપ્યું છે. કાન, નાક, આંખ, બધાંય સેવા કરનારાં અંગો છે. પરંતુ જો આપણને સેવા કરવાની મૂળમાં ઈચ્છા હોય તો જ આ અંગો સેવા આપે. એને બદલે જો મોજશોખ કરવાની ઈચ્છા હોય તો એ બધાં મોજશોખને માર્ગે વળી જાય. આંખ સિનેમા જુએ, કાન સિનેમાનાં ગીતો સાંભળે. અને જીભ ભજીયાં, રસગુલ્લાં વગેરે આરોગવામાં આનંદ માણે ! જો આ શરીર વડે આપણે સેવા કરવી હોય તો સૌથી પહેલાં તેને મજબૂત બનાવવું જોઈએ. માયકાંગલા નબળા શરીરથી કોઈની સેવા થઈ શકે નહીં, ઊલટું એવા શરીરને તો બીજાની સેવા લેવી પડે. હવે સવાલ એ ઊભો થાય છે કે સારું શરીર કોને કહેવાય ? હવે જુઓ ભાઈ, આપણી ઘેર કોઈ ચીજની જરૂર પડી છે. બજારમાં લેવા જઈએ છીએ તો જે ચીજની જરૂર છે અને જે આપણને ખપમાં આવી શકે છે તે જ ચીજ આપણે લઈએ છીએ. વળી, તે ચીજ બે-ચાર દુકાને પૂછીને જ્યાંથી સોંઘી મળે છે ત્યાંથી જ લાવીએ છીએ. આ સોંઘી ચીજ સાથે સાથે ટકાઉ પણ હોવી જોઈએ. નહીં તો ઘેર આવતાં જ જો તે તૂટી જાય તો ઘરના માણસો વઢે અને લોકો હસે ! પણ ચીજ સોંઘી ય હોય અને લાંબો વખત સુધી ટકે તેવી ય હોય તો ફાવ્યા કહેવાઈએ. આમ આપણે આણેલી ચીજ ખપમાં આવે તેવી, સોંઘી ને વળી ટકાઉ હોવી જોઈએ. ચીજમાં આ ત્રણે ય ગુણ હોય પણ તે ચીજ દેખાવમાં ખરાબ હોય તો ? તો તો લોકો મોં મચકોડે ને ? એટલે વળી પાછી તે દેખાવમાં પણ સારી, સુઘડ અને સુંદર હોવી જોઈએ. આમ આપણું શરીર પણ સોંઘું, ટકાઉ, ખપમાં આવે તેવું અને સુંદર હોવું જોઈએ. કેટલાકનાં શરીર ખૂબ જ મોંઘાં હોય છે. લિપસ્ટિક-પાવડર જોઈએ, ફેશનેબલ કપડાં જોઈએ, પગમાં બૂટ-મોજાં જોઈએ, ગળે નેકટાઈ જોઈએ અને ખિસ્સામાં કાંસકી જોઈએ ! આ તો શરીરને કેટલું મોંઘું બનાવી મૂક્યું ? ત્યારે સોંઘું શરીર કોને કહેવાય ? તો કે શરીરનું ખર્ચ ઓછામાં ઓછું આવે, લાંબો વખત તે જીવે, અને તે માંદું ન પડે, તો તે શરીર સારું ને સોંઘું કહેવાય. જરા વધારે ટાઢ હોય તો ગોદડું જરા ઊંચું કરીને ડોકિયું કરી લે કે ચા બનાવી છે કે નહીં ? ત્યારે તે જ વખતે અન્ય ખેડૂતો ખેતરમાં હળ હાંકતાં હોય. તો આ જીવન મોંઘું બન્યું કહેવાય. જે શરીર ગમે તેવી ટાઢને સહન કરી શકે, તાપ વેઠી શકે, વરસાદ ખમી શકે તે શરીર સારું સુંદર કહેવાય. આપણા પગ સારા સુંદર છે એમ ક્યારે કહેવાય ? મેંદી મૂકી લાલ કરીએ અને મોજાં પહેરી તેની ભલી માવજત કરીએ ત્યારે નહીં, પણ પંદર ગાઉ ચાલીને જવું હોય તો ઝટ દઈને આપણને પહોંચાડી દે તો તે પગ મજબૂત ને રૂપાળા કહેવાય. મોં આખો દિવસ હસતું ને હસતું હોય, દીવેલ પીધા જેવું ન હોય, આપણી આંખો જોવા જેવું જ જોતી હોય, ન જોવા જેવું ન જોતી હોય, કાન સાંભળવા યોગ્ય વાતો જ સાંભળતા હોય બાકીની ન સાંભળતા હોય. જીભ પણ સારી ત્યારે જ કહેવાય જ્યારે તે મીઠું બોલતી હોય, સત્ય બોલતી હોય અને સૌમ્ય બોલતી હોય. આપણા શરીરને ખપમાં આવે તેવું ટકાઉ અને સુંદર બનાવવાનું હોય તો આ બધી વાતો યાદ રાખવી જોઈએ, હૃદયમાં કોતરી રાખવી જોઈએ. કોઈનું કામ કરવાથી કે ફેરો ખાવાથી આ શરીર કાંઈ ઘસાતું નથી. એટલે આ શરીર કેમ બીજાને ખપમાં આવે તે વાતનું જ હમેશાં ચિંતન રહેવું જોઈએ. ભૂલેચૂકે આપણાથી કોઈનુંય જો નુકશાન થઈ જાય તો જીવ બળવો જોઈએ. તમે સૌ જાણતા હશો કે ક્રિયાપદ બે પ્રકારનાં હોય છે. સકર્મક અને અકર્મક. ક્રિયાને પૂછતાં જો જવાબ મળે તો તે સકર્મક ક્રિયાપદ ગણાય અને જવાબ ન મળે તો અકર્મક ક્રિયાપદ ગણાય. આમ દરેક ક્રિયા કરતી વખતે આપણા મનમાં સવાલ ઊઠવો જોઈએ કે ક્રિયા હું શા માટે કરું છું ? હું શા માટે ચાલું છું ? શા માટે કપડાં પહેરું છું ? જેનો સરર્મક જવાબ મળે તેવું કામ કરવું. આપણે કપડાં શા માટે પહેરીએ છીએ ? શરીરનું રક્ષણ કરવા અને આપણી ઈજ્જત ઢાંકવા. પણ આજના ફેશનેબલ કપડાં તો શરીરનું રક્ષણેય નથી કરતાં અને ઈજ્જત પણ નથી ઢાંકતા. તે તો છે આંખોને આંજનારાં અને રૂપાળાં. અને મોંઘા પણ કેટલાં ! ખરી રીતે તો શક્ય એટલા ઓછી જોડ કપડાં રાખવા જોઈએ. સ્વચ્છ અને મર્યાદાપૂર્ણ વસ્ત્રો પહેરવા જોઈએ. વળી શરીરને મજબૂત બનાવવા એને ઝાઝી સગવડો આપતા ન રહેવું જોઈએ. થોડી ઠંડી-ગરમી વેઠવા દેવી જોઈએ. આપણે જોડા શા માટે પહેરીએ છીએ ? પગનું રક્ષણ કરવા. પહેલાંના વખતમાં જોડાને ‘પગરખાં’ કહેતાં. પગનું રક્ષણ કરે તે પગરખાં. પહેલાં ખાસ કાંઈ પગમાં કાંટા-ઝાંખરા વાગે એવો રસ્તો આવે ત્યારે તેનો ઉપયોગ કરતા. ત્યારે આજે તો ઘરમાં પણ જોડા પહેરીને ફરવાનો રિવાજ વધવા લાગ્યો છે ! આ બધાં કામો અકર્મક ક્રિયાવાળાં થયાં. ક્રિયાને પૂછતાં પગમાં કાંટો-કાચ વાગે છે માટે જોડા પહેરું છું, ઠંડી લાગે છે માટે કપડાં પહેરું છું, એવો જવાબ નથી મળતો. હું પહેલાં ગામડાંઓમાં રોજના ચાળીસ માઈલ ચાલતો ત્યારે ય મને પગમાં કાંકરી નહોતી ખૂંચતી. ભગવાને તો આપણને શરીર સારું જ આપ્યું છે. તેને જેવી ટેવ પાડો તેવી પડે. જેવું તેને કેળવવા ધારો તેવું તેને કેળવી શકાય. અને તેથીસ્તો કહેવત પડી છે ને કે ‘ઊંઘ અને આહાર વધાર્યા વધે ને ઘટાડ્યાં ઘટે…’ એક ટંક ખાવાથી ય ચાલે, બે ટંકથી ય ચાલે અને જેટલી વાર ખાવાનું દેખીએ તેટલી વાર મોંમાં નાખ નાખ કર્યાથીયે ચાલે. આવી કુટેવોથી જીવનની પાયમાલી વહેલી થાય છે. નાનપણથી જ છોકરાંઓને સારી ટેવો પાડવી જોઈએ. અને આ જવાબદારી માબાપની અને શિક્ષકોની છે. બાળકોને શરૂઆતથી જ એવું જ્ઞાન મળવું જોઈએ કે આ શરીર બીજાને વધુમાં વધુ ખપ આવે એવું બનાવવાનું છે. પરંતુ આજે તો આવું જ્ઞાન આપવાને બદલે સાવ ઊલટું જ જ્ઞાન અપાય છે. નિશાળોમાં પણ જીવનને ઉપયોગી જ્ઞાન આપવાને બદલે સાવ ગોખણપટ્ટી કરાવે છે, જે જીવનમાં કાંઈ જ ઉપયોગી થતું નથી. મને અહીં એક પોપટની વાત યાદ આવે છે. કોઈએ પોપટને શીખવ્યું કે તું રામ રામ કર્યા કરજે, અને બિલ્લી આવે તો ભાગી જજે. પેલા પોપટે આ વાત ગોખગોખ કરી. પણ પોપટભાઈ એ ગોખણપટ્ટીમાં એવા તો મગ્ન થઈ ગયા કે બિલ્લી આવી ને પોપટભાઈને સ્વાહા કરી ગઈ ! આમ ગોખવાથી કાંઈ યથાર્થ થતું નથી. આજના શિક્ષણમાં જ્ઞાનને બદલે માત્ર ગોખણપટ્ટી જ કરાવાય છે. શિક્ષણમાં વાંચવું એટલું જ નથી. પહેલાં ધ્યાનપૂર્વક સાંભળવું, પછી તેની ઉપર ચિંતન-મનન કરવું, અને છેલ્લે નિદિધ્યાસન કરવું. ગાય પહેલાં ચરી આવે છે, ઝટ ઝટ ઘાસ ખાઈ લે છે અને પછી નિરાંતે પેલું ખાધેલું ઘાસ વાગોળે છે અને પચાવે છે; અને ત્યાર પછી તેનું દૂધ થાય છે. આવી જ રીતે આપણે પણ કરવું જોઈએ. આપણે પણ વાંચેલું વાગોળવું જોઈએ. માત્ર વાંચ્યું ને ગોખ્યું હોય તો તે ભૂલી જવાય પણ વાગોળ્યું હોય તો તે કાયમ ટકી રહે. આમ જ્ઞાન વાગોળાઈને પચી જવું જોઈએ. વળી તે બીજાને આપતા રહીએ તો તે તાજું પણ થાય. જીવન બીજાને ખપમાં આવે એવું બનાવવા માટે આ બધી વાતો ધ્યાનમાં રાખવી જોઈશે
આજે સ્ત્રી પુરુષની સમોવડી છે એવી વાતો થાય છે. અને સ્ત્રીઓ પણ પોતે પુરુષ કરતાં બિલકુલ કમ નથી એવું પુરવાર કરવામાં ગૌરવ અનુભવે છે. એટલા વાસ્તે તે પુરુષનાં જેવા બધાં કામો કરવા તૈયાર થાય છે, અને પુરુષની નકલ કરતી થાય છે. પુરુષ ઑફિસમાં કામ કરે તો હું કેમ ન કરું ? પુરુષ કૉલેજનું શિક્ષણ લે તો હું કેમ ન લઉં ? પુરુષ બંદૂક શીખે તો હું કેમ ન શીખું ? આમ પુરુષની દેખાદેખીએ તે પોતાનું જીવન ગોઠવવાનો પ્રયત્ન કરે છે. પણ આ માર્ગ તો ભૂલભરેલો છે. સ્ત્રીને પોતાની જાતનું, પોતાના વિશિષ્ટ સ્થાનનું, પોતાના સ્વધર્મનું ભાન નથી. એટલે આવું થાય છે. હકીકતમાં તો ભગવાને સ્ત્રીને પુરુષની બરોબરીની જ બનાવી છે. એટલું જ નહીં તેનાં કેટલાંક કામો એવાં છે, જેને કારણે તેનું મહત્વ પુરુષ કરતાંયે વિશેષ છે. ઈશ્વરે સ્ત્રી ઉપર પોષણની અને રક્ષણની જવાબદારી નાખી છે. હવે આ બે કામ કરવાનું મહત્વ તો કેટલું બધું ગણાય ! પણ સ્ત્રીને તેનું ભાન નથી. પોતાની આ જવાબદારી પ્રેમપૂર્વક અદા કરવાનું છોડીને તે નાહકની ઝાંઝવાના જળ પાછળ દોડી રહી છે. કહે છે કે સ્ત્રી આજે પોતાની સ્વતંત્રતા માટે લડી રહી છે. પણ એ કઈ સ્વતંત્રતા ? વાસ્તવમાં એ સ્વતંત્રતા છે જ નહીં. એ તો નર્યો પોલો શબ્દ છે. એવી નકલી સ્વતંત્રતા પાછળ પડીને તે પોતાનો સમય અને શક્તિ બરબાદ કરી રહી છે. તેનાથી તેનું ઓજસ ખોવાય છે અને સ્ત્રીત્વ હણાય છે. આજનું ખોટું શિક્ષણ તેને પાંગળી બનાવી મૂકે છે. શાસ્ત્રમાં માને પહેલો ગુરુ કહ્યો છે. પણ આજની ભણેલી છોકરી માતૃત્વનું ગૌરવ અનુભવતી નથી. છોકરાં ઉછેરવાના કામમાં પણ એને નાનમ લાગે છે ! ઉછેરવાનું ઠીક પણ ધવડાવવાનું યે તેણે ધીમે ધીમે છોડવા માંડ્યું છે. કહેવાય છે કે બાળકને ધવડાવતી વખતે મા જેવી ભાવના રાખે એવું તેનું બાળક થાય છે. એટલે કે ધવડાવતી વખતે બાળકમાં સંસ્કાર સિંચનનું કામ કરે છે. વળી બાળકના પોષણ માટે માના દૂધ જેવું ઉપયોગી બીજું કશું નથી એમ વૈદો અને ડોક્ટરો કહે છે. પરંતુ આજની ભણેલી સ્ત્રી તો બાળકને ધવડાવવાથી પોતાનું શરીરસૌંદર્ય ઘટી જશે એવી બીકથી બાળકને બાટલીના દૂધ પર પોષતી થઈ ગઈ છે. અને એને તો બહારની પ્રવૃત્તિઓમાં આગળ આવવું હોય છે એટલે બાળકનો ઉછેર કરવાનું કામ આયાઓને સોંપતી જાય છે. પણ આટલું ભણેલી સ્ત્રી એમ કેમ નહીં વિચારતી હોય કે આયા બાળકને ઉછેરશે તો તેનામાં સંસ્કાર પણ આયાના જ આવવાના ને ? આમ શિક્ષણ અને સ્વતંત્રતાના ભ્રામક ખ્યાલોમાં એણે પોતાનું આગવું કહી શકાય તેવું માતૃત્વ પણ વિસારી દીધું છે. માતૃત્વ એ તો એક અનુપમ અને અદ્વિતિય ચીજ છે. મા તો પોષનારી અને સાચવનારી છે. સ્ત્રીની આ મુખ્ય જવાબદારી છે. એ જવાબદારી તે સારી રીતે અદા કરી શકે એવી તાલીમ એને નાનપણથી મળવી જોઈએ. સ્ત્રીનો જન્મ સમાજને પોષવા માટે થયો છે. ઈશ્વરે સ્ત્રીને બાળકો જન્માવવા જ નથી પેદા કરી. વાત્સલ્ય, માર્દવ, ત્યાગ-સમર્પણ વગેરે સ્ત્રીના આગવા ગુણો છે. ગીતામાં પણ કીર્તિ, શ્રી, વાણી, સ્મૃતિ, મેઘા અને ક્ષમા એ સ્ત્રીના સાત ગુણો વર્ણવ્યા છે. બીજાને માટે ઘસાવું એ સ્ત્રીના સ્વભાવમાં જ છે. કુટુંબ સંસ્થાનો આધાર પણ સ્ત્રી જ છે. ‘गृहिणी गृहं उच्यते’ એમ કહ્યું છે તે કેટલું સાચું છે ! કુટુંબમાં સ્ત્રી પોતે શૂન્યવત થઈ જાય છે. સહુને ખવડાવીને જ તે ખાય છે, અને વધે નહીં તો પોતે ભૂખી પણ રહે છે. ખાસ પોતાને માટે એ ક્યારેય નહીં બનાવે. બીજાને ખવડાવવામાં જ એ ખરો આનંદ અનુભવે છે. ઘસાઈને ઊજળા થવાનો પાઠ મા આપે છે, તેવો બીજું કોઈ નહીં આપતું હોય. બોચાસણમાં એક વાર એક વાંદરી પોતાના બચ્ચાને છાતીએ વળગાડીને ઝાડ પર બેઠી હતી. કોઈ કારણસર તે નીચે પડી. પણ તમે જાણો છો તે કેવી રીતે પડી ? તે ચત્તી પડી કે જેથી પછડાટનો માર પોતાને વાગે અને બચ્ચાને લગીરે ઈજા ન થાય. પોતાને ઈજા થાય તો વાંધો નહીં ! તેવામાં આવ્યા બે કૂતરા. કૂતરાને જોઈને વાંદરી લાગલી જ ઊંઘી થઈ ગઈ. એમ કરીને તેણે બચ્ચાને બચાવ્યું; અને પોતાની જાતને પીંખી ખાવા દીધી. આવો હોય છે માનો પ્રેમ. આવો જ એક બીજો દાખલો છે. મારા એક મિત્રે એક સસલું અને એક કૂતરું પાળ્યું હતું. બન્ને વચ્ચે ભારે દોસ્તી હતી. એકબીજાની સાથે રમતાં એવાં ગેલ કરે… એવાં ગેલ કરે ! મારાં બેટા થાકે જ નહીં. એકવાર હું તેમને ઘેર ગયો. તે વખતે મેં જોયું તો પેલી સસલીનું શરીર કાંઈક વિચિત્ર લાગ્યું. મેં મારા મિત્રને પૂછ્યું કે આના શરીર પરના બધા વાળ ક્યાં ગયા ? તો કહે, એ વિયાવાની છે, તેથી તેણે પોતાના શરીર પરના વાળ તોડી આવનાર બચ્ચા માટે પથારી કરી રાખી છે. ઓત્તારીની ! આ તે કોણ મા કે દેવ ? પાછળથી એના બચ્ચાને કોઈ માણસ લઈ ગયો હશે. પેલી સસલીને એવો જ વહેમ પડ્યો કે એના બચ્ચાને કૂતરું જ ખાઈ ગયું. પછી તો એ કાંઈ પેલા કૂતરાની પાછળ પડી હતી ! એની હડહડતી દુશ્મન થઈ ગઈ. મારા મિત્રને એ બન્ને સાથે રાખવાં ભારે થઈ પડ્યાં. માનો પ્રેમ આવો છે ! પછી તે પશુયોનિમાં હોય કે માનવયોનિમાં. આવા માતૃત્વનું ગૌરવ ભૂલી આજની ભણેલી સ્ત્રી નાહકની પુરુષની નકલ કરવા નીકળી છે. આ તો મોટી કમનસીબી ગણાય કે સ્ત્રીને પોતાને પોતાનું ખરું મૂલ ખબર નથી ! આપણા દેશમાં પ્રાચીન કાળમાં સ્ત્રી સ્વતંત્ર, સ્વાભિમાની અને ખુમારીવાળી હતી. પોતાના શીલનું રક્ષણ પણ તે પોતે બહાદુરીપૂર્વક કરતી. એક અર્થમાં તે સ્વયંસિદ્ધા હતી. એના ચારિત્ર્યમાં એટલું તેજ અને ઓજસ રહેતું કે માણસ એની સામે કુદષ્ટિથી ઊંચી નજર નહોતો કરી શકતો. કોઈ દુષ્ટ તેનું શીલ લૂંટવા પ્રયત્ન કરતો તો તે તેને પોતાની તેજસ્વિતાથી પડકારતી. તે કદી કોઈની ઓશિયાળી નહોતી રહેતી. સ્ત્રીને સમાજે અબળા કહી છે. પણ અબળાનો અર્થ એમ નહીં કે તેનામાં બળ નથી. અબળાનો અર્થ તો એ છે કે તેનામાં બળ બહાર દેખાતું નથી, પણ અંદર અદશ્ય શક્તિ પડેલી છે. અને તેથી તો કહેવત પડી છે કે સ્ત્રી અબળા મટી પ્રબળા બને ત્યારે ભારે પડી જાય છે. તેનું અદશ્ય બળ પ્રગટ થાય ત્યારે તેનો મુકાબલો કોઈ ન કરી શકે. એ ધર્મનિષ્ઠ હતી તેથી પોતાનું ઓજસ સાચવી રાખતી. સ્ત્રી વ્યવહારકુશળ પણ એટલી જ. ઘર ચલાવવાની તેની આવડત જબરી. મને એક વાત યાદ આવે છે. એક પોલીસ અધિકારીએ એક વાર એક ભેંસ વેચાતી લીધી. તેનો તેને દર મહિને એ જમાનામાં રૂ. 40 ખર્ચ આવવા લાગ્યો. તેની પાડોશમાં જ રહેતી એક ગામડિયણ કહે મને તો મારી ભેંસ ઊલટાની મહિને માસે 40 રૂપિયા ઊપજ કરી આપે છે. જેમાંથી મારું પોતાનું ખર્ચ પણ નીકળી જાય છે. આનું કારણ શું ? તો કહે, હું છાણ, વાસીદું, દોહવાનું બધું જાતે કરું છું. નોકર પાસે હુકમ કરીને આ બધાં કામ કરાવીએ તો તેમાં જ બધી ઊપજ તણાઈ જાય ને ? આ જાતમહેનતના ગુણને પણ મુખ્યત્વે સ્ત્રીએ જ સાચવ્યો છે. પણ આજે તો એ ગુણ પણ ભણેલી સ્ત્રી ભૂલવા લાગી છે. કેમ કે પુરુષની જેમ સ્ત્રીને પણ જાતમહેનતમાં નાનમ અને શરમ લાગવા માંડી છે. આ સારું નથી. અનુકરણ કરવું હોય તો તે સારી ચીજનું કરવું જોઈએ. એને બદલે સ્ત્રી આજે પુરુષના દુર્ગુણોનું અનુકરણ કરવા નીકળી છે. આમ કરવાથી તેનો ઉદ્ધાર થવાનો નથી. સ્ત્રી પોતે પોતાની આગવી શક્તિને પોતાનો આગવો સ્વધર્મ ઓળખશે ત્યારે તેને ખરું ગૌરવ પ્રાપ્ત થશે. Note :: This contents is taken from readgujarati.com
When I was a young man, I wanted to change the world.
"Can I see my baby?" the happy new mother asked. When the bundle was nestled in her arms and she moved the fold of cloth to look upon his tiny face, she gasped. The doctor turned quickly and looked out the tall hospital window. The baby had been born without ears. Time proved that the baby's hearing was perfect. It was only his appearance that was marred.
Life isn't about keeping score. It's not about how many friends you have. Or how accepted you are. Not about if you have plans this weekend or if you're alone.
A man found a cocoon of a butterfly, that he brought home.
- "Challenges are what make life interesting; overcoming them is what makes life meaningful." --Ralph Waldo Emerson
- "There are people of spirit and people of passion, both less common than one might think. Rarer still are the people of spirit and passion. But rarest of all is a passionate spirit." -- Martin Buber
- "A great leader's courage to fulfill his vision comes from passion, not position." -- John maxwell.
- "Chase down your passion like it's the last bus of the night." -- Glade Byron Addams
- "Develop a passion for learning. If you do, you will never cease to grow." -- Anthony J D'Angelo
- "A strong passion for any object will ensure success, for the desirer of the end will point out the means." -- William Hazlitt
- "Absence diminishes little passions and increase great ones, as wind extinguishes candles and fans a fire." -- Francois de la Rochefoucauld
- "Don't ask yourself what the world needs; ask yourself what makes you come alive. And then go and do that. Because what the world needs is people who have come alive." -- Harlod Whitman
- "Follow your heart, but be quiet for a while first. Ask questions, then feel the answer. Learn to trust your heart."
- "Follow your passion, and success will follow you." -- Arthur Buddhold
- "Great dancers are not great because of their technique; they are great because of their passion." --Martha Graham
- "If there is no passion in your life, then have you really lived? Find your passion, whatever it may be. Become it, and let it become you and you will find great things happen FOR you, TO you and BECAUSE of you. -- T. Alan Armstrong
- "Never underestimate the power of passion." -- Eve Sawyer
- "Nothing great in the world has been accomplished without passion." -- Georg Wilhelm Friedrich Hegel
- "Only passions, great passions, can elevate the soul to great things." -- Denis Diderot
- "The most beautiful make-up of a woman is passion. But cosmetics are easier to buy." --Yves Saint Laurent
- "We all need to look into the dark side of our nature - that's where the energy is, the passion. People are afraid of that because it holds pieces of us we're busy denying." -- Sue Grafton
- "With out passion you don't have energy, with out energy you have nothing." -- Donald Trump
- "When work, commitment, and pleasure all become one and you reach that done well where passion lives, nothing is impossible". -- Nancy Coey
Friends, today i will share Khalil Gibran's quotes which i like most. Hope you guys like it.
- If the other person injures you, you may forget the injury; but if you injure him you will always remember.
- If you love somebody, let them go, for if they return, they were always yours. And if they don't , they never were.
- If you reveal your secrets to the wind, you should not blame the wind for revealing them to the trees.
- If your heart is a volcano, how shall you expect flowers to bloom?
- Knowledge of the self is the mother of all knowledge. So it is incumbent on me to know my self, to know it completely, to know its minutiae, its characteristics, its subtleties, and its very atoms.
- Friendship is always a sweet responsibility, never an opportunity.
- Generosity is giving more than you can, and pride is taking less than you need.
- I have learned silence from the talkative; toleration from the intolerant, and kindness from the unkind; yet, strange, I am ungrateful to those teachers.
- An eye for an eye, and the whole world would be blind.
- A little knowledge that acts is worth infinitely more than much knowledge that is die.
- A friend who is far away is sometimes much nearer than one who is at hand. Is not the mountain far more awe-inspiring and more clearly visible to one passing through the valley than to those who inhabit the mountain?
- Life without liberty is like body without spirit.
- Life without love is like a tree without blossoms or fruit.
- Love and doubt have never been on speaking terms.
- Perplexity is the beginning of knowledge.
- Your daily life is your temple and your religion. When you enter into it take with you your all.
- Your friend is your needs answered.
- Your living is determined not so much by what life brings to you as by the attitude you bring to life; not so much by what happens to you as by the way your mind looks at what happens.
- Your pain is the breaking of the shell that encloses your understanding.
- Zeal is a volcano, the peak of which the grass of indecisiveness does not grow.
- What difference is there between us, save a restless dream that follows my soul but fears to come near you?
- What is this world that is hastening me toward I know not what, viewing me with contempt?
- When love beckons to you, follow him. Though his ways are hard and steep. And when his wings enfold you yield to him, Though the sword hidden among his pinions may wound you.
- To understand the heart and mind of a person, look not at what he has already achieved, but at what he aspires to.
- Trust in dreams, for in them is hidden the gate to eternity.
- Truth is a deep kindness that teaches us to be content in our everyday life and share with the people the same happiness.
- The lust for comfort, that stealthy thing that enters the house a guest, and then becomes a host, and then a master.
- Love and doubt have never been on speaking terms.
- Love is trembling happiness.
- Most people who ask for advice from others have already resolved to act as it please him.
- Of life's two chief prizes, beauty and truth, I found the first in a loving heart and the second in a laborer's hand.
- Coming generations will learn equality from poverty, and love from woes
દિવાળીના નવા દિવસો હતા. વડોદ ગામની ખળાવાડમાં ખળાં મસળી-ઊપળીને તૈયાર થાતાં હતાં. જગા પટેલની વહુ-દીકરીઓ દાણા વાવલતી નવાં લૂગડાં અને ઘરેણાંના મનોરથમાં મહાલતી હતી. ટાઢા-ટાઢા વાવડા વાતા હતા. તેમાં મોતી જેવા દાણા ભૉં માથે વરસતા હતા અને વાવલનારીઓની ચૂંદડીઓના છેડા ફરકતા હતા. શિયાળાની તડકીમાં ચળકતો, મૂઠી ફાટે તેવો બાજરો ખળમાં પડ્યો છે. જગો પટેલ પોતાના બાજરાના ગંજ સામે મીટ માંડીને જોઈ રહ્યા છે. લીલવણી બાજરો એની નજરમાં સમાતો નથી. પ્રભાતને પહોર એને પાપનો મનસૂબો ઊપડ્યો છે. અરધી રાતનો ગજર ભાંગ્યો એટલે પોતાના ભાઈ તથા સાથીને લઈને પટેલે ખળામાંથી બાજરાનું ગાડું ભર્યું. ભૂદેવો જેમ તરપિંડી જમતી વખતે પોતાની હોજરીનું ભાન રાખતા નથી, તેમ જગા પટેલે પણ લોભે જઈ ગાડામાં હદ ઉપરાંત બાજરો ભર્યો અને પાછલી રાતના ગાડું જોડી ઘર ભણી ચાલ્યા. સાથી ગાડું હાંકતો હતો; પોતે ગાડાની આગળ ચાલતા હતા; અને તેમના ભાઈ ગાડાની પાછળ ચાલતા હતા. ગામનાં પાદર ઢૂકડાં આવતાં હદ ઉપરાંત ભારને લીધે ગાડાની ધરી ગુડિયામાંથી નીકળી ગઈ; અને ગાડાનું પૈડું ચાલતું અટકી પડ્યું. જગો પટેલ મૂંઝાણા. ત્રણેય જણાએ મળી મહેનત તો કરી. પણ ગાડું ઊંચું થયું નહિ. ધણીની ચોરી એટલે કોઈને મદદે બોલવવા જાય તો છતરાયું થઈ જાય; તેમ પાછળ ખળું પણ છેટું ગયું એટલે ગાડું પાછું ખાલી પણ કરી શકાય નહિ. આમ જગા પટેલને સાપે છછુંદર ગળ્યા જેવું થયું. સવાર પડશે – અજવાળું થશે – તો ફજેતો થશે, એવી બીકમાં હાંફળાફાંફળા થતા જગો પટેલ કોઈ વટેમાર્ગુની વાટ જોવા માંડ્યા. એવામાં ઈશ્વરને કરવું તે એના જ દરબાર – જેની ચોરી હતી તે – ગજાભાઈ ગોહિલ જ પરોઢિયામાં પોતાના હંમેશના નિયમ પ્રમાણે જંગલ જવા સારું હાથમાં પાણીનો કળશિયો લઈ નીકળ્યા. ટાઢ પડતી હતી એટલે દરબારે મોઢે બોકાનું બાંધેલું હતું. ફક્ત દરબારની આંખો જ બહાર તગતગતી હતી. જેવા દરબાર જગા પટેલના ગાડા પાસેથી નીકળ્યા તેવા જ જગા પટેલે, ગરજવાનને અક્કલ ન હોય એ હિસાબે, દરબારને કોઈ વટેમાર્ગુ ધાર્યા અને મનમાં વિચાર્યું કે આ આદમી અજાણ્યો હોવાથી ગામનાને ખબર નહિ પડે કે હું બાજરો છાનોમાનો લઈ જાઉં છું. એવું ધારીને પોતે ઉતાવળા ઉતાવળા બોલ્યા કે ‘એ જુવાન ! જરાક આ ગાડું સમું કરાવતો જા ને.’ ‘હશે ! હોય ! બિચારા રાતદિવસ ટાઢતડકો વેઠી મહેનત કરીને કમાય અને સારો દાણો ભાળીને એનું મન કદીક બગડે તોયે શું થઈ ગયું ! એ પણ આપણી વસ્તી છે ને !’ આમ વિચારતા વિચારતા દરબાર ચાલ્યા ગયા. આ વાત બન્યા ને આશરે છ એક માસ થયા હશે. દરબારના દરિયાવ દિલમાં ઉપરની વાતનું ઓસાણ પણ નથી. એવે સમયે દરબારમાં મહેમાનો આવેલા. હવાલદાર મહેમાનો સારું ખાટલા-ગોદડાં લેવા જગા પટેલને ત્યાં ગયો. પટેલે હા-ના કરવાથી હવાલદારે જગા પટેલને કાંઈ કડવું વચન કીધું. એટલે પટેલને રીસ ચડી. પોતે બોલ્યા કે ‘મારે આવા દરબારના ગામમાં રહેવું જ નથી.’ હવાલદારે પણ તોછડાઈથી કીધું કે ‘ત્યારે શીદને પડ્યો છો ? તને ક્યાંય બીજે મળતું નથી ? હાલ્યો જા ને !’ એટલે જગા પટેલ ને પગથી માથા સુધી ઝાળ લાગી ગઈ. દુભાઈને રાતે ગાડામાં ઉચાળા ભર્યા. દરબારને આ વાતની કશી ખબર પણ નથી. પણ વળતે દિવસે સવારે દરબાર ડેલીએ ડાયરો કરી બેઠા છે, ત્યાં જગા પટેલ પોતાના બાળબચ્ચાં, રાચરચીલું અને ઢોરઢાંખર લઈ ગાડાં ભરી ડેલી પાસેથી નીકળ્યા. ગામનાં માણસો એમને વારવા-મનાવવા મંડ્યા, પણ પટેલ તો વધારે જોર કરવા માંડ્યા. દરબારને ખબર પડી, એટલે દરબારે પણ ચોપાટમાંથી નીચે ઊતરી જગા પટેલને ખૂબ સમજાવ્યા અને કારણ પૂછ્યું. જગા પટેલે ખિજાઈને કહ્યું કે ‘દરબાર ! અમારી વહુઓ આણામાં બે સારાં ગોદડાં લાવી હોય છે તેય અમે વેઠે કાઢી દઈએ, અમે ગાભા ઓઢીને આવી ટાઢમાં સૂઈ રહીએ, તોય તમારો ત્રણ દોકડાનો અમને હડબડાવે ! ફફડાવે ! એ અમને નથી પરવડતું.’ દરબારે સબૂરીથી આખી વાત જાણી લીધી. ઘણા દિલગીર થયા. હવાલદારને સજા કરી, અને પટેલને કહ્યું કે ‘બાપ ! તમે મારાં સોનાનાં ઝાડવાં છો. માફ કરો અને પાછા વળો.’ પરંતુ જગો પટેલ કોઈ રીતે સમજ્યા નહિ. એટલે દરબારે જગા પટેલના પડખે ચડી કાનમાં કીધું કે ‘પટલ ! જાવ તો ભલે જાવ; પણ જે ધણી કેડનો ટેકો દઈને બાજરાનું ભરતિયું વળાવે, તેવો ધણી ગોતજો, હો !’ આટલું કહી દરબાર તો ચાલ્યા ગયા. પણ આંહીં પટેલના હાડોહાડમાં ધ્રુજારો છૂટ્યો. પટેલથી કાંઈ બોલાયું નહિ. મનમાં એક જ વાત બોલાઈ ગઈ કે ‘આનું નામ તે ધણી ! જે ધણીની મેં ચોરી કરી હતી, તે જ ધણી ચોરીમાં મદદ કરે અને મારી આબરૂને ખાતર મને તો માફ તો કરે, પરંતુ એ વાતમાંયે હું ભોંઠો પડું એ દયાથી મને ખાનગીમાં પણ ઠપકો દે નહિ ! અરે, આવો ધણી મને બીજે ક્યાં મળે ?’ એમ વિચારીને પટેલે ગાડાં ફેરવ્યાં. તેના વંશજો હાલ પણ આ ગામમાં રહે છે. આ વાતને આશરે પોણાસો વર્ષ થયાં હશે. (ઈ.સ. 1923 ની સાલમાં) Note:: This touchable story taken from readgujarati.com originally this story taken from saurashtra ni rashdhar written by Javerchand Meghani.
એ વિચાર કરે છે કે ‘ઓહોહો ! મહેનત કરી-કરીને તૂટી ગયા મારા ભાઈયું : આ બાજરો પાક્યો અમારે પરસેવે : અને હવે ઠાલા મફતના દરબાર પોતાનો રાજભાગ લઈ જશે !’
વળી થોડીક વાર થંભી ગયા, બાજરા સામે ટાંપી રહ્યા. ફરી વાર પેટમાંથી કૂડ બોલ્યું : ‘રાતમાં એકાદ ગાડી બાજરો ભરીને ઘરભેળો કરી દઉં તો એટલો મારો સુવાંગ રે’શે, રાજભાગમાં નહિ તણાઈ જાય.’
અંધારું, ગભરામણ અને દરબારે મોઢે બોકાનું બાંધેલ; એટલે જગા પટેલે તો દરબારને ન ઓળખ્યા; પણ દરબારે જગા પટેલને ઓળખી લીધા. દરબાર સમજી ગયા કે ‘મારા રાજભાગનો બાજરો આપવો પડે એ ચોરીએ પટેલ છાનુંમાનું ગાડું ભરી લઈ જાય છે.’ પરંતુ દરબારે વિચાર કર્યો કે હું ઓળખાઈ જઈશ તો જગા પટેલ જેવો માણસ ભોંઠો પડશે – શરમાશે. માટે પટેલ પોતાને ન ઓળખે એવી રીતે નીચું જોઈ ગાડાને કેડનો ટેકો દઈ પૈડું ઊંચું કરાવ્યું, એટલે પટેલ ધરી નાખી ગાડું ચાલતું કરી રાજી થતા ઘર ભણી હાંકી ગયા.
Most of us have heard of the word Maya though few among us can honestly claim to understand it. Generally it is used, though incorrectly, to denote illusion, or delusion.