પચાર વરસ પહેલાં ખુમાણ પંથકના ખડકાળા ગામમાં ‘કાળા ખાચર’ નામના એક કાઠી રહેતા હતા. એને લોકો ‘આપા કાળા’ કે ‘કાળા ખુમાણ’ નામથી પણ બોલાવતા. આપા કાળાને ઘેર આંઠ સાંતીની જમીન હતી, પણ એંશી સાંતીના ધણીને પાલવે એવી પરોણાચાકરી પોતાને આંગણે રાખવાનું આપાને બંધાણ થઈ ગયું હતું. એટલે આપો આજ આધેડ અવસ્થામાં પૈસેટકે ડૂબી ગયા હતા. ડેલીએ બેઠાં બેઠાં કસુંબાની કૅફ કરીને કાઠી પોતાનું દુ:ખ વીસરતા હતા. પણ ઓરડે બેઠેલી કાઠિયાણીને તો પોતાની આપદા વીસરવાનો એકેય ઉપાય નહોતો. મહેમાનોનાં ભાણાં સાચવવાં અને મોળપ કહેવાવા ન દેવી, એવી એવી મૂંઝવણો દિવસરાત આઈને ઘેરી લેતી. એમાંય સાત ખોટના એક જ દીકરા લાખાને હવે પરણાવ્યા વિના આરોવારો નહોતો. વેવાઈ ઘોડાં ખૂંદી રહ્યા હતા. વહુ મોટાં થયાં હતાં. પણ વેવાઈની સાથે કાંઈક રૂપિયા ચૂકવવાનો કરાર હતો તે વિધ્ન હતું. ‘કાઠી !’ આઈએ આપા કાળા ખુમાણને ધધડાવ્યા, ‘કાઠી, આમ કાંઈ આબરૂ રે’શે ? તમારું તો રૂંવાડુંય કાં ધગતું નથી ? વેશવાળ તૂટશે તો શું મોઢું દેખાડશો ?’ વંડા એ ખુમાણ પંથકમાં એક ગામડું છે. ઘોડીએ ચડીને કાળા ખુમાણ એટલે કે આપા કાળા વંડે ગયા. ભૂવો આયર મોટો માલધારી માણસ હતો. એના ઘરમાં લક્ષ્મીનો વાસ હતો. કાળા ખુમાણને આવે વખતે એ ટેકો આપેય ખરો. પણ જઈને જુએ તો ભાઈબંધ ઘેર ન મળે. ગામતરે ગયેલા. ઘરમાં આયરાણી હતાં. તેણે આપાને તાણ કરીને રાત રોક્યા. વાળુ કરતાં કરતાં આપાએ વાત ઉચ્ચારી : ‘બાપ ! બોન ! લાખાનો વિવા કરવાની ઉતાવળ છે. રૂપિયા હજાર સારુ થઈને મારે જમીન મેલવા ન જાવું પડે તેવી આશાએ હું આંહીં ભાઈને મોઢે થવા આવ્યો, પણ ભાઈ તો ન મળે.’ રાતે બાઈએ વાળંદને કહ્યું : ‘આપાને માટે હું વાપરું છું તે ગાદલું નાખજે. અને મારો ઓછાડ કાઢી લઈને નવો ઓછાડ પાથરજે.’ વાળંદ ગાદલું ઢાળીને ઓછાડ ઉપાડે, ત્યાં તો ગાદલાની અંદર સોનાનું એક ઝૂમણું દેખ્યું. સ્ત્રીઓનો નિયમ છે કે સૂતી વખતે ડોકનો દાગીનો ઉતારીને ઓશીકે મૂકે. બાઈએ આગલી રાતે ઝૂમણું કાઢીને ઓશીકે મૂકેલું, પણ સવારે ઝૂમણું સરતચૂકથી ગાદલામાં જ રહી ગયેલું. વાળંદે પથારી કરી. આપાને પોઢાડી, ઝૂમણું સંતાડીને પડખે જ પોતાનું ઘર હતું ત્યાં ચાલ્યો ગયો. જઈને બાયડીને કહ્યું : અહીં, વંડાના દરબારમાં શું બન્યું ? આપા કાળા ખુમાણ સિધાવી ગયા ત્યાર પછી બાઈને પોતાનું ઝૂમણું સાંભર્યું. એણે ગાદલામાં તપાસ કરી, પણ ઝૂંમણું ન મળે. વાળંદને બોલાવ્યો ને પૂછ્યું : ‘એલા, ઝૂમણું ગાદલામાં જ હતું એ ક્યાં ગયું ?’ ધામધૂમથી દીકરાનાં લગ્ન પતાવીને, જાણે નવ ખંડની બાદશાહી સાંપડી હોય તેવા સંતોષથી કાળો ખુમાણ ડેલીમાં બેઠા બેઠા ડુંઘાની ઘૂંટ તાણતા હતા. દીકરાનાં વહુ કોઈ સારા કુળમાંથી આવેલાં એટલે લગ્નની સુખડીમાંથી જે બાકી વધેલું તેમાંથી રોજ સવારે ને બપોરે સસરાજીને કસુંબા ઉપર ઠૂંગો કરવા માટે તાંસળી ભરી ભરી મોકલતાં અને સસરાજી બેઠા બેઠા સુખડી ચાવતા. ચાર સાંતની જમીન ચાલી ગઈ તેનો કાંઈયે અફસોસ નથી રહ્યો – દીકરો પરણાવીને બાપ જે સંતોષ પામે છે, તેની જાણે જીવતી મૂર્તિ ! ખેપિયે ભરડાયરા વચ્ચે આવીને આપાના હાથમાં કાગળ મેલ્યો. અંદર લખ્યું હતું : ‘ગાદલામાંથી ઝૂમણું લઈ ગયા છો, તે હવે જરૂર ન હોય તો પાછું મોકલજો અને જો ખરચાઈ ગયું હોય તો એની કિંમતના રૂપિયા એક હજાર વેળાસર પહોંચાડજો.’ …. ભરનીંદરમાં પોઢેલા કોઈ નિર્દોષ માણસને મધરાતે સરકારી સિપાઈ આવીને હાથકડી પહેરાવે તેમ આપા કાળાને આ કાગળ વાંચીને થઈ ગયું. માનવીને માથે આભ તૂટી પડે એ વાત એને ખરી લાગી. ધરતી જાણે એની નજર આગળ ચક્કર ચક્કર ફરવા લાગી. પણ કાઠીનો દીકરો, ઘૂંટડો ગળતાં આવડે. ખેપિયાને જવાબ લખી આપ્યો – લખ્યું : ‘હા, ઝૂમણું લાવ્યો છું, ઘરેણે મુકાઈ ગયું છે. છોડાવીને થોડા વખતમાં આવું છું.’ બાકીની જે ચાર સાંતની જમીન રહી હતી તે માંડી કાઠીએ બીજા એક હજાર રૂપિયા ઉપાડ્યા. નવું સોળવલા હેમનું ઝૂમણું ઘડાવ્યું. ઝૂમણું લઈને ઘોડે ચડી એણે વંડાનો રસ્તો લીધો. રસ્તે ચાલતાં એને વિચાર આવે છે કે ‘આ ઝૂમણું અમારું નહિ, એમ કહેશે તો ! ઝૂમણા ઉપરવટ કાંઈ રકમ માગશે તો ? તો આ ઘોડી આપીશ. અને એટલેથી પણ નહીં માને તો ? એથીય એના ઝૂમણાની વધારે કિંમત માગશે તો ? મરીશ !’ પડખામાં તરવાર તૈયાર હતી. ડેલીની ચોપાટમાં ભૂવો આયર બેઠા હતા. તેણે ઊઠીને હાથ લંબાવ્યા : ‘ઓહોહો ! આવો, આવો, કાળા ખુમાણ ! પધારો.’ એમ આવકાર દીધો, બેસાડ્યા. ઉતાવળા થઈને કાળા ખુમાણે તો ફાળિયાની ગાંઠ છોડવા માંડી, બોલ્યા : ‘ભાઈ ! આ તમારું ઝૂમણું, સંભાળી લ્યો.’ આપા કાળા ખુમાણે ઝૂમણું કાઢ્યું. એના હાથ કંપતા હતા. ડાયરાના એક-બે ભાઈઓ બોલી ઊઠ્યા : ભૂવા આયરની આંખમાંથી આંસુની ધાર હાલી. હિમાલય રુએ ત્યારે એનાં નેત્રોમાંથી ગંગા ને જમના વછૂટે. કાળા ખુમાણના પગની રજ લઈને એ બોલ્યો : ‘કાઠી, ધન્ય હોજો તારી માને ! અને મારી માને માથે – ના, મારી માનો શો વાંક ? મારે પોતાને માથે એક હજાર ખાસડાં હોજો ! ડાયરાના ભાઈઓ, આજ આ લાખ રૂપિયાના ગલઢેરાનું મોત બગાડવા હું ઊભો થયો’તો. મારી બાયડીએ એક વાળંદનું કહ્યું માન્યું ! પણ બાયડીને શું કહું ! મેં પોતે જ આવું કાં માન્યું ? પેશાબ કરવા હું ઊભો ન થયો હોત તો આજ આ કાઠીને અફીણ ઘોળવું પડત ને !’ …. પછી ભૂવા આયરે કાળા ખુમાણને બે હાથ જોડી કહ્યું : ‘ભાઈ ! નવું ઝૂમણું તો તમારું જ છે. અને આ બેમાંથી એક ઝૂમણું મારી બે’નને કાપડામાં : આ રૂપિયા એક હજાર ભાઈને વધાવવાના : ના પાડે એને જોગમાયાના સોગંદ છે'
‘ત્યારે હું શું કરું ?’
‘બીજું શું ? ભાઈબંધોને ઊભે ગળે ખવરાવ્યાં છે, તે આજ તો એકાદાને ઉંબરે જઈ રૂપિયા હજારનું વેણ નાખો ! આપણે ક્યાં કોઈના રાખવા છે ? દૂધે ધોઈને પાછા દેશું.’ આપા કાળાને ગળે ઘૂંટડો ઊતર્યો. એણે નજર નાખી જોઈ. મનમાં થયું કે, ‘વંડે પહોંચું. ભૂવો આયર તો મારો બાળપણનો ભાઈબંધ છે, ઘોડિયાનો સાથી છે. ભગવાને એને ઘેર માયા ઠાલવી છે. લાવ્ય, ત્યાં જ જાવા દે.’
રસોડામાંથી આયરાણીએ કહેવરાવ્યું : ‘આયર તો લાંબે ગામતરે ગયા છે.’
‘હશે બાપ. જેવાં મારાં તકદીર. સવારે હું વહેલો ઊઠીને ચડી નીકળીશ.’
‘આ લે. સંતાડી દે.’
‘આ ક્યાંથી લાવ્યા ? આ તો માનું ઝૂમણું !’ બાકી ચોંકી ઊઠી.
‘ચૂપ રે, રાંડ ! તારે એની શી પંચાત ! ઝટ સંતાડી દે.’
‘અરે પીટ્યા, આ અણહકનું ઝૂમણું આપણને નો જરે.’
હજામે બાયડીને એક થપાટ લગાવી દીધી. ઝૂમણું કઢીના પાટિયામાં નાખ્યું, અને આખો પાટિયો ચૂલાની આગોણમાં દાટી દીધો. ભળકડું થયું એટલે આપો કાળો ખુમાણ તો બાઈને મોઢે થયા વગર ઘોડીએ ચડીને ચાલી નીકળ્યા. ઘેર જઈને આઠ સાંતીમાંથી ચાર સાંતી જમીન વાણિયાને થાલમાં માંડી દીધી. જમીન માથે રૂપિયા હજાર લીધા અને દીકરાનાં લગ્ન કર્યાં.
હજામ કહે : ‘માડી, મને ખબર નથી.’
બાઈ સંભારવા લાગ્યાં : ‘તંઈ કોણે લીધું હશે ?’
વાળંદ બોલ્યો : ‘હેં મા, આપો કાળો ખુમાણ તો નહિ લઈ ગયા હોય ને ?’
‘ઈ શું કામ લ્યે ?’
‘રાતે વાત કરતા’તા કે દીકરાના લગનમાં એક હજાર રૂપિયાની જરૂર હતી.’
‘હા વાત ખરી. પણ કાંઈ છાનામાના લઈ જાય ?’
‘એમાં શું, માડી ? મારા બાપુને એને ભાઈબંધી ખરી ને ! પૂછીને લેતાં શરમ આવે. મનમાં એમ હોય કે પછી કાગળ લખી નાખીશ. બાપડાને જરૂર ખરીને ! એટલે બહુ વિચાર નયે કર્યો હોય !’
‘હા, વાત તો ખરી લાગે છે.’ બાઈને ગળે ઘૂંટડો ઊતરી ગયો !
થોડે દિવસે ભૂવો આયર ગામતરેથી ઘેરે આવ્યા. બાઈએ એને બધી વાત કહી. ઝૂમણાની વાત એને પણ ગળે ઊતરી ગઈ. એના મનમાં મિત્રને માટે બહુ માઠું લાગ્યું. પણ રૂપિયા એક હજારનું ઝૂમણું ! કળવકળથી કઢાવી લેવું જોઈએ. એણે ખેપિયો કરીને કાગળ મોકલ્યો.
‘ઊભા રહો, ઊભા રહો. ડાયરાને કસુંબા લેવા બોલાવીએ. ઝૂમણાની ક્યાં ઉતાવળ છે, આપા કાળા !’ કાળા ખુમાણના રામ રમી ગયા. એને પૂરેપૂરો ધ્રાસકો પડી ગયો કે ભાઈબંધ આજ ભરડાયરામાં મારું મોત ઊભું કરશે. દરમિયાનમાં વાળંદ ત્યાંથી સરકી ગયો. ડાયરો ધીમે ધીમે ભરાવા લાગ્યો. તેમ તેમ કાળા ખુમાણના ટાંગા તૂટવા મંડ્યા. હવે વાર નહોતી. ત્યાં ભૂવો આયર ઊભા થઈને પડખાની પછીતે નાડાછોડ કરવા બેઠા. અચાનક એના કાન ચમક્યા. પછીતની અંદર આ પ્રમાણે વાતો થતી હતી :
‘કાં રાડ ? કે’તી’તી ને કે નહીં જરે ?’
‘શું છે ?’
‘ઝૂમણું ઘડાવીને લાવ્યો.’
‘કોણ ?’
‘તારો બાપ – આપો કાળો ખુમાણ.’
‘અરરર ! પીટ્યા, કાઠીનું મોત ઊભું કર્યું !’
પેશાબ કરતો કરતો ભૂવો આયર આ વાત સાંભળી ગયો. એ ઠરી ગયો. ‘હાય હાય ! હાય હાય !’ – એવા ઊના હાહાકાર, ધમણે ધમાતી આગના ભડકાની માફક, એના હૈયામાં ભડભડી ઊઠ્યા. માથાની ઝાળ વ્રેહમંડે લાગી ગઈ. એ ઊભો થયો. પરબારો વાળંદના ઘરમાં ગયો. વાળંદ ઊભો ઊભો વાતો કરતો હતો, ત્યાં આયરે એના ગાલ ઉપર એક અડબોત લગાવી દીધી. પોતે પાંચ આંગળીએ સોનાના વેઢ પહેરેલ હતા એની વાળંદના ગાલ ઉપર છાપ ઊઠી આવી. વાળંદે ચીસ પાડી : ‘એ અન્નદાતા ! તમારી ગૌ !’
‘કાઢ્ય, ઝૂમણું કાઢ્ય, નીકર કટકા કરી નાખું છું.’
આગોણમાંથી ખોદીને વાળંદે કઢીનો પાટિયો કાઢ્યો; અંદરથી ઝૂમણું કાઢ્યું. એ જ ઝૂમણું ! ખૂબ કાળું પડી ગયેલું હતું. ફળિયામાં વીંટી બગલમાં દાબી, ભૂવો ડાયરામાં આવીને બેઠો. કસુંબો તૈયાર થયો એટલે નોકરને કહ્યું, ‘જા ઓરડે, ઓલ્યું જોડ્યવાળું ઝૂમણું લઈ આવ્ય.’
‘કાં આપા, અફીણનો બહુ ઉતાર આવી ગયો છે તે ધ્રૂજો છો ?’
ભૂવો આયર બોલ્યો : ‘હા, હા, આપાને મોટો ઉતાર આવી ગયો છે ! હમણાં કસુંબો પાઈએ.’ આપા કાળાને આંખે અંધારાં આવ્યાં. ભૂવો ઝૂમણું ઊંચું કરીને બોલ્યો :
‘ડાયરાના ભાઈઓ, અમારા ઘરમાં આવાં બે ઝૂમણાં હતાં. તેમાંથી એક આપો કાળો ઉપાડી ગયેલા.’
ચમકીને ડાયરાએ પૂછ્યું : ‘હેં ! ક્યાંથી ?’
‘ગાદલાના બેવડમાંથી. કેમ ખરું ને, આપા ?… અને ભાઈઓ, આપો અમારા બાળપણના ભાઈબંધ થાય છે, હોં !’
‘અરર !’ ડાયરામાં ચીસ ઊઠી.
‘આપાને ઉઘરાણી લખી એટલે આ હલકી કિંમતનું ઝૂમણું ઘડાવીને લઈ આવ્યા, ને ઓલ્યું હજાર રૂપિયાનું ઝૂમણું ગળત કરી ગયા.’
‘ભૂવા ભાઈ, આ મારી ઘોડી….’ કાળા ખુમાણનો સ્વર તૂટી ગયો. ધીરે રહીને ભૂવા આયરે પોતાની બગલમાંથી ફાળિયું લીધું, ઉખેળીને અંદરથી ઝૂમણું કાઢ્યું. ત્રણેય ઝૂમણાં ડાયરાની વચ્ચે ફગાવ્યાં; બોલ્યો : ‘લ્યો બા, હવે જોડ્ય મેળવો તો ?’
ડાયરો સજ્જડ થઈ ગયો : અખંડ જોડનાં બે ઝૂમણાં ને ત્રીજું નવીન ! શું થયું ?
આ શહેર તમારા મનસુબા ઉથલાવી દે, કહેવાય નહિ….. રમેશ પારેખની કવિતાની આ કડી કેટલા લોકોની જિંદગીની વાસ્તવિકતા હશે….શું ખબર ? ખાસ કરીને પરદેશમાં રહેતાં ભારતીયોની જિંદગી. જો કે જિંદગીને માપનારા જેમ બહુ ઓછા હોય તેમ જ પરદેશ આવીને પોતાનાં સુખ-દુ:ખ, વિકાસ કે વિનાશ, ગમા-અણગમા કે સંતોષનું માપ કાઢનારા પણ બહુ ઓછા હોય છે. અહીં આવ્યા, નોકરીમાં ચાલી જોઈએ એટલું અંગ્રેજી ફાવી ગયું અને ખાતામાં ડૉલર જમા થવા માંડ્યા એટલે ભયો ભયો….. વિકસીત દેશનું લેબલ, ઊંચી ઈમારતો, હાઈટેક સુવિધાઓ, શિસ્તબદ્ધ નાગરીકો, સ્વચ્છ રસ્તા કે શૌચાલયો અને આધુનિક જીવનધોરણ કોઈ દેશનાં વિકાસનું માપદંડ હોઈ શકે પણ જનજીવનનાં ધબકાર માપવાનું નહિ, ખાસ કરીને પરદેશીઓનાં. પરંતુ આપણે ભારતીયો આ વાત વિચારવાની કે સમજવાની તસ્દી ભાગ્યે જ લેતાં હોઈએ છીએ. વળી વ્યક્તિએ વ્યક્તિએ સુખ અને ગુણવત્તાની વ્યાખ્યા બદલાય છે. આપણે જુદા-જુદા, આપણને સતાવતા સવાલો જુદાં, આપણી તાકાતનાં જોરે શોધેલાં તેનાં જવાબો જુદા અને જાત સાથેનાં સમાધાનના પેંતરા પણ જુદા. આ સૌનાં સરવાળાથી સર્જાય છે વિદેશની દેશી દુનિયા, જ્યાં ડૉલરનાં જોર સામે દરેક સમાધાન, સમજણ અને સરખામણીનું જોર ઓછું પડે છે. દેશી મન અને વિદેશનાં ધન વચ્ચે અટવાતો ભારતની માટીનો માણસ સતત મથામણમાં રહે છે…પાછા જવું કે રહેવું ? દેશ કે ડૉલર ? સંતોષ કે સમૃદ્ધિ ? શિસ્ત કે શાંતી ? સ્થિરતા કે સ્વચ્છતા ? પરિવાર કે પરિવર્તન ? સતત ચાલ્યો કરતો આ સંધર્ષ એટલે માનસિક અખાડો, કે જ્યાં ચાલે છે વિચારોની મારામારી, તુક્કાઓની અફડાતફડી અને સંજોગોની અદલાબદલી. જેણે પરદેશની દુનિયામાં સર્જી છે એક એવી સૃષ્ટિ જ્યાં મિત્રતા, પ્રેમ, પરિવાર, સંબંધ, સંસ્કૃતિ, ધર્મ, માનવતા બધું જ છે, પણ બદલાયેલાં સમીકરણ અને વટલાયેલા સ્વરૂપે. જેના પાયામાં છે દેશી માણસનું વિદેશી માનસ….એટલે દેશી Vs ડૉલર. પરદેશની દેશી જિંદગીમાં અત્યાર સુધી સમૃદ્ધિ, સગવડ અને જલસાનાં જ ઉલ્લેખો આવ્યા છે. જેણે દેશમાં બેઠેલાઓને સુખનાં સરનામાં તરીકે પરદેશનું નામ-ઠામ પકડાવી દીધું છે. આને બનાવટ કહેવી કે ઢાંકપીછોડી ? પરંતુ બધે જ હોય તેમ અહીંની જિંદગીમાં પણ સુખની સાથે દુ:ખ છે. તે પણ એવા કે ના કોઈને કહી શકાય કે ના રહી શકાય. ભારતમાં રોજનું કમાઈને રોજ ખાનારો માણસ પણ રાત પડે ગરમ રોટલા ભેગો થાય છે. અહીંનાં માણસ પાસે ખાધે ખુટે નહિ તેટલું છે પણ તાજુ-ગરમ ખાવા માટે તેણે વીકએન્ડ અથવા તો જમવાનું આમંત્રણ આવે ત્યાં સુધી રાહ જોવી પડે છે ! દેશમાં સપનાંની દુનિયા સમૃદ્ધ છે જ્યારે અહીં તો સપનાં જોવાનો પણ સમય નથી. કારણ અહીંની હકીકતો સપના જેટલી જ અઘરી હોય છે. વિદ્યાર્થીને જોઈએ છે – ડીગ્રી, પરદેશનું નાગરિકત્વ, કાયમી નોકરી અને ના તૂટે તેવા લગ્ન. જ્યારે દંપતીને આશા છે – કહ્યું માને તેવા છોકરાં, પોતાનું ઘર કે જેનું મોરગેજ ભરવા માટે દંપતિ બંન્ને કમાઈ શકે તેમજ બાળકો સંભાળવા દેશમાંથી આવી શકે તેવું પરિવારજન. આમાનું બધું પરવારીને બેઠા હોય તેમને બીક છે વિલાયતી જમાઈ કે વહુની. તે પ્રકરણ પતી ગયું હોય તો જોઈએ છે, પૌત્ર-પૌત્રીને મોટા કરવાની જવાબદારીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ. આ બધું ક્રમશ ચાલ્યા જ કરે છે જેને કારણે ચેન, સલામતી અને આરામ અહીં એટલા મોંઘા છે કે મોટાભાગના માણસો ગરીબીની રેખા નીચે જીવતા જેવા જ લાગે. કોઈ સ્વીકારતું નથી એ એક અલગ વાત છે ! દેશમાં આપણને એન.આર.આઈ કહે પણ શુદ્ધ ગુજરાતીમાં આપણી દશા ‘ધોબીનાં કુતરાં નહિ ઘરનાં કે નહિ ઘાટનાં’ જેવી છે. દેશીપણા પર પરદેશનો ગિલેટ ચડાવીને ફરનારા આપણે મોટા-મોટા દેશમાં રહેનારાં નાનાં-નાના માણસો. ડગલે ને પગલે હાંફી જનારા, થાકી જનારા અને ક્યારેક તો હારી જનારા, છતાં ડૉલરનાં મોહમાં દોડતા રહેનારાં. આ રઝળપાટમાં ક્ષણે-ક્ષણે બદલાતી આપણી માનસિકતા, વ્યક્તિત્વ અને જિંદગીનાં રંગરૂપની દાસ્તાન પરદેશની જિંદગીમાં પારદર્શકતા લાવવાના હેતુથી લખાઈ રહી છે. આપણી વચ્ચે થતી રહેતી વિચારોની લેવડ-દેવડ અને અનુભવથી પ્રેરિત આ લખાણમાં પ્રમાણિક રહેવાનો દાવો નહિ પણ પ્રયત્ન ચોક્કસ છે.
આપણાં દેશમાં ગરીબી, બેકારી, વસતી અને ભ્રષ્ટાચાર જેવાં વિકાસને રૂંધતા અમર પડકારો છે, આ જ પરિબળો અહીં પણ છે… જરા જુદી રીતે. ગરીબી અહીં પણ છે, આર્થિક નહીં પરંતુ માનસિક – જેમાં એક ભારતીયને જોઈને બીજા ભારતીયને હસવાનું પણ પોસાતું નથી. અહીં લોકો મનથી, વિચારોથી, વર્તનથી ગરીબ છે. કામ અને કમાણી કરનારા ઘણાં ખરાં બેકાર છે કારણ તેમની નોકરી તેમનાં ભણતર, આવડત કે અનુભવનાં ક્ષેત્રમાં નથી, જેથી લાયકાતથી માણસ બેકાર થતો જાય છે. બાળકો હોય તો પોતાની રીતભાત પ્રમાણેનો ઉછેર આપવાની ચિંતા. મા-બાપમાંથી એક ઘેર રહે તો બેન્ક બેલેન્સનાં ઉછેરમાં ઉણપ આવે, ચાઈલ્ડ કેરમાં મોકલે તો મોંઘુ પડે. બાળકો છે, પણ પારિવારીક જીવન બેન્ક બેલેન્સ અને ઘડિયાળનાં કાંટા પર નિર્ભર છે. આર્થિક ભ્રષ્ટાચાર કરવાની તક નથી પણ લાગણી અને સંવેદનામાં શક્ય તેટલી ભેળસેળ કરીને સંબંધો નિભાવાય છે, કારણ માણસ અને હૂંફ બે જ એવી બાબત છે જે ડૉલરથી નથી ખરીદી શકાતી.
ઉપરવાળો સૌ સારાં વાનાં કરશે ! – ડૉ. આઈ. કે. વીજળીવાળા
Posted by Duty Until Death | 12:30 PM | 0 comments »‘હવે શું થશે?’ આ એક જ પ્રશ્ન બધાના મનમાં ઘુમરાતો હતો. દરેકના કાનમાં વગર બોલ્યે પણ આ સવાલ પડઘાતો હતો. અનિશ્ચતતાના ઓછાયા નીચે પસાર થતો સમય આફતના કાળ કરતાં પણ દુષ્કર હોય છે. થાકીને લોથ થઇ ગયેલાં ચરણોને મંજિલ નજીક લાગતી હોય ત્યાં જ આડો હિમાલય જેવો પર્વત ઊભો થઇ જાય તેવો જ કંઇક પ્રસંગ અમારા ઘરમાં બન્યો હતો. હવે શું થશે? – એ પ્રશ્ન સિવાય ઘરમાં જાણે કોઇનું અસ્તિત્વ જ નહોતું. ઘરનાં એક ખુણેથી બીજા ખૂણે આ સવાલ જાણે ચલકચલાણું રમીને પોતાની હાજરીની સતત પ્રતીતિ કરાવતો હતો. વાત એમ બની હતી કે મને મેડીકલ કોલેજમાં એડમિશન મળી ગયાનો કાગળ આવ્યો હતો ! આમ તો આવો કાગળ મળવો એ એક અતિ આનંદની ઘટના જ કહેવાય. એક ગરીબ છાપાવાળાની ઝૂંપડીમાં મોટા થયેલા અને દારુણ ગરીબીમાં ઉછરેલાં વિધાર્થીને મહેનત અને મેરીટથી જ મેડીકલ કોલેજમાં એડમિશન મળે એ ખરેખર ગૌરવ લેવા જેવી બીના હતી. અમારા ઘરમાં પણ ઘડીક આનંદની લહેરખી ફેલાઇ ગઇ હતી. પણ મજુરને કોઇ મર્સિડિઝ ભેટમાં આપે પછી બીજી ક્ષણે જ પેટ્રોલ કેમ પુરાવવું એ પણ એક પ્રશ્ન હોય તેવી જ દશા અમારા સૌની થયેલી. એટલે ક્યાંયથી ઉછીના પૈસા મળશે એવી ખોટી આશા પણ રાખી શકાય તેમ નહોતું. અને જો બે દિવસમાં પૈસાની વ્યવસ્થા ન થાય તો એડમિશન કેન્સલ થાય તે પણ બધા જાણતા હતા. એટલે આ વ્યવસ્થા કઇ રીતે થશે એ યક્ષપ્રશ્ન અમને ગળેથી પકડીને ગૂંગળાવી રહ્યો હતો. અને કદાચ વ્યવસ્થા ન થઇ શકી તો શું થશે ? આ ‘શું થશે?’ એ પ્રશ્ન જ અમને આજે અકળાવતો હતો. ખુદા હશે કે કેમ એ અંગે હંમેશા સાશંક રહેતાં. પણ મારાં દાદીમા અત્યંત શ્રધ્ધાળુ હતાં. અમારી મૂંઝવણ જોઇને વારંવાર એ બોલતાં હતાં કે, ‘ખુદા સૌનું ભલું કરશે! સૌ સારાં વાના જ થશે. તમે બધા ચિંતા ના કરો.’ પરંતુ અમારામાંથી બીજાં કોઇને એ સમયે આ શબ્દો પર રતીભાર પણ વિશ્વાસ નહોતો. ઝાંઝવાના જળ ઢીંચવાના જ જેનાં નસીબ હોય તેને મીઠા પાણીની આશા આપવા જેવા આ શબ્દો હતાં. સહરાના રણની વચ્ચોવચ્ચ આવતા વરસે મીઠામધ જેવા પાણીનું સરોવર હશે એમ કોઇ કહે અને રણમાં રહેતા માણસને જરાય વિશ્વાસ જ ન આવે એવું કંઇક અમારું પણ હતું. પરંતુ તરણું મળે તો તરણું, બચી જવા માટે કંઇક પ્રયત્ન તો કરવો જ રહ્યો એ ન્યાયે બાપુ, ‘ચાલો ! હજુ બે ચાર જણને મળતો આવું, કદાચ ક્યાંકથી મેળ પડી જાય!’ કહી સાઇકલ લઇને મારા ભાગ્યની શોધમાં ગયા. ઘરનાં સૌ પોતપોતાનાં કામે વળગ્યાં. અમારી કાચી માટીની તેમ જ પતરાંના છાપરાવાળી ઝૂંપડીનું ફળિયું ખૂબ વિશાળ હતું. ઉનાળાના ઉત્તરાર્ધના એ ગરમ દિવસોથી આખો દિવસ શેકાયા બાદ અમે ફળિયામાં રહેવાનું પસંદ કરતાં. અલકમલકની વાતો કરતાં કોઇ જુદાં જ પ્રદેશની સફરે પહોંચી જતાં. તે દિવસે પણ રાત્રે સાડા દશ સુધી અમે બધા બાપુની વાટ જોઇ બેઠાં હતાં. વાતો તો ત્યારે પણ અલકમલકની જ ચાલતી હતી પણ બધાયનાં મન પેલા સવાલની આસપાસ જ ઘુમરાતાં હતાં. છેક પોણા અગિયાર વાગ્યાં ત્યારે બાપૂજી આવ્યાં. એમનાં અમારી સામે દષ્ટિ માંડવાનાં અંદાજથી એ ખાલી હાથે પાછા આવ્યા છે એ અમે સમજી ગયાં. એમને કોઇએ કંઇ પણ પુછ્યું નહીં. ફક્ત દાદીમાં એક જ બોલ્યાં કે, ‘ખુદા સૌ સારા વાનાં કરશે. હવે વાતો બંધ કરીને બધા સુઇ જાવ.’ બસ, હવે એક જ દિવસ બાકી રહ્યો હતો. બીજો દિવસ ઉગ્યો. એ પણ દર સાઠ મિનિટે એક કલાકની ઝડપે જ ભાગતો હતો. સાંજના પાંચ વાગી ચુક્યાં હતાં. હવે અકળામણનું સ્થાન મૂંઝવણે લઇ લીધું હતું. મારાથી બોલાઇ ગયું, ‘એ લોકો ફી બાકી ના રાખે ? આપણને અત્યારે એડમિશન આપી દે અને પછી આપણે આવતા મહિના સુધીમાં પૈસા ભરી દઇએ તો ના ચાલે?’ પણ કોઇએ મારા સવાલનો જવાબ જ ના આપ્યો એટલે હું સમજી ગયો કે એમ નહીં જ ચાલતું હોય. અચાનક બાપૂ ઉભા થયા. મને કહે કે, ‘ચાલ! તારા એડમિશનના કાગળની અને બારમાની માર્ક્શીટની કોપી જોડે લઇને મારી ભેગો ચાલ.’ દલીલને કોઇ અવકાશ જ નહોતો. ડૂબતા માણસે છેલ્લા શ્વાસ સુધી પ્રયત્નો ન જ છોડવાના હોય. કંઇ પણ બોલ્યા વગર હું એ બધી વસ્તુઓ લઇને નીકળી પડ્યો. અમે બંને બાજુનાં ગામ તરફ સોનગઢ ગયાં. ત્યાં જઇને જે કોઇ વ્યક્તિ ઉછીના પૈસા આપી શકે તેવી લાગે તેને બાપુજી વાત કરતાં. હું ‘નમસ્તે!’ કહીને મારી માર્ક્શીટ અને એડમિશનનો કાગળ બતાવતો. દરેક વ્યકિત મારી સફળતા જોઇને ખુશ થતી અને શાબાશી આપતી. પણ પૈસા તો કોઇ કરતાં કોઇયે ના આપ્યાં. બાપુજી માંગતા, પણ દરેક વ્યક્તિ કંઇ ને કંઇ બહાનું કાઢીને પૈસા આપવાનું ટાળતી. દરેકને થતું કે આ પૈસા કોને ખબર ક્યારે પાછા મળે ! આમ ને આમ છેક સાંજ પડી ગઇ. અમે બાપ-દિકરો થોડા ઢીલા પડી ગયાં. ‘હવે શું થશે?’ એ પ્રશ્ને ફરીથી અમારા મનમાં હથોડા મારવાનું શરૂ કરી દીધું. અમે થોડીક વાર સોનગઢના બસ સ્ટેન્ડમાં મૂંગા મૂંગા બેઠાં. હાથમાં આવેલી બાજી હારી જતી વેળા વખતે માણસને જેવી વેદના થાય તેવી વેદનાની રેખાઓ મારા બાપુના ચહેરા પર ઉપસી આવી હતી. આખી જિંદગી જેણે સાઇકલ પર ફેરી કરી હોય તે માણસના હાથમાં આવેલો કોળિયો ઝૂંટવાઇ જતો લાગે તો કેવું થાય તે તો એ જ જાણી શકે, જેના પર આવી વીતી ચૂકી હોય. જેમ દિવસ એના ક્રમ મુજબ ઢળી ગયો તેમ સાંજ પણ હવે ધીમે ધીમે રાત્રિનું સ્વરૂપ લઇ રહી હતી. ઉનાળાના દિવસોમાં સાંજ થોડીક લાંબી રહેતી હોય છે. આછું આછું અંધારુ થવા લાગ્યું. બાપુએ એક નિસાસો નાંખ્યો. એમનામાં હવે સાઇકલ ચલાવાની પણ હામ નહોતી રહી. અમે બંને એ ધીમે ધીમે અમારા ગામની વાટ પકડી. મારું ગામ સોનગઢથી ફક્ત બે જ કિલોમિટર દુર છે. કંઇ પણ બોલ્યાં વિના પણ અમે લોકો ઘણી વાતો કરી શકતાં હતાં. સમય અભિવ્યક્તિની બધી જ પરિભાષા માણસને શીખવી જ દેતી હોય છે. અમે પણ એક્બીજાના ભાવ સમજી-વાંચી શક્તાં હતાં. નિરાશા અનુભવતું મારું મન વારંવાર દાદીમાનાં શબ્દો યાદ કરતું હતું કે, ‘સૌ સારા વાનાં થશે.’ પછી મનોમન જ સવાલ ઊઠતો હતો કે, ‘શું ખરેખર સૌ સારાં વાનાં થશે?’ સાંજના ઊતરી રહેલા ઓળાઓ તો એવું નહોતાં કહેતાં. સોનગઢ ગામ પૂરું થાય પછી રાજકોટ જવાના રોડ પર દક્ષિણ તરફ પાલિતાણાનો રસ્તો ફંટાય છે. એ વિસ્તારમાં ઘણા બધાં જૈન કુટુંબો રહે. હતોત્સાહ એવા અમે બાપદીકરો ત્યાંથી નીકળ્યાં એ જ વખતે શ્રી હિંમતભાઇ નામના એક ભાઇ ત્યાંથી નીકળ્યાં. મારાં બાપુજીને જોતાં જ એમણે બૂમ મારી, ‘કેમ કાસમ? આજે આમ ચાલતાં ચાલતાં જાય છે?’ (મારાં બાપુને ત્યારે અમે ખૂબ ગરીબ હોવાથી બધા તુકારે જ બોલાવતાં. આજે આ બધા જ માણસો એમને કાસમભાઇ કરીને બોલાવે છે. પૈસામાં આદર ખરીદવાની પણ વણદેખી શક્તિ રહેલી હોય છે તે અમને સમયે બરાબર સમજાવ્યું. ‘અરે, તું અત્યારે જ મારી સાથે ચાલ. તારા આ દીકરાને મારા ઘરે આવેલા એક મહેમાનને મેળવવો છે. આજે મારે ત્યાં પૂનાના એક ઉધોગપતી આવેલા છે. એમને આ છોકરાં સાથે મુલાકાત કરાવાની મારી ઇચ્છા છે. એક ગરીબ માણસનો છોકરો બારમાં ધોરણમાં આટલું સરસ રીઝલ્ટ લાવે અને મેરીટ પર મેડીકલમાં એડમિશન મેળવે એ જાણીને એમને ખૂબ આનંદ થશે. આમેય તારે આના માટે કંઇક મદદની જરૂર તો પડશે જ ને?’ આટલું બોલીને મારા સર્ટિફિકેટની કોપીમાંથી માથું ઊંચું કરી હિંમતભાઇએ મારા બાપુજી સામે જોયું. ચાર આંખ મળતાં જ એ સમજી ગયાં કે ‘જરૂર પડશે’ નહીં, જરૂર પડી જ ગઇ છે. આગળ કંઇ પણ કોઇ ન બોલ્યું. અમે ઉતાવળે હિંમતભાઇ ના ઘરે ગયાં. એમને ત્યાં મહેમાન તરીકે આવેલા પૂનાવાળા પેલા શેઠ ફળીયામાં હિંચકા પર બેઠાં હતાં. અમે એમને નમસ્તે કર્યુ, પછી બાપ દીકરો ત્યાં બાંકડા પર બેઠા. હિંમતભાઇએ મહેમાનને બધી વાત કરી. પેલા શેઠે મારા બધા સર્ટિફિકેટસ તેમજ એડમિશનના કાગળ જોયાં. એમના ચહેરા પરથી જ એ ખૂબ ખુશ થયા હોય તેવું લાગ્યું. એમણે મને પોતાની પાસે બોલાવ્યો. પછી મારી પીઠ થાબડી. ખિસ્સામાં હાથ નાંખીને એમણે 300 રૂપિયા કાઢ્યાં. મારા હાથમાં મૂક્યાં. હું ને મારા બાપુ સ્તબ્ધ થઇ ગયાં. જે રકમને માટે અમે બબ્બે દિવસથી ઝાંવા નાંખતા હતાં. તેને ઇશ્વર આમ એક શેઠના રૂપમાં અમારાં હાથમાં મૂકી રહ્યો હતો. મારી મૂંઝવણ પારખી ગયાં હોય તેમ એ શેઠ બોલ્યાં, “જો દિકરા ! આ પૈસા હું તને મારી ખુશીના આપુ છું. એ તારે ક્યારેય પાછા નથી આપવાનાં. પણ તું મોટો થા, ભણીને ડોક્ટર બની જા, પછી આવા કોઇ ગરીબ વિધાર્થીને મદદ જરૂર કરજે. અને હવે પછી દર છ મહીને તારે મને કાગળ લખવાનો. તારું બોનાફાઇડ સર્ટિફિકેટ મોકલવાનું અને હું તને નિયમિત પૈસા મોકલીશ. આ લે મારું કાર્ડ. આમાં મારું સરનામું છે.’ એમણે મને એમનું કાર્ડ આપ્યું. થોડી વાર વાતો કર્યા પછી અમે ઊઠયાં. ઘરે જવા માટે હવે પગમાં પૂરી તાકાત આવી ગઇ હતી. મેં ભગવાનને કે એવી કોઇ પણ શક્તિને ક્યારેય જોઇ નથી પણ કોઇ ને કોઇ સ્વરૂપમાં એ આવીને મને મદદ કરી જતી હોય એવું એ વખતથી પ્રતીત થઇ રહ્યું છે. અમે બાપદિકરો તો જાણે પગ નીચે કઠણ અને ખરબચડી જમીન નહીં પણ પોચા પોચા રૂ ના વાદળો હોય તેમ ચાલતા હતાં. ઘરે પહોંચ્યા ત્યારે અંધારૂ પૂરેપુરું જામી ચૂક્યું હતું. બધાં અમારી જ વાટ જોતાં હતાં. આજે વાળું તૈયાર હતું પણ કોઇએ એક પણ દાણો ચાખ્યો નહોતો. અમે લોકોએ બધી વાત કરી ત્યારે આખા ઘરમાં ખૂશીની લહેર દોડી ગઇ. જાણે આજે જ એડમિશન મળી ગયાનો સાચો આનંદ બધાએ માણ્યો હોય તેમ લાગ્યું. હાસ્યને જાણે કોઇએ જાદુઇ ડાબલીમાંથી બહાર કાઢીને વેરી દીધું હોય તેમ ઘરનો ખૂણેખૂણો તાણમૂકત થઇ હાસ્યભેર બની ગયો હતો. બધાએ સાથે બેસીને વાળું કર્યું. બાપૂજીએ બધી માંડીને વાત કરી. એક પ્રકારની શાંતિ છવાઇ ગઇ. થોડીક વાર સુધી કોઇ કંઇ પણ બોલી શક્યું નહી. પછી દાદીમાં બોલ્યાં, ‘હું નહોતી કહેતી? ખુદા સૌ સારાં વાનાં જ કરશે. કર્યા ને?’…….
એડમિશનના લેટરમાં સૌથી પહેલા પાને જ લખેલું હતું કે, ‘7 જુલાઇ 1978ના રોજ બી.જે.મેડીકલ કોલેજમાં સવારે 11.00 કલાકે હાજર રહેવું.સાથે રૂપિયા 268/- અંકે રૂપિયા બસો ને અડસઠ ટર્મફીસના એ જ દિવસે ભરવા પડશે.’ અને આ બીજા વાક્યથી જ અમને તકલીફ થઇ રહી હતી. અતિ ગરીબાઇના એ દિવસો હતા. બાપુ છાંપા વેચીને ગુજરાન ચલાવે. હાંડલામાં કંઇ પણ પડ્યાં ભેગું જ સાફ કરી નાખતાં અમે ઘેરોએક માણસ. ઘરમાં કાયમ અછતના ઓળાઓ જ આંટાફેરા કરતા હોય. બે પૈસાની બચત હોય એવું એવું તો ક્યારેય સપનું પણ ના આવે. આખર તારીખે તાવડી ટેકો લઇ જાય તેવા દિવસો હોય તેમાં બસો ને અડસઠ રૂપિયા કાઢવા ક્યાંથી ? કેટલાય ઉછીના-પાછીના થાય ત્યારે તો મહિનો પૂરો થાય. તેમાં આટલી મોટી રકમતો સાવ અણધારી જ હતી. એમ કહી શકાય કે અમારી તેવડ અને ગજા બહારની એ વાત હતી. બાપુએ પણ એટલા બધા લોકો પાસેથી ઉછીના પૈસા લીધા હતા કે હવે એમને કોઇ 10 રૂપિયા આપવા પણ તૈયાર નહોતું. તો આ રકમ તો એનાથી 30 ગણી હતી. કોણ આપે ?
‘બસ એમ જ !’ મારા બાપુજીએ ફક્ત એટલો જ જવાબ વાળ્યો.
‘મજામાં તો છે ને?’ હિંમતભાઇએ ફરીથી પુછ્યું.
‘હોવે! મજામાં જ છું!’ બાપુજીએ આટલો જવાબ ઉપલક મનથી જ દીધો. પછી અમે આગળ ચાલ્યાં. હજુ થોડાક જ આગળ ગયાં હોઇશું ત્યાં જ પાછળથી બૂમ પડી, ‘અરે કાસમ ! એક મિનિટ, આ તારી સાથે છે તે તારો દિકરો એ જ છે, જે બોર્ડમાં પણ એકાદ વિષયમાં નંબર લાવ્યો છે?’
‘હા, એ જ છે!’
‘અરે તો તો પાછો આવ!’ હિંમતભાઇએ અતિ ઉત્સાહથી કહ્યું, ‘અને એના માર્ક્સનો કાગળ કે કોપી કે એવું કંઇ છે તમારી સાથે?’
‘હા !,’ બાપુજીએ પાછા ફરતાં ટુંકો જવાબ આપ્યો, કારણકે આવું બધું તો સાંજથી લગભગ દસ વાર અમારે જોડે બની ચુક્યું હતું. અમે હિંમતભાઇ પાસે પહોંચ્યા. એમણે મારાં હાથમાં રહેલા કાગળો જોયાં. જોતાં જ એમણે આશ્ચર્ય વ્યકત કર્યું, ‘અરે! ભલા માણસ ! તું તો વાત પણ નથી કરતો કે આને તો મેડીકલમાં એડમિશન મળી ગયું છે.’
‘આજે સવારથી બધાને વાત કરતો હતો. પછી અત્યારે કંટાળીને તમને વાત ના કરી !’ મારા બાપુજી બોલ્યાં.
1942ના વર્ષના એપ્રિલ મહિનાનો એક દિવસ… મરાઠી રંગભૂમિના એક વખતના ખ્યાતનામ અદાકાર અને સંગીતકાર દીનાનાથ મંગેશકર લથડેલી તબિયતે ઘેર આવ્યા. તેમના કાનમાંથી લોહી દદડતું હતું. આઠ દિવસ સુધી તેમને પથારીમાં જ રહેવું પડ્યું. એક રાતે તેમની તબિયતે ગંભીર સ્વરૂપ પકડ્યું. પોતે જ્યોતિષ જાણતા હતા. એટલે તેમણે પોતાનું ભાવિ ભાખ્યું હતું કે હવે તેમનો અંત નજીક હતો. તેમણે પોતાની સૌથી મોટી દીકરી લતાને પથારી નજીક બેસાડીને વહાલથી કહ્યું : ‘બેટા, તમને સૌને છોડીને હું જાઉં છું. પેલા ખૂણામાં મૂકેલો તાનપૂરો અને મારા ઓશીકા નીચે રાખેલું નોટેશન્સનું પુસ્તક – બસ આ બે જ ચીજો તને આપવા મારી પાસે છે. એ બે ચીજોને સહારે અને મંગેશી માતાના આશીર્વાદ સાથે તારે જીવન શરૂ કરવાનું છે. ઈશ્વર તને સહાય કરે.’ બીજે દિવસે સવારે પૂનાના સાસૂન હોસ્પિટલમાં પથારી પાસે માત્ર લતા અને માની હાજરીમાં તેમણે છેલ્લા શ્વાસ લીધા. લતા નોંધે છે : ‘મારા પિતાના કોઈ મિત્રો કે અમારાં સગાંવહાલાં આવ્યાં નહીં. આખરે બપોરે સાડા ત્રણ વાગ્યે પિતાના શબને અમે ઘેર લાવ્યાં અને ઉતાવળે સાંજે જ તેમનો અગ્નિદાહ કર્યો. કારણ, તે દિવસો ‘બ્લેકઆઉટ’ના હતા.’ લતાની ઉંમર એ સમયે માત્ર તેર વર્ષની હતી. નાની બહેન આશા, મીના, ઉષા અને ભાઈ હૃદય તો નાનકડાં હતાં. છેલ્લે છેલ્લે કથળી ગયેલી ઘરની હાલતમાં હવે ઘરની સઘળી જવાબદારી આવી ગઈ લતા ઉપર. શરૂઆતમાં કેટલીક મરાઠી-હિન્દી ફિલ્મોમાં લતાએ અભિનય કર્યો હતો પણ એની કમાણી એવી હતી કે કુટુંબને ઘણી વાર બે ટંકનું ભોજન પણ મળતું ન હતું. માત્ર પાણી પીને બાળકો સૂઈ જતાં હતાં. પિતાએ અંત સમયે સોંપેલો તાનપૂરો હવે એનો એકમાત્ર આધાર હતો. એ તાનપૂરા સાથે નાનકડી લતાને આમ તો આઠ વર્ષની દોસ્તી હતી. પિતા દીનાનાથ એ જમાનામાં સુપ્રસિદ્ધ સંગીતકાર હતા. વિદ્યાર્થીઓ એમને ત્યાં શાસ્ત્રીય સંગીત શીખવા આવતા. એક વખત એક વિદ્યાર્થીએ તાલમાં ભૂલ કરી. દૂર બેઠેલી પાંચ વર્ષની બાલિકા લતાએ તેની ભૂલ બતાવી. પિતા તો ત્યાં બેઠા જ હતા. માત્ર શ્રવણથી કેળવાયેલી લતાની કોઠાસૂઝથી પિતાના મનમાં ઝબકારો થયો. ‘ભલે પાંચ વર્ષની છે. પણ હવે તાલીમ લેવા માટે તે તૈયાર છે.’ બીજે જ દિવસે એમણે લતાને મળસ્કે ચાર વાગે ઉઠાડી. એના નાનકડા દૂબળા હાથો વચ્ચે તાનપૂરો પકડાવ્યો. માથે હાથ મૂકીને આશિષ આપ્યા. પુરિયા ધનાશ્રી રાગથી તેનો પહેલો પાઠ શરૂ થયો. પછીની વહેલી સવારો પિતા દ્વારા દીક્ષિત વિવિધ રાગોથી સુગંધિત બનતી ગઈ. લતાના અવાજમાં પરિપકવતાનો પિંડ બંધાતો ગયો. સંગીત-સમજની સૂક્ષ્મતા સર્જાતી રહી અને ત્યાર પછી પરમસિદ્ધિ પ્રાપ્ત કર્યા પછી પણ એ સિલસિલો ચાલુ જ રહ્યો. સંગીત શીખવાની શરૂઆત કરનારને પહેલો પાઠ સામાન્ય રીતે સરળ કહેવાય તેવા ભૂપાલી રાગ દ્વારા કરાવવામાં આવે છે. જ્યારે પિતા દીનાનાથે લતાને પુરિયા ધનાશ્રી – જે શીખનાર માટે ઠીક ઠીક અઘરો કહેવાય તેવા રાગથી શરૂઆત કરાવી. કેવા એ સંગીતકાર – કેવી એમની શ્રદ્ધા એમની દીકરી પ્રત્યેની કે પુરિયા ધનાશ્રી જેવા રાગથી આરંભ કરાવ્યો ! 1941માં એક એવી ઘટના બની જે લતાને પાર્શ્વગાયનની સામ્રાજ્ઞી બનાવવામાં નિમિત્તરૂપ બની. ‘ખજાનચી’ ફિલ્મ પૂનામાં ધૂમ મચાવી રહી હતી. એ વખતે ફિલ્મમાં સારા ગાનારની શોધ માટે એક ‘ખજાનચી મ્યુઝિક કોમ્પિટિશન’ યોજવામાં આવી હતી. એમાં ખજાનચી ફિલ્મના સંગીત-નિર્દેશક ગુલામ હૈદર પણ હાજર રહેવાના હતા. લતાએ પિતાથી ખાનગી રીતે આ સ્પર્ધાનું ફોર્મ ભર્યું હતું. કારણ કે દીકરી ફિલ્મી ગીતો ગાય તે પિતાને પસંદ ન હતું. છતાં કોઈક રીતે એમને આ વાતની ગંધ આવી ગઈ. તે ગુસ્સે થયા, પણ જુદા કારણસર – દીનાનાથની દીકરી પહેલી ન આવે તો… આબરૂ શી રહે ? પણ એ ભય પત્તાંના મહેલની જેમ તૂટી પડ્યો જ્યારે ચન્દ્રકોથી ઊભરાતા તેના નાજૂક સીના સાથે નાનકડી લતાએ ઘરમાં પ્રવેશ કર્યો. સાથે તેને એક વધુ ભેટ પણ મળી હતી – દિલરૂબાની ! નાની વયથી જ તેની સંગીત પર પકડનો એક સરસ પ્રસંગ છે. તે વખતે લતા માંડ આઠ-નવ વર્ષની હશે. એક સમારંભમાં તેણે એક ગીત ગાવા માંડ્યું. ગીતના અંતે તાળીઓના ગડગડાટથી તેને વધાવી લેવામાં આવી. આખો કાર્યક્રમ પૂરો થયા બાદ પ્રેક્ષકો-શ્રોતાઓએ એ નાનકડી છોકરી પાસે ફરી ગીત સાંભળવાનો આગ્રહ રાખ્યો. તપાસ કરતાં જણાયું કે લતા તેની માતાના ખોળામાં ઘસઘસાટ ઊંઘતી હતી ! દીનાનાથના મૃત્યુ પછી ભરણપોષણનો બીજો કોઈ આરો ન દેખાતાં લતાએ ફિલ્મ સ્ટુડિયોનાં ચક્કર મારવા શરૂ કર્યાં હતાં. આશાના કિરણ સાથે ઊગેલી સવારે એ ઉંબર બહાર પગ મૂકતી અને સાંજે-રાત્રે થાકેલી નિરાશાથી ભાંગી પડેલી ફરી ઉંબર વટાવીને ઘરમાં આવતી. દિવસે દિવસે સુકાતો એ મ્લાન ચહેરો જોઈને નાનાં ભાઈ-બહેન પણ શિયાવિયાં થઈ જતાં. એ વખતે હજી પ્લેબેકનો જમાનો આવ્યો ન હતો. તો પછી આવી દૂબળીપાતળી ને શામળી છોકરીને કોણ ફિલ્મમાં રોલ આપે ? આખરે સાંજે કામ પત્યું ત્યારે ગુલામ હૈદર બહાર આવ્યા. લતાને જોતાં જ એમને યાદ આવી ગયું. સ્ટુડિયોના મ્યુઝિશિયનો પણ જતા રહ્યા હતા. આખરે પોતે જ હાર્મોનિયમ પર બેઠા. શશધર મુખરજી પણ બેઠા હતા. લતાએ નૂરજહાંએ ગાયેલું ઝીન્નત ફિલ્મનું એક ગીત ગાયું. શશધરે લતાને ‘નપાસ’ કરી દીધી. આવો દૂબળો અને ઝીણો અવાજ ન ચાલે. પરંતુ ગુલામ હૈદર લતાના કંઠની સોનાની ખાણને પારખી ગયા હતા. તેમણે શશધર મુખરજીને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું : ‘તમને ઠીક લાગે તેમ કરો. પરંતુ સામી દીવાલે લખી રાખજો કે એક દિવસ નિર્માતાઓ અને દિગ્દર્શકો આ છોકરી પાસે ગવડાવવા માટે તેના પગ પકડતા હશે !’ બીજે દિવસે હૈદરસાહેબે લતાને બોલાવી. લોકલ ટ્રેનમાં તેને મલાડ લઈ ગયા – ‘બોમ્બે ટૉકિઝ’ સ્ટુડિયોમાં. ટ્રેનમાં બેઠા બેઠા તેમણે ‘મજબૂર’ ફિલ્મના પ્રથમ ગીતની બંદિશ કરી. લતાને ગવડાવ્યું. તેની સાથે પોતાના સિગારેટના ટિન પર રિધમ આપી. આ ફિલ્મે બાદમાં સુવર્ણ જયંતી ઊજવી. અને તેય મુખ્યત્વે મ્યુઝિકના જોર પર. તેના આ પ્રથમ ગીતથી ફિલ્મી જગતમાં સન્નાટો મચી ગયો. ગુલામ હૈદરસાહેબની આગાહી સાચી પડી રહી હતી. લતાને કામ મળવા માંડ્યું હતું. મલાડ, અંધેરી ને ગોરેગાંવના સ્ટુડિયોમાં એની સવાર, બપોર ને સાંજ પસાર થતી ગઈ. રોજ બે-ત્રણ બે-ત્રણ ગીતોનું રેકોર્ડિંગ થતું રહ્યું. લતાને હજી યાદ છે તે દિવસો – ‘સ્ટુડિયોમાંથી કારની સતત આવનજાવન રહેતી છતાં કોઈ મને લિફટ આપતું ન હતું. હું તો લોકલ ટ્રેનમાં જ અથડાતી – કુટાતી રહી !’ 1948નું વર્ષ એને માટે સુવર્ણવર્ષ સમું નીવડ્યું. છ વર્ષના ગાળામાં તેનું નામ ચમકી ઊઠ્યું હતું. લગભગ બધા જ નામી સંગીત-દિગ્દર્શકો સાથે તે કામ કરી ચૂકી હતી. 1948માં તેણે પોતાની મોટરકાર ખરીદી ! અને 1948ની જ એક સોનેરી સવારે તેણે એક યાદગાર ગીત ગાયું…. ફિલ્મ હતી ‘મહલ.’ સંગીત-નિર્દેશક હતા ખેમચંદ પ્રકાશ અને ગીત હતું : ‘આયેગા…. આયેગા… આનેવાલા…’ પછી તો કીર્તિ અને કલદાર તેનાં ચરણ ચૂમવા લાગ્યાં. ‘અંદાઝ’, ‘આગ’, ‘બરસાત’ ફિલ્મોએ લતાને સર્વોચ્ચ શિખરે બેસાડી દીધી. પોતાની પાસે જ્યારે ઠીક કહી શકાય તેવી આવક થઈ તેમાંથી તેણે સૌ પ્રથમ તેનાં નાનાં ભાઈબહેનો માટે કપડાં અને તે મૂકવા કબાટ ખરીદ્યું. ગરીબીના કારમા દિવસો કાપવા માતાનાં વેચાઈ ગયેલાં ઘરેણાં પાછાં ખરીદ્યાં. પોતે ત્યારથી ગરવીલા સફેદ રંગનાં કપડાં ધારણ કર્યાં. મોટે ભાગે તે આજે પણ સાદગીમાં જ રહે છે. લતા મંગેશકરનું સ્થાન ચાર ચાર દાયકા સુધી ફિલ્મી પાર્શ્વગાયન ક્ષેત્રે નિશ્ચલ અને અજોડ રહ્યું છે. વીતેલાં વર્ષોમાં બીજી કેટલીય પાર્શ્વગાયિકાઓ આ ક્ષેત્રમાં આવી છે. કેટલાકે સારો યશ પ્રાપ્ત કર્યો છે – કીર્તિ સંપાદન કરી છે – છતાં લતાની બરોબરી કરી શકે તેવો કંઠ હજી ફિલ્મી દુનિયાને પ્રાપ્ત થયો નથી. ફિલ્મી જગતની કારકિર્દી છતાં લતાએ કદી સસ્તી લોકપ્રિયતા ઈચ્છી નથી. કોઈ સમારંભમાં એ ગાતાં નથી. એના જેટલી વિપુલ સંખ્યામાં પણ કોઈએ ગીતો ગાયાં નથી. એટલે જ તો ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડઝમાં તેઓ સ્થાન પામ્યાં છે. તેમણે 26,000થી પણ વધુ ગીતો ગાયાં છે. લતાનો અદ્દભુત કંઠ ઈશ્વરની એક અદ્દભુત કૃપા સમાન છે. એક દંતકથા સમાન છે. સાધનાની સરાણે ચઢીને એનો સૂર દિવ્ય તેજ પામ્યો હોય તેમ અવિરતપણે રેલાઈ રહ્યો છે. લતાને માટે ગાવું એ શ્વાસ લેવા જેટલું જ સહજ છે. કેટલાંક ગીતોની બંદિશ ટેલિફોન ઉપર જ સાંભળીને સ્ટુડિયોમાં પહેલી જ વારના ટેકમાં તે રેકર્ડ થઈ શક્યાં છે. ધન-વૈભવ, કીર્તિ અને કોઈ અભાવ વિનાની ચરમ પરિતૃપ્તિના શિખરે હોવા છતાં તે અત્યંત સૌમ્ય, વિવેકી અને સાદગીથી ભર્યાં ભર્યાં છે. બધાં ભાઈબહેનો, મીના, આશા, ઉષા પાર્શ્વગાયિકાઓ છે. ભાઈ હૃદયનાથ સંગીત-નિર્દેશક છે. આટલી સિદ્ધિના શિખરે ઊભવા છતાં લતાના હૃદયમાં એક જ રંજ છે. એને એના પિતાની ઈચ્છાનુસાર શાસ્ત્રીય સંગીતની જ સાધના કરવી હતી. સંજોગોએ એને ફિલ્મક્ષેત્રમાં લઈને મૂકી દીધી. શાસ્ત્રીય સંગીતના આરાધકો – ગમે તેવા ઉચ્ચકોટિના પણ ફિલ્મી સંગીત માટે સૂગ ધરાવે છે. કહે છે કે સાધનાનું મૂલ્ય તો છે જ છતાંય પરમેશ્વરની કૃપાનો કોણ ઈન્કાર કરી શકે ? હા, સંગીતના પરમ સાધક પિતાના હૃદયના આશીર્વાદ સાથે બાલિકા લતાના હાથે ધરાયેલા એ તાનપુરાના સૂરોમાં મા મંગેશીના આશિષ પણ ભળ્યા હતા એ વાત અવાજની સામ્રાજ્ઞી લતા મંગેશકરને હૈયે બરાબર કોતરાયેલી છે. કારણ કે આજે પણ તેને પુરિયા ધનાશ્રીના સૂરો સંભળાય છે.
એક દિવસ અચાનક-
આવી એક રઝળપાટમાં લતાને નામી સંગીત-નિર્દેશક ગુલામ હૈદરસાહેબ મળી ગયા. લતાએ તેમને કામ આપવા વિનંતી કરી. ગુલામ હૈદરને છ વર્ષ પહેલાં ‘ખજાનચી’ની સ્પર્ધામાં પ્રથમ આવેલી આ છોકરી બરાબર યાદ હતી. બીજે દિવસે એને સ્ટુડિયોમાં બોલાવી. તે વખતે શશધર મુખરજીની ‘શહીદ’ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું. સવારે દસ વાગે લતા પહોંચી ગઈ સ્ટુડિયો પર. રેકોર્ડિંગ રૂમની બહાર હૈદર સાહેબની વાટ જોતી બેઠી. હૈદરસાહેબ આ વાત ભૂલી ગયેલા. આખો દિવસ એ છોકરી તેમના બહાર આવવાની વાટ જોઈને બેસી રહી – ભૂખે અને તરસે ! રખે ને પોતે ક્યાંક ખાવા-પીવા જાય ને સાહેબ બહાર આવે. પોતાને ન જુએ અને માંડ હાથ આવેલી તક સરકી જાય તો….
એક રસપ્રદ પ્રસંગ બન્યો હતો.
એક ખાંસાહેબે-ઉસ્તાદજીએ વાતવાતમાં અભિપ્રાય આપી દીધો : ‘ઠીક છે, છોકરી ફિલ્મોમાં ગાય છે એટલે એ આટલી બધી લોકપ્રિય થઈ ગઈ છે, પરંતુ આમાં સંગીત-સાધના ક્યાં ?’ લતાને કાને આ વાત ગઈ. ખૂબ આદરપૂર્વક ઉસ્તાદજીને લતાએ પોતાને ત્યાં આમંત્રણ આપ્યું. એમના ચરણસ્પર્શ કરીને કહ્યું :
‘હું તાનપૂરો લઈને બેસું છું. આપ કાંઈક ગાઓ. હું તે દોહરાવવાની કોશિશ કરીશ.’
આવી ગુસ્તાખી ! ઉસ્તાદજીએ મનોમન લતાને પાઠ શિખવાડવાનું નક્કી કર્યું હોય તેમ એક વિચિત્ર તાનપલટાવાળી ગત ગાઈ. લતાએ તરત જ – ક્ષણનાય વિલંબ વિના ઉસ્તાદજી કરતાં પણ વધુ સહજતાથી-કુશળતાથી એ ગત ગાઈ સંભળાવી ! ઉસ્તાદજી અવાક થઈ ગયા. હવે તો એ પણ લતાની પ્રશંસા કરતા થાકતા નથી.
પ્રેમના રંગથી જો ના રંગાયું વિશ્વ હોત આ ! (‘હૃદય ત્રિપુટી’)
ઝમી ખા ગઈ આસમા કૈસે કૈસે
સો સો દિવાલો બાંધતા ત્યાં ફાવશો કોઈ નહીં !
જીવ્યો, મરીશ, જ્યમ તારક ત્યાં ખરે છે.
દિવસ તેર રહ્યા છે, મળવા પ્રિય મારી તને’
તેમજ પ્રીતિ તારી ખેંચે મુજને તુજ ભણી.’
ઘટે ના ક્રૂરતા આવી : વિશ્વ આશ્રમ સન્તનું.
ઘટે ના ક્રૂર દષ્ટિ ત્યાં, વિશ્વ સૌંદર્ય કુમળું.
અને મારું હૈયું, સમજી નવ વહેલું કંઈ શક્યું.
હતી તું તો શિષ્યા, રમતમય એ ચાગ તુજ સૌ,
અહો ! કોડે-હેતે, હૃદય મમ એ લાડ પૂરતું.
તેને ન ચાહું, ન બને કદી એ.
ચાહું છું તો ચાહીશ બેયને હું,
ચાહું નહિ તો નવ કોઈને હું.
ફરજ ઘસડે કેદી થાવા અને મરવા દુ:ખે !’
વળી છે રિશ્તે દૂર રખાવ્યો મોતને હાથે !
લઈને પાંખડી તોડી રખાવ્યા માશુકે કાંટા !
છૂટ્યો તેને અરર ! પડી ફાળ હૈયા મહીં ને !
રેરે ! લાગ્યો દિલ પર અને શ્વાસ રુંધાઈ જાતાં
નીચે આવ્યું તરૂ ઉપરથી પાંખ ઢીલી થતાં માં
પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે;
ઓહો ! કેવું સ્મરણ મધુરું પાપનું એ ધરે છે !
માફી પામ્યું કુદરત કને એમ માની ગળે છે !
અહો ! કેવું સુખી જોડું કર્તાએ નિરમ્યું દિસે !
ત્યાં ધૂલ દૂર નજરે ઉડતી પડે છે
ને અશ્વ ઉપર ચડી નર કોઈ આવે;
ટોળે વળી મુખ વિકાસી ઊભા રહીને,
તે અશ્વ કુતુહલે સહુ બાલ જોતા !
‘શું કોપ્યો છે પ્રભુ મુજ પરે ?
કે પછી :
‘રસહીન ઘરા થૈ છે, દયાહીન થયો નૃપ,
નહીં તો ના બને આવું.’ બોલી માતા ફરી રડી. રાજા પોતાની રૈયતના રખોપા કરવાને બદલે કર્તવ્યભ્રષ્ટ થઈને એમનું શોષણ કરે ત્યારે ધરતી પણ રસકસ વગરની થઈ જાય છે એવું આ પંક્તિ સૂચવે છે. અત્યારના રાજા એટલે રાજકારણીઓના અનેક કૌભાંડ જોઈને ‘નૃપ’ની જગ્યાએ ‘મંત્રી’ શબ્દ મૂકી દઈએ તો આ પંક્તિ આજની પરિસ્થિતિમાં પણ બંધબેસતી છે એમ નથી લાગતું ?
ઉમ્મર ગુઝારી ઢૂંઢતા તુને, સનમ !
કોઈ વર્ષે દસ બાર, કોઈ પચ્ચિસે પચાસે,
કોઈ સાઠ સિત્તેર, કોઈ પોણોસો એંસી,
જે જીવ્યું તે જાય, નથી રહેવાનું બેસી.
બંદ, સુગંધ કહાં બન બાસે ?
કાં તુજ નયનો ફૂલ વિણ વ્યાકુલ ? તુજમાં વસ્તુ અનુપ !
મોરલો મરત લોકમાં આવ્યો
મોરલા એવડા તે રૂપ ક્યાંથી લાવ્યો ?
આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની !
માશુકોના ગાલની લાલી મહીં લાલી, અને
જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની !
ધોવા બુરાઈને બધે, ગંગા વહે છે આપની !
છે આખરે તો એકલી ને એ જ યાદી આપની !
[1] રવીન્દ્રનાથ ઠાકુર બંગાળનો એક નાનકડો છોકરો. એનું નામ રવીન્દ્ર. પણ નિશાળે ગયા પછી થોડા જ દિવસોમાં તો રવીન્દ્ર ત્રાસી ગયો. નિશાળ એને જેલ જેવી લાગવા માંડી. ત્યાં તો વખતસર જવું પડે. શિસ્તથી બેસવું પડે. બોલવાનીય છૂટ નહિ. અને જરાક ભૂલ થઈ જાય તો સજા પણ આકરી થાય. કોઈ વાર તો માસ્તર અંગૂઠા પકડાવે, કોઈ વાર હથેળીમાં આંકણી મારે, કોઈ વાર પાટલી ઉપર ઊભા કરીને બે હાથ લાંબા કરાવે. પછી એ હાથ ઉપર બીજા છોકરાઓની ઢગલોએક સ્લેટોની થપ્પી કરાવે ! રવીન્દ્રને થોડા વખતમાં તો નિશાળનો ને ભણતરનો મોહ ઊતરી ગયો. એણે નિશાળે જવાના અખાડા કરવા માંડ્યા. એક વાર તો એણે વિચાર્યું કે શરદી લાગે અને તાવ આવે તો હું નિશાળે જવામાંથી બચી જાઉં. આથી પોતે નજીકની નદીએ ગયા. કેટલીય વાર સુધી જૂતાં અને મોજાં સહિત જ પગ નદીમાં બોળી રાખ્યા. પછી એવાં જ લદબદ જૂતાં પહેરીને આખો દિવસ ફર્યા. પણ દુર્ભાગ્યે તાવ એમને આવ્યો જ નહિ ! નિશાળે જવું જ પડ્યું. રવીન્દ્રના પિતાનું નામ દેવેન્દ્રનાથ. એ બંગાળના મોટા જમીનદાર હતા. ખૂબ ધનવાન હતા. ઠાકોર એટલે કે ‘પ્રિન્સ’ કહેવાતા. પોતે ધનવાન હતા એટલે છોકરાઓને ભણાવવા પાછળ ખર્ચ પણ ખૂબ કરતા. ઘેર પણ શિક્ષકોની ફોજ ટ્યુશન આપવા આવતી. બિચારા રવીન્દ્રને લાગતું કે ભોગ લાગ્યા મારા કે મેં ભણતરની હા પાડી ! એનું મન ભણતરમાં બહુ લાગતું નહિ. એ તો વર્ગમાં બેઠો બેઠો પણ આકાશના ને પંખીઓના ને ઊડવાના વિચારો કર્યા કરતો. કલ્પનાશીલ એવો કે સાવ ગાંડો જ લાગે ! એક વાર તો પોતાના ઓરડામાં એક ખૂણે થોડી માટી નાખીને એમાં સીતાફળનું બી વાવ્યું. એને રોજ પાણી પાય. રોજ એની પાસે બેસી રહે; અને વિચાર્યા કરે કે હવે થોડા જ વખતમાં આમાંથી ઝાડ ઊગશે, સીતાફળ બેસશે, અને બંદા બેઠા બેઠા સીતાફળ ખાશે ! એક વખત શિક્ષકે કહ્યું કે આકાશ એટલું ઊંચું છે કે ગમે તેટલી નિસરણીઓ મૂકવા છતાં એને આંબી ન શકાય. રવીન્દ્રે ટપ કરતી કલ્પના કરી, ‘અરે હોય સાહેબ ! એ તો તમારી પાસે પૂરતી નિસરણીઓ નહિ હોય. બાકી આકાશને અડવું એમાં તે શી મોટી વાત છે ?’ પહેલાંના જમાનામાં ધનવાનોના ઘરની વાતો બધી અજબ હતી. ત્યાં સમૃદ્ધિ તો ઘણી વસતી, પરંતુ સ્વતંત્રતાનું નામનિશાન નહિ. અને આવી પરતંત્રતા એકલાં દાસદાસીઓને જ નહિ, કુટુંબના સભ્યોને પણ લાગુ પડતી. દેવેન્દ્રનાથના મહેલ જેવા મકાનમાં અને વિશાળ બગીચામાં રવીન્દ્ર ફાવે ત્યાં ફરી શકતો નહિ ! એને માથે અનેક બંધન હતાં. અમુક ઓરડામાં તો એનાથી પેસાય જ નહિ. નોકરને સાથે લીધા વગર બગીચામાં જવાય નહિ. માબાપનાં તો દર્શન પણ દુર્લભ. નોકરોને આશરે મોટા થવાનું. અને નોકર કાંઈ બધા સરખા હોય છે ? એક નોકર ગજબનો રખડેલ હતો. રવીન્દ્ર એને ભારરૂપ લાગતો. આથી એ ઘણી વાર રવીન્દ્રને એક ઓરડામાં બેસાડીને આસપાસ ખડીથી એક કૂંડાળું કરતો. પછી કહેતો, ‘જો રવીન્દ્ર ! આ કૂંડાળું ઓળંગીશ નહિ. જો તું મારી આણ નહિ માને તો તારું વહાલામાં વહાલું માણસ ફાટી પડશે.’ બિચારો રવીન્દ્ર ! આ કૂંડાળું ઓળંગવાની હિંમત એ કરી શકતો નહિ. કૂંડાળામાં બેઠાં બેઠાં જ એ બારીમાંથી બહાર જોયા કરતો. ત્યાં ઊડતાં પંખી, પવનમાં લહેરાતાં વૃક્ષ, સૂરજનાં કિરણોમાં ચમકતું તળાવ, જતાં આવતાં માનવી જોઈ રહેતો. એને આઝાદ બનીને હરવા-ફરવાનું બહુ મન થતું. પણ એ કરે શું ? રવીન્દ્રની આ ઝંખના અને આ કલ્પનાશીલતા થોડા જ વખતમાં એક નવા પ્રવાહમાં વહેવા લાગી : એમણે પોતાની બધી ઝંખના અને કુદરતનો બધો પ્રેમ કવિતાના રૂપમાં લખવા માંડ્યાં. ફક્ત આઠ વરસની ઉંમરે એમણે પહેલી કવિતા રચી ! પછી તો કવિતા રચવાનો ભારે છંદ લાગી ગયો. પોતે એક ભૂરા પૂઠાની નોટબુક મેળવી. એકાદ વરસમાં તો એ આખી નોટબુક કવિતાઓથી ભરાઈ ગઈ ! એ સોળ વર્ષનો હતો ત્યારે એના એક મોટા ભાઈએ ‘ભારતી’ નામે છાપું શરૂ કર્યું. રવીન્દ્રને આ છાપામાં કાવ્યો, લેખો, નિબંધો વગેરે જે ઈચ્છે તે લખવા માટે મોકળું મેદાન મળી ગયું. એણે ઢગલાબંધ લખાણ કરવા માંડ્યું. પરંતુ એ બધું લખાણ જથ્થાબંધ હોવા છતાં ખૂબ સરસ અને નવીન હતું. સોળ વર્ષની ઉંમરે એણે લખેલાં ઘણાં કાવ્યો તો આજે જગતનાં સર્વોત્તમ કાવ્યોમાં ગણતરી પામ્યાં છે. એને આમ પુષ્કળ સાહિત્ય લખતો જોઈને સૌએ માન્યું કે છોકરો કવિ બનશે. પરંતુ બાપાની ઈચ્છા તેને બૅરિસ્ટર બનાવવાની હતી. રવીન્દ્રના બધા મોટા ભાઈઓ પણ ઘણું ભણીને મોટા મોટા હોદ્દા પર આવેલા. એના એક મોટા ભાઈ સત્યેન્દ્રનાથ ભારતના પહેલા સર્વોચ્ચ નાગરિક અધિકારી (આઈ. સી.એસ.) હતા. આથી બાપાએ રવીન્દ્રને વિલાયતી વકીલ બનાવવા માટે ઈંગ્લેન્ડ મોકલ્યો. રવીન્દ્ર એક વરસ વિલાયતમાં રહ્યો. પણ ત્યાં તેણે વકીલાત કરતાં તો સાહિત્ય અને સંગીતનો વધુ અભ્યાસ કર્યો. બાર મહિના પછી એ દેશની મુલાકાતે આવ્યો ત્યારે રસ્તામાં ‘ભગ્નહૃદય’ નામે લાંબું કાવ્ય લખતો રહ્યો. વિલાયતથી પાછા આવ્યા બાદ એણે પરદેશમાં અને દેશમાં શીખેલા સંગીતના સૂરોની મિલાવટ કરીને ‘વાલ્મીકિપ્રતિભા’ નામનું સંગીતનાટક લખ્યું. આ નાટક એણે પોતાના કુટુંબના જ સભ્યોની મદદથી કુટુંબીઓ આગળ ભજવી બતાવ્યું. એ નાટક ખૂબ જ સફળ રહ્યું. પરંતુ એમના પિતાએ ફરીથી આગ્રહ કર્યો કે આ નાટક અને કવિતા છોડ, વિલાયત જઈને બૅરિસ્ટર બની આવ. રવીન્દ્ર અઢાર વર્ષની ઉંમરે વિલાયત જવા તૈયાર થયો. એની સ્ટીમર મદ્રાસથી ઊપડવાની હતી. પોતે ગાડી મારફત મદ્રાસ પહોંચ્યો. પરંતુ ત્યાં એકાએક બીમાર પડી ગયો. પાછો આવ્યો અને સંપૂર્ણપણે કાવ્ય-નાટકની સેવામાં લાગી ગયો. તમે કદાચ આ રવીન્દ્રને ઓળખી ગયા હશો. હા, આ રવીન્દ્ર એ જ આપણા દેશ કવિવર રવીન્દ્રનાથ ઠાકુર. મોટા થઈને એમણે ‘ગીતાંજલિ’ જેવાં ઘણાં કાવ્યો લખ્યાં, ‘ઘરે બાહિરે’ જેવી ઘણી નવલકથાઓ લખી, ‘શાંતિનિકેતન’ નામની યુનિવર્સિટી શરૂ કરી. એમનાં કાવ્યો માટે માત્ર ભારતમાં જ નહિ, એશિયા ખંડમાં સૌથી પહેલું નોબેલ પારિતોષિક ઈ.સ. 1912માં એમને અપાયું. ઈ.સ. 1941માં 80 વરસની ઉંમરે એમનું અવસાન થયું ત્યાં સુધીમાં આધુનિક ભારતના સૌથી મહાન કવિ તરીકેની તેમની નામના થઈ ચૂકી હતી. [2] ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર બિચારો બાળપણથી જ દૂબળો હતો. તમે સમજી ગયા હશો કે આપણે અહીં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની વાત માંડી છે. તમે ઈશ્વરચંદ્ર વિષે થોડુંક તો જાણતાં જ હશો. ગઈ સદીના એ મહાન વિચારક, કેળવણીકાર, સમાજસુધારક અને દેશસેવક હતા. પણ એમના બચપણની બહુ થોડી વાતો તમે જાણતા હશો. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનો જન્મ બંગાળમાં વીરસિંહ નામના ગામમાં ઈ.સ. 1820ની 26મી સપ્ટેમબરે થયો હતો. તેમના પિતાનું નામ ઠાકુરદાસ અને માતાનું નામ ભગવતીદેવી હતું. ઠાકુરદાસના પિતા નાનપણમાં જ ઘર છોડી ગયેલા. તેથી ઠાકુરદાસને બહુ નાની ઉંમરે કમાણી કરવા માટે કલકત્તા જવું પડ્યું, જ્યાં એમણે માસિક બે રૂપિયા પગારથી નોકરી શરૂ કરી હતી ! ઠાકુરદાસ ખૂબ દયાળુ હતા. ગામડે પોતાની માતા અને નાનાં ભાંડુઓને તેઓ પૂરો પગાર મોકલી આપતા. કલકત્તામાં પોતે ઘણી વાર ભૂખ્યા રહેતા ! તેઓ મહેનતુ પણ ખૂબ હતા. એથી પગાર ધીરે ધીરે વધતો ગયો અને આઠ રૂપિયા સુધી પહોંચ્યો. આ જ દિવસોમાં ઘર છોડીને નાસી ગયેલા તેમના પિતા પણ પાછા આવ્યા. તેમણે પુત્રનાં લગ્ન કરાવી આપ્યાં. ઠાકુરદાસનાં પત્ની ભગવતીદેવી પણ સદગુણોની ખાણ સમાં હતાં. એ પણ ખૂબ દયાળુ અને પરગજુ હતા. ગરીબોને જોઈને એમની આંખ ભીની થઈ જતી. કોઈ માણસને ભૂખ્યો તો જોઈ જ ન શકે. આવાં સદગુણી અને લાગણીશીલ માતાપિતાને ઘેર જન્મેલા ઈશ્વરચંદ્રમાં માતાપિતાના સંસ્કાર ઊતરે એમાં શી નવાઈ ! અનેક સદગુણોની સાથે ઈશ્વરચંદ્રમાં એક વિશેષ ગુણ ઊતર્યો હતો. એ હતી એમની બુદ્ધિ. એમના બાળપણનું વર્ણન લખનારાઓએ જણાવ્યું છે કે ઈશ્વરનું માથું એના શરીર કરતાં ઘણું મોટું હતું ! દેહ તો સુકલકડી હતો. એને કારણે માથું હતું એના કરતાંય વધુ મોટું લાગતું. જાણે નાનકડી લાકડીની ઘોડી ઉપર ગોઠવવામાં આવેલો પૃથ્વીનો ગોળો ! અત્યંત બુદ્ધિશાળી લોકો નાનપણમાં જરા વિચિત્ર લાગે એવું વર્તન કરતાં હોય છે. એ ક્યારેક હસી પડે અને ક્યારેક ઉદાસ થઈ જાય અને મોટેરાંઓને એમના હસવા કે રડવાના કારણનીય ખબર ન પડે. એ લોકોની મોટી ખોપરીના કારખાનામાં કેવાં કેવાં ચક્કરો ઘૂમે છે એનીય કોઈને સમજ ન પડે ! ઈશ્વર કેટલાંક કામ તો તદ્દન વિચિત્ર કરતો. એ ઘણી વાર પાડોશીઓને બારણે જઈને માટી ફેંકી આવે. પોતાનાં ધોયેલાં કપડાં હાથે કરીને ધૂળમાં રગદોળે. બોલે ત્યારે જીભ થોથવાય. પણ એ પાંચ વરસની ઉંમરે નિશાળે બેઠો ત્યારે એની બુદ્ધિ જોઈને શિક્ષકો આભા જ બની ગયા. ઈશ્વરને કોઈ પણ વિદ્યા બે વખત શીખવવાની જરૂર પડતી નહિ. એક વાર જે સાંભળે કે વાંચે તે એને પૂરેપૂરું યાદ રહી જાય. નવું નવું જાણવા માગે. આમ, એની ખોપરી તો મજબૂત હતી. પરંતુ શરીર ક્યાં મજબૂત હતું ? એક જ વરસના ભણતરમાં શરીર તો એવું નંખાઈ ગયું કે બીજું એક આખું વરસ માંદો રહ્યો ! પણ પછી તાજો થઈને તરત નિશાળે ગયો. ત્રણ વરસમાં તો એણે વીરસિંહ ગામમાં ભણવા જેવું જે કાંઈ હતું તે ભણી વાળ્યું. એની ઉંમર એ વેળા નવ વરસની હતી. ઈ.સ. 1829માં એના દાદાનું અવસાન થયું. પિતાની ઉત્તરક્રિયા માટે ઠાકુરદાસ કલકત્તાથી વીરસિંહ આવ્યા ત્યારે જ એમને ખબર પડી કે નાનકડો ઈશ્વર તો અક્કલની ખાણ છે. એમણે પુત્રને કલકત્તા લઈ જઈને ભણાવવાનું નક્કી કર્યું. સાચો વિદ્યાર્થી કોને કહેવાય અને એનું કૂતુહલ કેવું હોવું જોઈએ તે બતાવતો એક પ્રસંગ એ જ વખતે બન્યો. પિતા-પુત્ર કલકત્તા જઈ રહ્યા હતા. રસ્તામાં રસ્તાની બંને બાજુએ ઊભા કરેલા પથ્થરો ઉપર કશાંક લખાણ હતાં. આવા બેચાર પથ્થર આવી ગયા કે તરત ઈશ્વરના મનમાં ચટપટી થઈ : આ શાના પથ્થર હશે ? એણે તરત જ પિતાને આ પ્રશ્ન પૂછ્યો. પિતાએ સમજાવ્યું કે હવે કલકત્તા કેટલું દૂર છે, એ દેખાડવા માટે આવા પથ્થરો ઊભા કરવામાં આવ્યા છે. એમને અંગ્રેજીમાં માઈલસ્ટોન કહે છે. ઉપર લખેલા અક્ષરમાં ‘કલકત્તા’ લખેલું છે અને આંકડા માઈલના છે. આ પછી ઠાકુરદાસે ઈશ્વરને એકથી નવ અને શૂન્ય સુધીના અંગ્રેજી આંકડા લખી આપ્યા. આ એક જ વારમાં ઈશ્વરને અંગ્રેજી આંકડા આવડી ગયા. આપણે નાના ગામમાં રહેતા હોઈએ કે મોટા શહેરમાં, આવા માઈલસ્ટોન, જુદાં જુદાં બોર્ડ, ભીંતપત્રો, જાહેરખબરો ઘણું ઘણું આપણી નજર સામે આવે છે. શું આપણને એમના વિશે જાણવાનું કુતૂહલ થાય છે ખરું ? જો તમને એવું કુતૂહલ થતું હોય તો સમજી લેજો કે તમારે માટે જ્ઞાનના દરવાજા ઊઘડી ગયા છે ! આમ ઈશ્વરચંદ્ર કલકત્તા પહોંચ્યા. ત્યાં જઈને એમણે જોયું કે પિતાની સ્થિતિ બહુ સારી નહોતી. આઠ-દસ રૂપિયાના પગારમાં તેઓ પોતાનું અને કુટુંબનું ભરણપોષણ કરતા. તેઓ કલકત્તાના એક ગરીબ વિસ્તારમાં ફક્ત એક નાની કોટડી ભાડે રાખીને રહેતા. એ લોકો ઈશ્વરચંદ્ર કરતાં નાના એક ભાઈને સાથે લાવેલા. ત્રણે જણે આ કોટડીમાં રહેવા માંડ્યું. પોતે અહીં આવી ગયો હોવાથી ઈશ્વરે ઘરનું કામકાજ પોતાને શિરે ઉઠાવી લીધું. એ વહેલી સવારમાં ઊઠતો. સ્નાન વગેરે પતાવીને પોતાનો પાઠ કરતો. પછી બજારે જઈ શાકભાજી લઈ આવતો. પોતે રસોઈ બનાવતો. પિતાને અને નાના ભાઈને જમાડીને જાતે જમતો. વાસણ પણ પોતે જ માંજી નાખતો. એ પછી જ નિશાળે જતો. નિશાળેથી આવીને વળી સાંજની રસોઈ કરતો, વાસણ માંજતો, ઘરની સફાઈ કરતો અને ભાઈ તથા પિતાને ઊંઘાડીને પછી મોડી રાત સુધી અભ્યાસ કરતો. બધાં જ ઘરકામ કરવા છતાં પોતાના અભ્યાસમાં એ કદી પણ કચાશ આવવા દેતો નહિ. રાંધતાં ને નહાતાં ને વાસણ માંજતાં ને રસ્તે જતાં એ હંમેશાં પોતાના ભણતરને જ યાદ કર્યા કરતો. પરિણામ એ આવ્યું કે એ હંમેશાં વર્ગમાં પહેલો રહેવા લાગ્યો. શિક્ષકોને પ્રિય થઈ પડ્યો, અને એ જમાનામાં તો અજાયબ કહેવાય એવી માસિક પાંચ રૂપિયાની શિષ્યવૃત્તિ મેળવવા લાગ્યો ! ઈશ્વર વિદ્યાર્થી હતો ત્યારે જ એનામાં માતાપિતાના દયાના ગુણ ખીલી ઊઠ્યા હતા. એ પોતાની શિષ્યવૃત્તિનો પોતે તો ભાગ્યે જ ઉપયોગ કરતો. ઘણીખરી રકમ ઘરમાં આપી દેતો. થોડાક પૈસાથી પોતાના ગરીબ વિદ્યાર્થી મિત્રોને મદદ કરતો. ઈશ્વરચંદ્રનો આ દયાનો ગુણ જીવનભર જેવો ને તેવો જ રહ્યો હતો, અને એને વિષેની અનેક પ્રસંગકથાઓ આજે પણ આપણને વાંચવા મળે છે. આ બાજુ ભણતર તો એણે રૉકેટની ઝડપે પતાવવા માંડ્યું હતું. એ વખતે બંગાળમાં ભણતરની પ્રથા જુદી જ હતી. એમાં વ્યાકરણશ્રેણી, પછી સાહિત્યશ્રેણી, પછી અલંકારશ્રેણી…. એવી રીતનાં ધોરણ હતાં. ઈશ્વરે અગિયાર વરસની ઉંમરમાં તો વ્યાકરણશ્રેણીનો તમામ અભ્યાસ પતાવી દીધો અને એ સાહિત્યશ્રેણીને બારણે જઈને ઊભો રહ્યો. એ વખતે આટલી ઉંમરે સાહિત્યશ્રેણી સુધી કોઈ જ પહોંચતું નહોતું, આથી સાહિત્યશ્રેણીના શિક્ષકોએ તેને દાખલ કરવાની ના પાડી દીધી ! આખરે એના વ્યાકરણશ્રેણીના શિક્ષકોની ભલામણથી અને એની બુદ્ધિશક્તિ વિષે સંતોષ થવાથી એ શિક્ષકોએ તેને સાહિત્યશ્રેણીમાં દાખલ કર્યો. ઈશ્વરે આ શ્રેણી ચાર જ વરસમાં પસાર કરી. એ પછીની અલંકારશ્રેણી એટલે તો મહાપંડિતો જ પામી શકે એવા જ્ઞાનની શ્રેણી. છતાં ઈશ્વરે પંદર વરસની ઉંમરે એનો અભ્યાસ આદર્યો. અભ્યાસક્રમ અઘરો હતો. એના ગ્રંથો માથાફોડ હતા. ઈશ્વરને ઘણી મહેનત કરવી પડી. એનું દૂબળું શરીર વળી માદું પડી ગયું. આખરે 21 વરસની ઉંમરે એમણે આ અભ્યાસ પણ સફળતાપૂર્વક પૂરો કર્યો. એમણે આટલાં વરસોમાં વ્યાકરણ, કાવ્ય, અલંકાર, ન્યાય (તર્કશાસ્ત્ર), વેદાન્ત, જ્યોતિષ અને ધર્મ એટલાં શાસ્ત્રોમાં એ જમાનામાં મળતું તમામ જ્ઞાન હાંસલ કર્યું હતું. આપણે ત્યાં હમણાં જે શિક્ષણપદ્ધતિ ચાલે છે એ મુજબ જોઈએ તો એમણે સાત વિષયમાં પી.એચ.ડી. પદવી મેળવવા પૂરતો અભ્યાસ કર્યો હતો. એમને આ અભ્યાસ બદલ મળેલી પદવીનું નામ ‘વિદ્યાસાગર’ હતું. એ પછી એમને કશું ભણવાનું બાકી નહોતું. એમણે ભણાવવાનું કામ શરૂ કર્યું. પચાસ રૂપિયાના પગારથી શિક્ષક બન્યા. ઈશ્વરચંદ્રે જીવનભર વિદ્યાની લગની જાળવી રાખી. ઉપરાંત દેશમાં ભણતરના વિકાસ માટે, સ્ત્રીઓના કલ્યાણ માટે અને વહેમોનું નિકંદન કાઢવા માટે પણ જીવનભર મહેનત કરી. એ સદીના ભારતીય મહાપુરુષોમાં એમનું નામ અમર બની ગયું છે.
સાત ભાઈઓમાં એ સૌથી નાનો. છ મોટા ભાઈઓ. આ છોકરાનો જન્મ ઈ.સ. 1861ની છઠ્ઠી મેના દિવસે થયો. નાનપણથી મોટા ભાઈઓને નિશાળે જતાં જુએ. ભાઈઓ સરસ નવાં કપડાં અને ચોપડીઓ લઈને ભણવા જાય. નાનેરા ભાઈને પણ એમની સાથે જવાનું મન થાય. ભણતરમાં તો કેવીય મજા હશે, એની કલ્પના એ કર્યા કરે. આથી એણે તો બાપા પાસે હઠ પકડી : મને જલદી નિશાળે મોકલો. બાપા કહે કે ભાઈ ! તું હજી નાનો છે. તને નિશાળે જવાને વાર છે. પણ રવીન્દ્ર એકનો બે ન થયો, એટલે બાપાએ નમતું જોખ્યું, રવીન્દ્રને નિશાળે બેસાડ્યો.
.
દરિદ્ર પણ હતો અને વળી બાપની છત્રછાયાથી દૂર હતો. પરંતુ મોટો બનીને એ બંગાળનો જ નહિ, આખા દેશનો મહાપંડિત ગણાયો. કેટલાક લોકો વિદ્વાન હોય છે, કેટલાક વિદ્યાના ભંડાર જેવા હોય છે, આ તો વિદ્યાનો મોટો દરિયો હોય એવો જ્ઞાની હતો. એટલે જ ઈતિહાસમાં એનું નામ ‘વિદ્યાસાગર’ તરીકે જાણીતું બન્યું છે.
ગિરિવર ગિરનારની છત્રછાયામાં સોરઠની પવિત્ર ભૂમિ પર અનેક સંત-મહાત્માઓ થઈ ગયા. જેમાં સતાધારવાસી ગીગાપીરનું માહાત્મ્ય ઘણું મોટું છે. સતાધાર જૂનાગઢથી ૫૬ કિલોમીટરના અંતરે છે. રોડ માર્ગથી જતા બીલખા પાસે ચેલૈયાનો ખાંડણિયો અને શેઠ શગાળશાની પ્રસિદ્ધ જગ્યા આવે છે. ત્યાં બાજુમાં જ શ્રી દક્ષિણામુર્તિ પૂજ્ય શ્રીમદ્ આચાર્ય નાથુરામ શર્માનો આનંદાશ્રમ છે. કાઠિયાવાડના કાઠીકુળનાં સંતાનો સૂર્યને ઇષ્ટદેવતા માને છે. પાંચાળમાં સૂરજદેવની સ્થાપના થયા પછી તેમના સમર્થ સંતોમાં આપા જાદર ભગત થઈ ગયા. આપા જાદરના શિષ્ય દાના ભગતે ચલાળામાં આશ્રમ સ્થાપેલો. તેઓ ભજન ગાતાં, ભૂખ્યાજનોને ભોજન કરાવતાં અને ગાયોની સેવા કરતાં. તેમના શિષ્યનું નામ ગીગો હતું. આ ગીગો દાના ભગતના આશ્રમમાં ગાયોની સેવા કરતો હતો.કામમાં તેમને છાણ ઉપાડવાનું થતું. આની સાથે સાથે સતત ઈશ્વરનું સ્મરણ પણ કરતાં. ગીગાની નિઃસ્વાર્થ સેવાભાવના જોઈને દાના ભગતે તેમને ગુરુકંઠી બાંધતા કહ્યું કે ચૂલાના અગ્નિમાંથી લોબાનની ભભક ઊઠે ત્યારે ગાદીની સ્થાપના કરવી.આપા દાનાએ આશ્રમની અડધી ગાયો તેમને આપી. તે ગાયો સાથે ચલાળાની ફૂલવાડીમાં થોડો સમય રહ્યા પછી ગીગા ભગતે ગામ છોડી દીધું હતું.ઘણાં ગામોમાં પરિભ્રમણ કરતાં કરતાં ગીરમાં આંબેઆરામાં આવ્યા. જ્યાં આંબાજર નદીનાં નીર ખળખળ વહેતાં હતાં. ચારેબાજુ ગિરિમાળાઓમાં સાવજોના વાસ વચ્ચે મોરલાના ગહેકાટ સાંભળવા મળતા હતા. કુદરતના ખોળે અખૂટ પાણી અને લીલીકુંજ વનરાઈ જોઈને આપા ગીગાનું મન ધરાઈ ગયું. આપા ગીગાના ગુરુએ જે આજ્ઞા આપી હતી તે મુજબ તે ધરતીને ધર્મધ્યાન માટે યોગ્ય છે એમ જાણી ત્યાં જ ધૂણી ધખાવી દીધી. નાની ઝુંપડી બાંધીને રહેવાનું શરૃ કરી દીધું.થોડા સમય પછી વિક્રમ સંવત ૧૮૬૫માં ગાદીની સ્થાપના કરી અને ધરમની ધજા ફરકાવી. આ સ્થાન સતાધાર નામે પ્રસિદ્ધ થયું. આપા ગીગાએ શરૃ કરેલ અન્નક્ષેત્ર તેમજ સાધુ-સંતોનો સત્કાર આજે પણ સતાધારના આંગણે થાય છે. વિક્રમ સંવત ૧૯૨૬માં આપા ગીગાએ સમાધિ લીધી. આ સમાધિસ્થાન પર માનતા પૂરી કરવા અને ગાદીનાં દર્શન કરવાં અસંખ્ય ભાવિકો શ્રદ્ધાથી અહીં આવે છે. સંસ્થાના અન્નક્ષેત્રમાં કોઈ પણ જાતના ભેદભાવ વગર પ્રસાદ (જમવાનું) નિઃશુલ્ક મળે છે.આ સદાવ્રત વર્ષોથી ચાલે છે. અહીંના રમણીય સ્થાને હજારો યાત્રાળુઓ રોજ આવે છે.લાખો લોકો દર વર્ષે ગોભક્ત ગીગાપીરની જગ્યાનાં દર્શન કરી યાત્રાનો અનેરો આનંદ માણે છે. આપા ગીગાની સમાધિએ આવીને અનેક લોકો ગોસેવા કરવા માટેની માનતા રાખે છે. આપા ગીગાના અનુકરણે કરમણ નામના ભગત થઈ ગયા. તેમણે વિક્રમ સંવત ૧૯૩૩માં આપા ગીગાની સમાધિ પર દેવળ બનાવ્યું. તેઓ સમર્થ સંત હતા. આથી કહેવત છે કે કરમણ ત્રૂઠયા આપે દીકરા રૃઠયા ખોવે રાજ. આ સમર્થ સંતોની પરંપરામાં જ રામભગત અને હરિભગત થઈ ગયા.ત્યાર પછી લક્ષ્મણ ભગત જે બત્રીસ વર્ષ મહંત રહ્યા. તેમના પછી શામજી બાપુ ગાદીએ આવ્યા.તેમણે એકત્રીસ વર્ષ સુધી મહંત તરીકે ગાદી સંભાળી. તેમના સમયમાં સતાધાર ખૂબ જ પ્રસિદ્ધ થયું. શામજી બાપુ પછી જીવરાજ ભગતે ગાદી સંભાળી અને તેમના પછી જગદીશ બાપુ આવ્યા અને પછી વર્તમાનમાં વિજય ભગત ગાદીપતિ તરીકે કાર્યભાર સંભાળી રહ્યા છે. તેઓ આપા ગીગાની નવમી શિષ્યપેઢીના ગાદીમહંત છે. સતાધારની જગ્યા દીન-દુખિયા અને તરછોડાયેલા માટે મોટું આશ્વાસનનું કેન્દ્ર છે. સમાધિમંદિર ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકાર્યો કરે છે. મંદિર પરિસરમાં એક પાડાની સમાધિ પણ છે. આ પાડાનો વધ કરવા મુંબઈ લઈ જવામાં આવ્યો હતો. તેનો વધ કરવા અનેક પ્રયત્નો થયા પરંતુ તે બધા નિષ્ફળ નીવડયા હતા.મૂળ માલિકને તે પાડો પરત કરી દેવામાં આવ્યો. માલિકને તે પાડામાં દૈવી ચમત્કાર જણાતા તેને સતાધારમાં લાવવામાં આવ્યો હતો. તે પાડાની સમાધિ પર લોકો આવીને દર્શન કરે છે. - પ્રજાપતિ અલ્પેશ વાડોલીયા
જે રીતે રાજસ્થાનના પુષ્કરમાં બ્રહ્માજીનુ એકમાત્ર મંદિર આવેલું છે તે રીતે મથુરામાં યમરાજનું ભારતભરમાં એકમાત્ર મંદિર છે. બ્રહ્માજીને શાપ લાગ્યો હતો તેથી કળિયુગમાં તેમની ખાસ પૂજા થતી નથી. એ જ રીતે યમરાજ મૃત્યુના દેવતા કહેવાય છે. આથી દુનિયામાં તેમની પૂજા કોણ કરે? પરંતુ મથુરાનગરી તો ત્રણે લોકમાં ન્યારી છે. અહીં યમુનાકિનારે વિશ્રામઘાટ પર યમરાજનું મંદિર આવેલું છે. તેઓ આ મંદિરમાં એકલા બિરાજમાન નથી તેમની બહેન યમીનું પણ સ્થાન અહીં છે. મથુરાનો ઇતિહાસ અને મંદિરની પ્રતિષ્ઠા એટલી રોમાંચક અને ગરિમાપૂર્ણ છે કે લોકો શ્રદ્ધાથી યમરાજના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. યમરાજા અને યમી વેદકાળમાં દેવતા અને મંત્રકર્તા માનવામાં આવતા હતા. ઋગ્વેદમાં યમ અને યમી વચ્ચેનો સંવાદ આવે છે. વૈદિકકાળમાં યમનો મૃત્યુ સાથે કોઈ સંબંધ નહોતો. પરંતુ તેમને પિતૃ એટલે કે મૃત લોકોના અધિપતિ માનવામાં આવતા હતા. ભારતીય માન્યતા અનુસાર વ્યકિતના અવસાન બાદ યમરાજ તેને કરેલાં કર્મો અનુસાર સ્વર્ગ કે નરકમાં મોકલી આપે છે. તેઓ ધર્મ અનુસાર ન્યાય કરે છે આથી ધર્મરાજ તરીકે પણ ઓળખાય છે. તેઓ પૃથ્વી પરના દક્ષિણ દિશાના રક્ષક અને મૃત્યુ દેવતા કહેવાય છે. પૌરાણિક માન્યતા અનુસાર જગતનાં ભૌતિક ઉપાદાનોના નિર્માતા વિશ્વકર્માની પુત્રી સંજ્ઞા અને સૂર્યના પુત્ર છે. માર્કંડેય પુરાણમાં આપેલા વર્ણન અનુસાર એક વાર સંજ્ઞાએ સૂર્યના તેજને સહન ન કરી શકવાને કારણે ભયથી આંખો બંધ કરી દીધી હતી. આથી સૂર્યે ક્રોધિત થઈને શાપ આપ્યો હતો કે તેનો થનાર પુત્ર બધાનું સંયમન કરનાર બનશે. આથી યમરાજ બધાના પ્રાણ હરી લે છે. યમરાજનો રંગ લીલો બતાવવામાં આવ્યો છે. તે લાલ વસ્ત્ર ધારણ કરે છે. તેમનું વાહન પાડો છે. તેમના મદદનીશનું નામ ચિત્રગુપ્ત છે. જે પાપ-પુણ્યનો હિસાબ રાખે છે. ચિત્રગુપ્ત જે ચોપડામાં પાપ-પુણ્યનો હિસાબ લખે છે તેનું નામ અગ્ર સંઘાની છે. યમરાજની નગરીને યમપુરી કહેવામાં આવે છે. તેમના રાજમહેલને કાલીત્રી અને જે સિંહાસન પર બેસીને ન્યાય કરે છે તેને વિચારભૂ કહેવામાં આવે છે. તેમના મહાચંડ અને કાલપુરુષ નામના બે અંગરક્ષક છે. વૈધ્યત નામનો દ્વારપાળ છે અને અનેક યમદૂતો તેમની સેવામાં હાજર છે. મંદિરના પ્રવેશદ્વાર પર બનેલા એક રૃમને ચિત્રગુપ્તનો રૃમ કહેવામાં આવે છે. ચિત્રગુપ્ત અહીં આત્માને આ જગ્યાએ ઊભો રાખે છે. અનેક સદીઓ જૂના આ મંદિરની સામે ચાર ફૂટ ઊંચા મંચ પર ભગવાન શિવનું મંદિર આવેલું છે. શિવજી એ મૃત્યુંજય કહેવાય છે. આમ પણ શિવનું સ્થાન સ્મશાનમાં જોવા મળે છે. શિવ તમામ ગણોના અધિપતિ દેવતા છે. - વ્રજ ગોપાલ રાય
આપણો દેશ પુરુષપ્રધાન દેશ રહ્યો છે. આજે પણ તે પુણ્યપ્રધાન જ કહેવાય છે. આ પુણ્યભૂમિ પર ઋષિ-મર્હિષઓ અને પુણ્યઆત્માઓ અવતર્યા. ભારતની વાત્સલ્ય ધરા પર પરમાત્માએ પણ અવતાર રૃપમાં જન્મ લઈને માતા અને માતૃભૂમિની ગોદમાં ઉછર્યા. ઈશ્વરને પણ પોતાના પરમધામ કરતાં પણ વધુ માનો ખોળો વધુ ગમી ગયો. દેશ પહેલાં અને આજે પુરુષપ્રધાન રહ્યો છે તેનું કારણ ભારતીય નારીમાં સમર્પણશક્તિ ગજબની છે. તેણે પોતાનું અસ્તિત્વ પુરુષ માટે સર્મિપત કરી દીધું છે. આ રીતે તે એક સિદ્ધસાધિકા છે. નારીએ ક્યારેય પોતાનું અલગ અસ્તિત્વ છે એવું સાબિત કરવાનો પ્રયાસ કર્યો નથી. તેણે પતિ અને પુત્રની ભલાઈ માટે જ કાર્ય કર્યું છે અને તેમાં જ તેની ઉન્નતિ માની છે. નારીએ હંમેશાં નરમાં નારાયણને જોયા અને તેના કારણે જ તે પતિને પરમેશ્વર માનતી રહી. તે પરિવારના પાલનને પોતાનું પરમ સૌભાગ્ય માને છે. વાસ્તવિક રીતે જોઈએ તો ભારતીય પરિવાર ભાવનામાં સ્ત્રીનું યોગદાન બહુ મોટું છે અને તેના કારણે જ આપણી સુંદર સમાજવ્યવસ્થા જળવાઈ રહી છે. જ્યાં સુધી પુરુષોમાં સ્ત્રીઓ માટેના પવિત્ર ભાવ નહિ હોય ત્યાં સુધી એક સશક્ત સમાજની પરિકલ્પના થઈ શકતી નથી. ભારતીય નારીઓએ હંમેશાં નરમાં જ નારાયણનું ધ્યાન કર્યું છે. બાળપણમાં દીકરી સૌથી વધુ પ્રેમ પિતા પાસેથી જ મેળવતી હોય છે. તે પોતાના ભાઈઓનું પણ એટલું જ ધ્યાન રાખે છે. કિશોરાવસ્થામાં છોકરીઓ ભગવાન આશુતોષ પાસેથી સયોગ્ય વર મળે તે માટે પ્રાર્થના કરે છે. ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ મેળવતા જ આચાર્ય કન્યાને ઉપદેશ આપે છે કે તું જે ઘરમાં વધૂ બનીને જઈ રહી છે તેમની ખુશીનું ધ્યાન રાખજે. પતિની સેવામાં જ તારી ભલાઈ છે. નારી ત્યાગ કરે છે, સેવા કરે છે અને સમર્પણ કરે છે. તે પતિ અને તેના પરિવાર માટે જ તેનું સર્વસ્વ અર્પણ કરતી હોય છે. જે નારી પોતાના પરિવાર માટે આટલું બધું કરતી હોય તેના માટે તમે ધ્યાન નહિ રાખો? શું તેની આ સેવા ઉપાસના કરતાં પણ વધુ નથી? નારી નરમાં નારાયણને નિહાળે છે. સ્વયં નારાયણ પણ જ્યારે અવતાર લઈને આ ધરતી પર આવ્યા તો તેમની મહાલીલાઓમાં દર્શાવવામાં આવ્યું કે પતિ જ પરમાત્મા સુધી પહોંચવાનું પરમ સાધન છે. ભગવાન શ્રીરામને તેમના પિતા દશરથ વનમાં જવાની આજ્ઞા આપે છે. સમગ્ર અયોધ્યા શોકમાં ડૂબી જાય છે. માતા કૌશલ્યા ચોધાર આંસુએ રડવાં લાગે છે. શ્રીરામ માતાની આજ્ઞા અને આશિષ મેળવવા મહેલમાં પ્રવેશ કરે છે. માતા રામને વનમાં જવાના આદેશનું પાલન કરવા કહે છે. ત્યારે શ્રીરામ પણ માતાના ચરણસ્પર્શ કરીને વિનમ્ર ભાવે કહે છે કે હવે તમારે પિતાનું ખાસ ધ્યાન રાખવાનું છે. જે તમારો ધર્મ છે તે બરાબર નિભાવજો. જ્યારે પણ ત્યાગ, સમર્પણ કે સેવાનો અવસર આવ્યો હોય ત્યારે નારી પુરુષોથી ઊણી ઊતરી હોય એવું બન્યું નથી. રામાયણમાં સીતા પતિ રામની મુશ્કેલીઓમાં હંમેશાં પડખે જ રહે છે. સીતા વગર રામની કલ્પના કેવી રીતે થઈ શકે! શ્રીરામને જ્યારે ચૌદ વર્ષ વનમાં જવાનું થાય છે ત્યારે તે તરત જ તૈયાર થઈ જાય છે. જોકે સીતાને તેમની સાથે જવાનો આદેશ પણ નહોતો. સીતાએ પતિવ્રતા ધર્મ નિભાવતા તમામ સુખ-સુવિધાઓનું બલિદાન આપીને વનમાં જતાં દુઃખોમાં જ સુખને જોયું હતું. તે વિષમ પરિસ્થિતિમાં પોતાના બે બાળકોને ઋષિના આશ્રમમાં ઉછેરે છે છતાં પણ તે કોઈને દોષિત ગણતી નથી. પ્રારબ્ધને પ્રબળ માનીને તે પોતાની જવાબદારીમાંથી છટકી જતી નથી. તે પુત્રોને શિક્ષિત અને સંસ્કારિત કરીને સમાજને એક દિશા બતાવે છે કે કઈ રીતે મુશ્કેલીઓમાં પણ માર્ગ કાઢી શકાય છે. તમામ પ્રકારની અડચણોને તે દૂર કરીને અંતમાં જ્યારે સીતાનું શ્રીરામ સાથે પુર્નિમલન થાય છે ત્યારે પુનર્જન્મમાં પણ શ્રીરામને જ સ્વામી તરીકે મેળવવા ઈચ્છા વ્યક્ત કરે છે. ભારતની નારી ખરેખર ધન્ય છે જે દુઃખો સહીને પણ બધા માટે સુખ-શાંતિની કામના કરે છે. - સુધાંશુજી મહારાજ
કર્મફળને કર્મ કરીને જ રોકી શકાય છે. એક પત્થરને ઉપર ફેંકીને નીચે પડે તે પહેલા શું પકડી શકાય ખરો ? તમે કર્મફળની ગતિને તમે એક નવી દિશા જરુર આપી શકો છો. માત્ર જન્મકુંડળીમાં બતાવેલા ગ્રહોને જોઈને ભવિષ્ય માની લેવું તે બરાબર નથી. આખરે તો માનવીનું ભવિષ્ય તેના હાથમાં હોય છે. કાર્ય કર્યુ હોય તો તેનું પરિણામ તો અવશ્ય મળવાનું જ છે. જીવનમાં કોઈ ભૂલ થઈ હોય તો તેને પકડીને દુઃખી થવાથી કોઈ ફાયદો તો થવાનો નથી. જૂની પુરામી વાતોને ઉખેડીને ફેકી દેવામાં જ મજા હોય છે. જીવનમાં સારુ- નરસુ બનતુ જ રહેવાનું છે. આપણે તો જે કાર્ય હાથમાં આવ્યું હોય તેને યોગ્ય રીતે પાર પાડવાનું છે.ગીતામાં કહ્યુ છે તેમ આપણો તો માત્ર કર્મ પર જ અધિકાર છે, ફળ આપવું કે ન આપવું તે કુદરતના હાથમાં છે. ભગવાનમાં વિશ્વાસ રાખીને કાર્યને આગળ ધપાવવામાં આવે તો તેના ચોક્કસ સારા ફળો મળતા જ હોય છે. વ્યક્તિના જીવનમાં આધ્યાત્મિક સંસ્કાર હોય તો તેનો આધાર લઈને તે જરૃર પ્રગતિ કરી શકે છે. એવું ક્યારેય ન વિચારવું કે હું પાપી છું . હવે મારાથી કશું આગળ થઈ શકશે નહિ. આપણે શરીરને મહત્વનું ગણ્યું એટલે દુઃખ લાગ્યું પરંતુ આત્માને ઓળખીએ તો ઘણા બધા દુઃખોથી દૂર રહી શકાય છે. આત્મા જ નિત્ય છે. તેનો જ સાક્ષાત્કાર કરવાનો છે. આવિચારથી જ દુઃખોથી દૂર રહી શકાશે અને મનમાં આનંદ વર્તાશે. જેમ સામાન ઉંચકીને જતા વ્યક્તિને ધ્યાનમાં આવે કે વિશ્રામગૃહ નજીક છે ત્યારે તેને રાહત થઈ જાય છે. બોજ હલકો લાગવા માડે છે એ રીતે વ્યક્તિ જ્યારે એવું વિચારે છે કે ભગવાન મારી સમીપ છે ત્યારે જીવનની અનેક મુશ્કેલીઓના બોજ હલકા થઈ જતા જણાય છે. ભગવાનને બોજ આપી દેવાથી તે જરુર રક્ષણ કરે છે. દુઃખનું બીજુ એક કારણ હોય છે કે આપણે બીજાઓના દોષ જોવામાંથી જ ઉંચા આવતા નથી. દરેકને બીજાની જ ભૂલ દેખાય છે. પોતાની ભૂલ ક્યારેય દેખાતી નથી. બીજાના દોષો જોવા ટેવાયેલું મન સતત બેચેન રહેતું હોય છે.આનાથી મનમાં સતત નકારાત્મક ભાવો જ ઉભા થતા રહે છે જે વ્યક્તિની પ્રગતિને અટકાવે છે. દરેક જગ્યાએ સારું જ જોવાની ટેવ પાડીએ તો તમારું અને સામેવાળાનું બંનેનું સારું જ થશે. એક માણસ જો મનથી બળતો હોય તો તે બીજાને બાળતો રહે છે. એક રાવણની વિષયલોલૂપતાને કારણે સમગ્ર લંકાના લોકોને તેના ભોગ બનવું પડયું હતું.
જરાક તો નજર નાંખ, સામે કબર દેખાય છે.
ના વ્યવહાર સચવાય છે, ના તહેવાર સચવાય છે
દિવાળી હોય કે હોળી, બધુ ઓફિસમાં જ ઉજવાય છે.
આ બધું તો ઠીક હતું, પણ હદ તો ત્યાં થાય છે
લગ્નની મળે કંકોત્રી, ત્યાં શ્રીમંતમાં માંડ જવાય છે
દિલ પુછે છે મારું, અરે દોસ્ત્ તું ક્યાં જાય છે
પાંચ આંકડાના પગાર છે, પણ પોતાના માટે પાંચ મિનીટ પણ ક્યાં વપરાય છે
પત્નીનો ફોન બે મિનીટમાં કાપીએ છે, પણ ક્લાઈન્ટનો કોલ ક્યાં કપાય છે.
ફોનબુક ભરી છે મિત્રોથી, પણ કોઈનાયે ઘરે ક્યાં જવાય છે,
હવે તો ઘરનાં પ્રસંગો પણ હાફ-ડે માં ઉજવાય છે.
દિલ પુછે છે મારું, અરે દોસ્ત્ તું ક્યાં જાય છે...
કોઇને ખબર નથી, આ રસ્તો ક્યાં જાય છે
થાકેલાં છે બધા છતાં, લોકો ચાલતાં જ જાય છે.
કોઇકને સામે રૂપીયા, તો કોઇકને ડોલર દેખાય છે
તમેજ કહો મિત્રો, શું આને જ જીંદગી કહેવાય છે?
દિલ પુછે છે મારું, અરે દોસ્ત્ તું ક્યાં જાય છે
બદલતા આ પ્રવાહમાં, આપણા સંસ્કાર ધોવાય છે
આવનારી પેઢી પૂછશે, સંસ્કૃતિ કોને કહેવાય છે.
એકવાર તો દિલને સાંભળો, બાકી મનતો કાયમ મુંઝાય છે
ચાલો જલ્દી નિણૅય લઇએ, મને હજુંય સમય બાકી દેખાય છે.
દિલ પુછે છે મારું, અરે દોસ્ત્ તું ક્યાં જાય છે...
દિલ પુછે છે મારું, અરે દોસ્ત્ તું ક્યાં જાય છે?
જરાક તો નજર નાંખ, સામે કબર દેખાય છે
‘મેં આઈ કમ ઈન સર ?’
‘નો, યુ કાન્ટ !’ ડૉ. રેની નજર એમની કાંડા ઘડિયાળ પર પડી : ‘યુ. આર. લેઈટ બાય હાફ એ મિનિટ. ગેટ આઉટ !’
‘બટ, સર….! આઈ હેવ ગોટ એ વેલીડ રીઝન ટુ બી લેઈટ.’ મેં દલીલ કરી : ‘કૉલેજના કમ્પાઉન્ડમાં એક વૃદ્ધ સ્ત્રી ગબડી પડી. એનો પગ ભાંગી ગયો. આમ તો હું લેકચર માટે ખાસ્સો વહેલો હતો. પણ એને આપણી જ ગવર્નમેન્ટ હૉસ્પિટલના કેઝ્યુઅલ્ટી વિભાગ સુધી ‘શિફટ’ કરાવવામાં મોડું થઈ ગયું.’
‘યસ. ધૅટ ઈઝ એન આર્ગ્યુમેન્ટ. પણ તમે અહીં દર્દીને સારવાર આપવાનું ભણવા માટે આવો છો, એમને ઊંચકીને હૉસ્પિટલમાં પહોંચાડવાનું કામ વોર્ડબોયનું છે, ડૉક્ટરનું નહીં. આઈ કાન્ટ જસ્ટિફાય યોર એકશન. નાઉ, ગેટ લોસ્ટ…..’
‘યસ, સર ! આઈ એમ ગેટિંગ લોસ્ટ; બટ વીલ યુ પ્લીઝ ટેલ મી વન થીંગ ? આ ડોશીની જગ્યાએ તમારા મધર હોત અને એમને મદદ કરનારું ત્યાં કોઈ ન હોત, સિવાય કે હું, તો પણ તમે મને આ જ રીતે પાછો કાઢ્યો હોત, જે રીતે અત્યારે કાઢી રહ્યા છો ?’
ડૉ.રે બરાડ્યા : ‘સ્ટૉપ ઈટ ! વન મોર વર્ડ એન્ડ યુ વીલ બી સસ્પેન્ડેડ ફોર ધી હોલ વીક…..’ એ હજી પણ કંઈક બોલવા જતા હતાં, પણ મેં તક ન આપી. હું ત્યાંથી પાછો વળી ગયો. એ આખો દિવસ મારો જીવ ચચરતો રહ્યો. કેન્ટિનમાં પણ કંઈ મન ન લાગ્યું. સાચું કહું તો હું કંઈ સંત નથી. પવિત્ર હોવાનો દાવો પણ કરતો નથી, પણ એ ક્ષણે હું સો ટકા સાચો હતો અને છતાં નિ:સહાય, નિરૂપાય હતો.
‘યસ પાર્ટનર ! કમ ઈન……!’ મેં પથારીમાં પડ્યા પડ્યા જ બૂમ મારી. ‘પાર્ટનર’ એ અમારી મેડિકલ હૉસ્ટેલમાં રહેતા જાણીતા-અજાણ્યા કોઈ પણ સ્ટુડન્ટને માટે વપરાશમાં લેવાતું રોજિંદુ સંબોધન હતું. દરવાજો મેં અમથો જ વાસેલો હતો. બારણું ખૂલ્યું અને….. આ શું ? ડૉ. રે ત્યાં બારણાની ફ્રેમમાં મઢેલી તસવીરની જેમ ઊભા હતા : ‘મે આઈ કમ ઈન, જેન્ટલમેન ?’
હું હડબડાઈને બેઠો થઈ ગયો. રૂમ અસ્તવ્યસ્ત હતો. ચોપડીઓ, મેગેઝિનો, ચાની તપેલી, કપ, રકાબી, જ્યાં ત્યાં ફેંકી દીધેલાં કપડાં…..! ડૉ. રેને ક્યાં બેસાડવા ? હું ખુરશી ખેંચવા ગયો, પણ એમણે મને અટકાવ્યો. ખિસ્સામાંથી એક ટેલિગ્રામ કાઢીને મારા હાથમાં મૂક્યો :
‘શું છે સર ?’ મને સમજાતું નહોતું કે એ શું કરી રહ્યા હતા.
‘માય મધર ડાઈડ યસ્ટર ડે. કલકત્તાના સબર્બમાં અમારું ઘર છે. સાંજે શાકભાજી ખરીદીને આવી રહ્યા હતા. ઘરની પાછળના ઘાસવાળા મેદાનમાં આખલાએ શિંગડું માર્યું. મારી મા ઊછળી પડી. આખલો એમના શરીર પર થઈને ચાલ્યો ગયો. દુર્ભાગ્યે એ વખતે ત્યાં કોઈ જ હાજર નહોતું. તું પણ નહીં. પૂરો એક કલાક તરફડીને કાઢ્યો હશે. મદદ પહોંચી ત્યારે સ્મશાનમાં જ શિફટ કરવી પડી.’ ડૉ. રેની આંખમાં આંસુ હતાં.
‘આઈ એમ વેરી સોરી, સર…..! પણ મારો ઈરાદો…..’ હું થોથવાયો.
‘નેવર માઈન્ડ. તારો કોઈ જ દોષ નથી. તું તો આજે સવારે એ વાક્ય બોલ્યો હતો અને આ બન્યું ગઈ સાંજે. પણ હું તારી માફી માગવા અહીં સુધી આવ્યો છું. આજે રાતની ફલાઈટમાં જ કલકત્તા જવા નીકળું છું. કદાચ પાછો ન પણ આવું. હવે ત્યાં જ રહીશ. પણ એક વાત હંમેશા યાદ રાખજે; ગમે તેટલી આંતરડી કકળે, તો પણ જિંદગીમાં ક્યારેય આવા શબ્દો ન કાઢીશ. એ શબ્દો નથી હોતા, શાપ હોય છે.’ અને એ પીઠ ફેરવીને જતા રહ્યા. હું જડવત ઊભો રહ્યો.
‘હું શું કહું ? કોઈ સારું કામ કરતું હોય તો આપણે તો એના પાછળ જ ઊભા હોઈએ ને ? આવા કામમાં આડા થોડું ઊભા રહેવાય ?’ પણ બીજે દિવસે ખબર પડી કે ડૉ. જાડેજા સાથે ભયંકર છેતરપિંડી થઈ છે. ટાંકા નીકળી ગયા એ પછી દર્દી અને એના પતિ બાળકને લઈને ચૂપચાપ દવાખાનું છોડી ગયા હતા. ડૉ. જાડેજાને કહેવા પણ રોકાયા નહીં. ઑપરેશનની પૂરેપૂરી ફી ડૂબી ગઈ. દર્દીનું સરનામું લેવાનું પણ જાડેજા ચૂકી ગયા હતા. બીજે દિવસે હું એમને મળ્યો, ત્યારે એ ભયંકર વ્યથિત હતા. હતાશમાં માત્ર એટલું જ બોલ્યા : ‘ભગવાન એના લેખા લેશે. મેં એમનું શું બગાડ્યું હતું ?’ હું સમજી ગયો. આ શબ્દો ન હતા પણ શાપ હતો.
અને હું અટકી ગયો. આગળ બોલી ન શક્યો. બોલવું મને ઠીક ન લાગ્યું. પણ મનની અંદર મૂંગી ચીસ ઊઠી એ અશબ્દપણે પણ પૂરી તો થઈ જ ! મેં જાતને ઘણી વારી લીધી. પણ આ ઊઠેલા અંતરની રાવ હતી. બદનમાં પૂરજોશથી વહી રહેલું ખૂન જાણે ઈશ્વર આગળ મને થયેલા અન્યાયની ફરિયાદ કરવા દોડી રહ્યું હતું. એક ક્ષણ હતી જે બહુ ખરાબ હતી. શબ્દો મારા મનમાં જ પૂરા થયા : ‘કોઈ તમારા પુત્રને પણ મારી જેમ જ ક્રુસિફાય કરે તો તમને કેવું થાય ?’