મનુષ્યની એક મોટી વિચિત્ર સ્થિતિ એ છે કે ખરાબ કાર્ય કરવાના સંસ્કાર એટલા પ્રબળ હોય છે કે તે ના...ના...ના વિચારવા છતાં પણ અંતે તો કરી જ લે છે. ખરાબ કાર્ય કર્યા પછી મનમાં પશ્વાત્તાપ પણ થાય છે કે હાય! મેં આવું કર્યું પણ એ તો ખરાબ થયું. તેને એ પણ જ્ઞાન હોય છે કે ખરાબ કામનું ફળ પણ ખરાબ જ મળે છે. હવે તે ખરાબ કાર્યનાં દુ:ખદાયી ફળથી બચવાના ઉપાયો શોધવા લાગશે.
તે ધાર્મિક સંસ્થાઓમાં જાય છે, માળા ફેરવે છે, જપ-તપ કરે છે, મૌન રહે છે, દાન દે છે, સેવા કરે છે, પવિત્ર નદીઓમાં ડૂબકી લગાવે છે, હોમ-હવન કરે છે, તીર્થયાત્રા કરે છે અને એવું મન બનાવે છે કે, હવે મને ખરાબ કર્મનું ફળ નહીં મળે. આટલું બધું કરવા છતાં સંતોષ નથી થતો તો તે પોતાના ધાર્મિક ગુરુની પાસે જઇને અનેક ઉપાયો પૂછે છે અને ગુરુ બતાવે પણ છે, પરંતુ વૈદિક દ્રષ્ટિકોણથી જોઇએ તો તે માત્ર ખોટો આત્મસંતોષ છે, તે ખરાબ કર્મોનાં ફળથી બચવાનો ઉપાય નથી. વાસ્તવિકતા એ છે કે ખરાબ કર્મોનાં ફળથી બચવાનું કોઇની પાસે કોઇ પણ જાતનું સમાધાન નથી. તે તો ભોગવવું જ પડશે... પડશે અને પડશે જ.
વેદ કહે છે કે આત્મા-પરમાત્માને મારનાર અથૉત્ આત્માની સત્તા ન સ્વીકારનાર તથા પવિત્ર આત્મામાં ઊઠનારા શુભ વિચારો અનુસાર ન ચાલનારા આત્મઘાતી છે. અને ઇશ્વરને ન માનનારા કે તેની આજ્ઞાઓનું ઉલંઘન કરવાવાળા મનુષ્યોને અંધકારમય યોનિ મળે છે.
ઇશ્વરના આદેશનું પાલન ન કરનારા, ઋષિઓ દ્વારા દર્શાવેલા નિયમો-અનુશાસનનું પાલન ન કરનારા આત્મઘાતી મનુષ્યોને પશુ-પક્ષી, કીટાણું, પતંગિયું, વૃક્ષ આદિ ભોગ યોનિઓ પ્રાપ્ત થાય છે, કારણ કે એવા આત્મઘાતી-નાસ્તિક વ્યક્તિ પોતાની લાલસાઓ-ઇન્દ્રિય ભોગોની પ્રાપ્તિ માટે પોતાનાં જ્ઞાન, બળ, અધિકારનો આશ્રય લઇ સમાજના અન્ય લોકોને દુ:ખી કરે છે. ભોગ યોનિના શરીરોમાં સાધના, જ્ઞાન-વિજ્ઞાન, સામથ્ર્ય નથી હોતું જે મનુષ્ય યોનિમાં હોય છે. આ ભોગ યોનિઓમાં માત્ર ખાવું-પીવું, બાળકો પેદા કરવાં, ડરવું-ડરાવવું, યુદ્ધ કરવાનું જ હોય છે.
આ જીવ રાતના અંધારામાં પોતાનાથી નાના-નિર્બળ, એકલા, રોગી, અસહાય પશુઓને મોકો મળતા દગાથી મારે છે, ફાડી નાખે છે, ખાઇ જાય છે. તેનામાં સારા-ખોટાનું કોઇ જ્ઞાન હોતું નથી. આવાં શરીરોમાં મન, બુદ્ધિ, ઇન્દ્રિય ઓ આદિથી વિશેષ કાર્ય નથી થતાં જેવાં મનુષ્ય શરીરમાં થાય છે. વેદ કહે છે કે આત્માની સત્તામાં વિશ્વાસ ન કરનારા અથવા આત્માને અજર, અમર, નિત્ય ન માનનારા અથવા ‘આત્મા એકદેશી, અલ્પજ્ઞ છે, તે મૃત્યુ પામીને પુન: જન્મ લે છે, જન્મ લઇને ફરી મરે છે, પોતાનાં કર્મો અનુસાર ફળોને ભોગવે છે.’
એવો વિશ્વાસ ન કરનારા અને પવિત્ર આત્માના પવિત્ર વિચારોને ન માનનારા, તેને આંખ આડા કાન કરનારા, સારા વિચારોને દબાવીને ઊલટાં કામ કરનારા આત્મઘાતી છે. સાથે જ જે પરમાત્માનાં આદેશો, વિધિવિધાનો, નિયમો, નિર્દેશોનું પાલન નથી કરતો તે પણ આત્મઘાતી છે. આવા આત્મઘાતીઓને મૃત્યુ પછી પશુ, પક્ષી વગેરે દુ:ખદાયી યોનિઓ મળે છે, જેમાં જીવ ન તો કોઇ વિશેષ ઉન્નતિ કરી શકે છે, ન તો વિશેષ સુખ પ્રાપ્ત કરી શકે છે. હે પ્રભુ! અમને આશીર્વાદ આપો કે અમે આપના, વેદના આદેશોને અનુરૂપ ચાલીએ અને નકૉગાર યોનિઓનાં દુ:ખોથી બચીએ, આ જ આપને પ્રાર્થના છે, જેને તમે પૂર્ણ કરો.

0 comments
Post a Comment