૧. મૃત્યુના સમયે બેન્કમાં તમારું જે ધન છે તે અનાવશ્યક પરિશ્રમનું પરિણામ છે, જે તમારે નહોતો કરવો. ના ખાધું કે ન દાન દીધું.
૨.બે પ્રકારના માણસો હોય છે. એક, પરિશ્રમ કરે છે. બીજા, એ પરિશ્રમથી નામ કમાય છે. પહેલા વર્ગમાં સામેલ થાવ, કારણ કે તેમાં કોમ્પિટિશન ઓછી છે.
૩.ઘણી વાર આપણે પસંદગીમાં અનિશ્ચિત હોઇએ છીએ. સાચું અને સરળમાંથી કોને પસંદ કરવું. સાચાને પસંદ કરો સરળને નહીં. સાચાથી વિરુદ્ધ સરળ ખોટું જ હશે.
૪.બંધ દિમાગ બંધ પુસ્તક સમાન હોય છે. દિમાગને ખોલો અને ઉન્નતિ કરો. સ્વાર્થ, હક, દુરાગ્રહ અને અવિદ્યા આ ચાર વિનાશકારી છે.
૫. જે વ્યક્તિ તમને ખૂબ ચાહતી હોય તે તમારી અર્દશ્ય રીતે રક્ષા કરશે, તમે દૂર હશો તો પણ તેના સ્વાર્થને લીધે તમને જાણી જોઇને દુ:ખ નહીં આપે.
૬. જો આપણે થોડો થોડો પરિશ્રમ રોજ કરીશું તો એક-બે વર્ષ પછી આપણને લાગશે કે આપણી ઘણી ઉન્નતિ થઇ છે. ઉધ્યમી બનો.
૭. જેને પોતાની માતૃભૂમિ પ્રત્યે પ્રેમ નથી, શું તે આ માતૃભૂમિ પર જન્મ આપનાર પરમાત્માને સાચો પ્રેમ કરી શકશે? ઉત્તર સ્પષ્ટ છે-ના.
૮.જ્યારે તમે ચાલવાનો નિશ્વય કરી જ લીધો છે તો, મંજિલ કેટલી પણ દૂર કેમ ન હોય, તેનું કોઇ મૂલ્ય નથી. મુખ્ય તો ચાલવાનો સંકલ્પ જ છે. મંજિલ મળશે જ.
૯. સંસારમાં બે પ્રકારની વ્યક્તિ હોય છે. એક, જે બીજાઓનું નામ યાદ રાખે છે. બીજી, જેમનું નામ બીજાઓ યાદ રાખતા હોય છે. પસંદ તમારી, તમે શું બનશો?
૧૦.જીવન મળવું ભાગ્યની વાત છે. મૃત્યુ થવું સમયની વાત છે. મૃત્યુ બાદ પણ આપણે લોકોના મનમાં જીવિત રહીએ, એ કર્મોની વાત છે.
Subscribe to:
Post Comments (Atom)
0 comments
Post a Comment