જબ લાઈફ હો આઉટ ઓફ કન્ટ્રોલ, હોઠોં કો કર કે ગોલ હોંઠો કો કર કે ગોલ, સીટી બજા કે બોલ... ઓલ ઈઝ વેલ... મૂર્ગી ક્યા જાને અન્ડે કા ક્યા હોગા અરે... લાઈફ મિલેગી યા તવે પે ફ્રાય હોગા, કોઈ ના જાને અપના ફ્યુચર ક્યા હોગા તો ફિર હોંઠ ઘુમાઓ, સીટી બજાઓ, સીટી બજા કે બોલ ચાચુ ઓલ ઈઝ વેલ.. ભૈયા ઓલ ઈઝ વેલ કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન હૈ, સોલ્યુશન કા પતા નહિ... સોલ્યુશન જો મિલતા તો સાલા ક્વેશ્ચન ક્યા થા પતા નહિ... દિલ જો તેરા બાત બાત પે ઘબરાયે દિલ પે રખ કે હાથ તૂં ઉસ કો ફુસલા લે દિલ ઈડીયટ હૈ પ્યાર સે ઉસ કો સમજા લે... કે ભૈયા ઓલ ઈઝ વેલ... ચાચુ ઓલ ઈઝ વેલ સ્કોલરશીપ કિ પી ગયા દારૃ, ગમ તો ફિર ભી મીટા નહિ. અગરબત્તીયા રાખ હો ગયી, ગોડ તો ફિર ભી દિખા નહિ... બકરા ક્યા જાને ઉસ કી જાન કા ક્યા હોગા... સેખ ઘુસેગી યા સાલા કીમા હોગા કોઈ ન જાને અપના ફ્યુચર ક્યા હોગા... તો ભૈયા હોંઠ ઘુમા સીટી બજા કે બોલ ઓલ ઈઝ વેલ... ચાચુ બોલ ઓલ ઈઝ વેલ... ઘણી વાર કોઈ ઉપદેશ એવી રીતે મળી જાય છે કે જે જીવનભર ભુલાતો નથી. અમે બે મિત્રો એસ.જી. હાઈવે પર ઊભા હતા અને અમે જોયું કે ર્સિવસ રોડનું કામ ચાલતું હતું તેની આસપાસ લીમડાના ઝાડની હારમાળા હતી... સાંજનો સાત-સાડાસાતનો સમય થયો હતો... અને બે છોકરાં ઝાડ પર ચડતાં હતાં, પહેરવેશ જોઈને ખબર પડે કે આખો દિવસ મજૂરીકામ કરીને થાકીને પાછાં આવ્યાં છે... જિજ્ઞાસાપૂર્વક અમે તેમની ચેષ્ટા નિહાળતા હતા, અંધારું થઈ ગયું છે અને આ લોકો અત્યારે કેમ ઝાડ પર ચઢતા હશે? પછી ખબર પડી કે ઉપર ઝાડની ડાળીએ ઊંચે તેઓએ એની પોટલી બાંધી રાખી હતી, જેને સાંજ પડે તેઓ નીચે ઉતારતા હતા, સવારે કામ પર જતી વખતે સલામતી ખાતર પોતાનો બધો સામાન પોટલીમાં બાંધીને ઉપર ટીંગાડીને જતા રહે, સાંજ પડે પાછા આવીને તેમના એ સેઈફ ડિપોઝીટ વોલ્ટ જેવા વૃક્ષ પરથી એને નીચે ઉતારીને પથારી પાથરીને આકાશને ચાદર અને જમીનને ડનલોપનું બિછાનું બનાવીને આરામ કરે... તે બાળકને ઝાડ પરથી પોટલું ઉતારતા જોઈને, અર્જુને અજ્ઞાતવાસમાં જતા પહેલાં પોતાનાં હથિયારને પોટલામાં વીંટીને શમીવૃક્ષ પર મૂકી દીધાં હતાં, અને પછી વિરાટ રાજ્યની રક્ષા માટે અજ્ઞાતવાસના અંતિમ દિને પાછો વૃક્ષ પર ચડીને તેનું ગાંડીવ ઉતારે છે તે યાદ આવી ગયું... આ લોકો પણ રોજ સવારે પોટલું ઉપર મૂકીને અજ્ઞાતવાસમાં નીકળી પડે છે અને સાંજ પડે ત્યારે પોતાના અસલ વ્યક્તિત્વમાં પાછા આવીને પોતાનો સરંજામ ઉતારે છે, કેટલી દયનીય પરિસ્થિતિ લાગે! પુરુષો જ્યારે વૃક્ષ પરથી સામાન નીચે ઉતારતા હોય ત્યારે તેમની સ્ત્રીઓ નીચે જમીન સાફ કરીને ચૂલો માંડવાની તૈયારી કરે છે... પછી પાંચ રૃપિયાનું તેલ, પાંચ રૃપિયાનો લોટ, મીઠું, મરચું, શાક લાવીને રાંધે, ખાય, પીવે ને આખા દિવસના થાક્યાપાક્યા નિરાંતે ઊંઘે... જાણે મકરન્દ દવેની આ કાવ્યપંક્તિઓ તેમની માટે જ ન હોય...! ‘આજનું ભાણું આજ ને કાલની વાત કાલે’ આ પ્રસંગને તાદૃશ જોયો અને પછી અનાયાસે જ ‘3 Idiots’નું આ મસ્ત ગીત સાંભળવામાં આવ્યું... રાજકુમાર હિરાની (મુન્નાભાઈ ફેમ) દિર્ગ્દિશત, આમીર ખાન, શરમન જોશી અને માધવન અભિનીત આ ફિલ્મ રપમી ડિસેમ્બરે રિલીઝ થવાની છે, ગીત કહે છે કે કાલની કોઈને ખબર નથી... તો પછી દિલને તો ખાલી ખાલી ડરાવવાની આદત છે... આપણને લાગે છે કે આપણાં દુઃખ જ વિશાળ છે, પણ જ્યારે આપણા કરતાં પણ વધારે પીડા ભોગવનારાઓનો વિચાર કરીએ ત્યારે સમજાય કે આપણાં દુઃખ તો કાંઈ નથી. પણ આવું થતું નથી... આપણું દુઃખ પહાડ જેવું દર્શાવીને લોકોની સહાનુભૂતિ મેળવવાની ઘેલછા ચરમસીમાએ પહોંચી છે... ટેન્શન ઊભું કરવામાં, દુઃખ ઉત્પન્ન કરવામાં આપણે કોઈ અજોડ મહારથ હાંસલ કર્યો છે... માણસ સફળ થાય ત્યારે તેની સફળતા સાથે બીજું ઘણું બધું આવે છે. ત્યાં ટકી રહેવાનું ટેન્શન,તાણ, દબાણ, થાક. સફળતા મૃગજળ સમાન છે. ક્ષિતિજ છે. જેનો કોઈ દિવસ અંત નથી... આપણે બધાં દોડી રહ્યા છીએ એક અનિશ્ચિત મંજિલને પામવા માટે. હૃદયનો સ્વભાવ છે ડરાવવાનો, પણ આપણે એને ડફોળ બનાવવાનું છે, એને સતત કહેવાનું છે કે... ઓલ ઈઝ વેલ... પણ... પ્રમોશન મેળવવા માટે ઓવરટાઈમ કરવો આપણી માટે નવરાત્રિમાં અનુષ્ઠાન કરવા કરતાં વધુ જરૃરી છે... આપણે દુનિયા આપણા મુજબ બદલવા માગીએ છીએ. પણ યાર! આપણે માથું ફોડીને મરી જશું તો પણ આ દુનિયા બદલાવાની નથી... જેમ ચાલે છે એમ જ ચાલતી રહેશે...! આ દુનિયા આપણને જ બદલાવીને મૂકી દે છે, ધીમે-ધીમે સ્લો મોશનમાં આપણને પણ ખબર ન પડે તેમ બદલાવી નાખે છે... આપણી નાનકડી બે મુઠ્ઠીમાં અસંખ્ય ઘોડાની લગામ ખેંચી રાખવાથી એ અટકશે નહીં, આપણને ખેંચી લેશે, આપણે કાંઈ જ બદલી શકતા નથી... આ બધી સો કોલ્ડ મુસીબત વચ્ચે જ જીવવાનું છે, તાલમેલ સાધીને રહેવાનું છે. જીવનની અતિ તેજ ગતિની દોડભાગમાં જીવન જીવવું બાજુ પર રહી જાય છે... અને રૃટીન બની જાય છે, બદલાતી ઋતુઓની આપણે નોંધ લઈ શકતા નથી, કારણ કે બદલાતા સેનસેક્સ પર આપણું ધ્યાન વધુ હોય છે. બ્લડપ્રેશરના ઉતાર ચડાવ, ગોલ્ડની કિંમતોના ઉતાર ચડાવ સાથે વધે છે, ઘટે છે, મોબાઈલની રીંગ બાથરૃમમાં શાંતિથી નહાવા પણ દેતી નથી... અડધા ભીના ટુવાલે ફોન લેવો પડે છે. કોઈ પણ ખરાબી એક દિવસમાં નથી થતી. ભોજનની અનિયમિતતા, નાની-નાની બાબતમાં હાથે કરીને લેવામાં આવતું ટેન્શન, ગુસ્સો, સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી, પછી ડાયાબિટીસ,બ્લડપ્રેશરની ટીકડીઓ, હાઈપર ટેન્શન, નર્વસ બ્રેકડાઉન, ડિપ્રેશન... વગેરે વગેરે... અને પછી ડોક્ટરને ઘી કેળાં... આપણા આવા રૃટીનને દૂર કરવું પડશે... ટેન્શનની મજા લેવી પડશે... તેને દૂર કરવાની મથામણ છોડી તેને મજાથી માણીએ તો ટેન્શનને પણ ટેન્શન થઈ જશે. ટેન્શનની એક જ દવા છે... મજા... અને મજા ક્યાંય બજારમાં વેચાતી મળતી નથી, એને પકડી પકડીને માણવાની છે... કાલની તો રાજા રામને પણ નહોતી ખબર તો આપણે વળી કઈ વાડીના મૂળા! મજા નાની-નાની વાતમાં મળે છે. રવિવારે દાઢી કર્યા વગર મોડે સુધી સૂઈ રહેવાની મજા. ગટરલાઈનનું કામ ચાલતું હોવાથી ટેલિફોન લાઈન ઠપ્પ થઈ જવાની મજા. મોબાઈલનું ભૂંગળું બગડી જવાથી મળતી મજા. કોઈ કારણ વગર મિત્રો સાથે બેસી કોઈની મશ્કરી કરવાની અને ખુદ પર હસવાની મજા. બાઈકમાં કે કારમાં છૈંસ્ન્ઈજીજી રખડયા કરવાની મજા. કાનમાં ઈયરફોન લગાવીને ટહેલવાની મજા. સૂર્યાસ્તને મન ભરીને જોવાની મજા. વરસાદમાં કે વાવાઝોડામાં પાવરકટના કારણે ઓફિસનાં પી.સી. બંધ થઈ જવાને લીધે... ‘ગુજરાત’ના દાળવડાંની જ્યાફત ઉડાડવાની મજા. નાના બાળકને ફુગ્ગો કે રમકડું અપાવ્યા પછી તેના ખુશહાલ ચહેરાને જોઈને આવતી મજા. કોઈ પણ મોટાઈના ભાર વગર ચીલાચાલુ, ઘસાઈ ગયેલા ટુચકા પર પણ ખડખડાટ મુક્ત હાસ્ય રેલાવાની મજા. આપણને આવી ‘ચૂહા-દોડ’માં દોડતા જોઈને, પેલા રોજમદાર મજૂર કે જે ઝાડની તિજોરીમાંથી સામાન ઉતારીને રોજ મહેનત કરીને રોજ ખાતા વ્યક્તિની ઈર્ષ્યા આવે છે. કેવી મુશ્કેલીમાં જીવન જીવતા હોય છે... છતાં જીવનમાં થાક કે કંટાળો અનુભવતા નથી... અને આપણને રવિવારે ‘પા’ના શોમાં ટિકિટ ન મળે તોય રઘવાયા થઈ જઈએ છીએ... જસ્ટ ચિલ યાર! દિલ કો સમજાતે રહો ઓલ ઈઝ વેલ.
Subscribe to:
Post Comments (Atom)
0 comments
Post a Comment