‘અરે નાયર ! હજુ કેટલી વાર લગાડીશ ? ચાય આપને !’ નાયરની સવાર હંમેશાં આવી જ રહેતી. અમે દોઢસો ગ્રાહકો, સામે નાયર સાવ એકલો. ઓર્ડર પણ એ લે, ચાયનાસ્તો પણ એ જ બનાવે અને સર્વ પણ એણે જ કરવાનું ! બધાં ધમકાવે, બૂમો પાડે – તું – કહીને બોલાવે પણ નાયર તો એની મસ્તીમાં જ અર્ધી વાળેલી લુંગી સાથે ગીત ગણગણતો હોય. કોઈ બૂમ પાડે એટલે તરત જ ‘….આતા હું સાબ !….’ એવો જવાબ હાજર જ હોય ! એ પછી એ ત્યાં જાય કે નહીં એ નક્કી ન કહી શકાય પણ જવાબ તો આપી જ દે ! એનો બાંધો એકદમ પાતળો, દક્ષિણ ભારતીયોને મળેલા વરદાન પ્રમાણે જ કાળું શરીર, ટૂંકા, ક્યારેય ન ઓળેલા વાળ, બકરી ચરી ગઈ હોય તેવી દાઢી, ગળામાં પહેરેલો કાળો દોરો, શર્ટનું ઉપરનું એક બટન ખુલ્લું અને અર્ધી વાળેલી કાળા તેમ જ ભૂરા રંગના ચોકડાવાળી લુંગી. આ બધાનો સરવાળો કરો એટલે આબેહૂબ નાયર તૈયાર ! હા ! એના વ્યક્તિત્વની અદ્દભુત વાત એક જ હતી, એ ક્યારેય ગુસ્સે ન થતો. ક્યારેક નાયરે કોઈને વડચકું ભરી લીધું હોય તેવું મને આજ સુધી યાદ નથી. એક દિવસ સવાર સવારમાં નાયર આવ્યો. મારી પાસેથી દસ રૂપિયા માગ્યા. પૂછ્યું તો કહે કે શક્કર ઔર ચાય-પત્તી લાના હૈ ! મને નવાઈ લાગી. પણ હું ઉતાવળમાં હોવાથી વધુ કંઈ પડપૂછ કરવાનો સમય નહોતો. ત્યાર બાદ એક મહિનાની અંદર બેથી ત્રણ વખત આવું બન્યું. હવે મારી નવાઈ વધતી ચાલી. રોજ 150 ગ્રાહકોને સાચવીને બેઠેલા નાયરને પૈસાની જરૂર પડી જ શી રીતે શકે ? એ બધા જ પૈસા ગામડે રહેલાં એનાં વૃદ્ધ માબાપ કે એવી કોઈ વ્યક્તિને મોકલી દેતો હશે ? કે પછી કંઈ બીજી લત લાગી હશે ? હવે પછી જો એ પૈસા માગે તો પૂછી લેવું એવું મેં મનોમન નક્કી કરી લીધું. ચોથી વખત નાયરે પૈસા માંગ્યા ત્યારે મેં એને રોક્યો. પૂછ્યું : છેલ્લા સવાલથી નાયર એકદમ ગંભીર થઈ ગયો. એણે ખિસ્સામાંથી એક ડાયરી કાઢી. પછી મારી સામે એ લંબાવીને કહે કે, ‘દેખિયે સાહબ ! આપ ખુદ હી દેખ લિજિયે !’ મેં ઉત્સુકતાથી ડાયરીનાં પાનાં ફેરવવાનું શરૂ કર્યું. બીજા દિવસે સવારે જે ડૉક્ટર પાસે નાયર સૌથી વધારે પૈસા માગતો હતો તેણે નાયર સાથે ચા મોડી આપવા બદલ ઝઘડો કર્યો. હું પણ એ વખતે કેન્ટિનમાં જ બેઠો હતો. મારાથી રહેવાયું નહીં. એ ડૉક્ટર ગયા પછી મેં નાયરને કહ્યું : ‘નાયર ! તું શું કરવા ચૂપ રહ્યો ? કહી દેવું હતું ને કે લાવો 2000 રૂપિયા. પૈસા દેવામાં ઉતાવળ રાખતા હો તો તમારો ઓર્ડર પૂરો કરવાની અમને પણ ઉતાવળ રહે !’ હું એને જતો જોઈ રહ્યો. ભણતર સંસ્કાર શીખવતું નથી એ વાત પર એ મહોર મારીને જતો હતો. ‘ઈજ્જત કમાને મેં પૂરી જિંદગી લગ જાતી હૈ, લેકિન ગંવાને મેં સિર્ફ પાંચ હી મિનિટ !’ એનાં એ વાક્યો મારા મનમાં તામ્રપત્ર પરના શબ્દોની માફક કોતરાઈ ગયાં હતાં. ત્યાર બાદ ક્યારેય નાયરને મારી પાસેથી પૈસા નથી માગવા પડ્યા. જ્યારે જ્યારે હું કેન્ટિન જતો ત્યારે કોઈ ન હોય ત્યારે હું જ નાયરને પૂછતો કે, ‘ક્યોં નાયર ! કુછ કામ હૈ ક્યા ?!’
‘અલ્યા નાયર ! તને ઑમલેટનો ઑર્ડર આપ્યાને અર્ધો કલાક થયો. હું કંઈ આખો દિવસ બેસવા નવરો છું ? આવી ભંગાર સર્વિસ આપે છે તેના કરતાં તો બંધ કરી દે ને !’
‘નાયર ! મારી એક ચાય અને એક ટોસ્ટબટર, જલદી હો !’
‘અલ્યા, આપે છે કે જતો રહું ?’
આ બધા અવાજો અને ઘોંઘાટ અમારી હૉસ્ટેલની કેન્ટિનનું સવારનું વાતાવરણ બતાવે છે. નાયર એ અમારી આર. એમ. ઓ. હૉસ્ટેલ તરીકે ઓળખાતી હૉસ્ટેલની કેન્ટિનનો માલિક હતો. નેશનલ હાઈવે નંબર આઠ તરફ ખૂલતી પ્રથમ માળની બાલ્કનીમાં નાયરની આ કેન્ટિન ગોઠવવામાં આવેલી હતી. ગોદરેજનો એક કબાટ હતો જેમાં નાયર તેનો બધો જ સરસામાન રાખતો. એની બાજુમાં મૂકેલા ટેબલ પર પ્રાઈમસ રાખીને એ ચા-નાસ્તો બનાવતો. અને બે ખૂબ જ વિશાળ ટેબલ્સ અમારા બધાને બેસવા માટે વપરાતાં.
‘અલ્યા નાયર ! હવે મને તારા પર શંકા જાય છે. તું તારા પૈસાનું કરે છે શું ? તારાં માતાપિતાને મોકલી દે છે ? કે પછી બીજું કંઈ ?’
નાયર થોડી વાર ચૂપ થઈ ગયો. પછી કહે : ‘નહીં સાહેબ ! ઐસા કુછ નહીં હૈ ! મેં તો બચપન સે હી અકેલા હી હૂં.’
‘તો પછી એલા તારા બધા પૈસા જાય છે ક્યાં ? કંઈ જુગારની લતે તો નથી ચડી ગયો ને ?’ આજે નાયર પાસેથી રહસ્ય જાણ્યા વિના એને જવા દેવાની મને બિલકુલ ઈચ્છા નહોતી.
પાના નંબર એક : ફલાણા ડૉક્ટરના રૂ. 1800 લેવાના બાકી…
પાના નંબર બે : ઢીંકણા ડૉકટરના રૂ. 2000 લેવાના બાકી…
પાનાં ફરતાં ગયાં. બાકી રકમનો આંકડો મોટો ને મોટો થતો ચાલ્યો. મેં અર્ધી ડાયરીના પાનાં ફેરવ્યાં. ત્યાં સુધીમાં આ આંકડો દસ હજાર રૂપિયા વટાવી ગયો. (આ વાત 1983ના વરસની છે જ્યારે મારો પગાર ફક્ત રૂ. 750 મહિને હતો.) મને અત્યંત નવાઈ લાગી. મારાથી પૂછાઈ ગયું કે, ‘અરે નાયર ! તેં બધા પાસે જો આટલા બધા પૈસા બાકી રાખ્યા હોય તો તારી જરૂરિયાત વખતે માંગતો કેમ નથી ? આમાંથી બે જ જણ પાસેથી તું અત્યારે અર્ધા પૈસા લઈ આવીશ તોપણ તારે એક મહિનો વાંધો નહીં આવે !’ નાયર થોડી વાર ચૂપ ઊભો રહ્યો. પછી કહે કે, ‘ઈસ મેં જો નામ લિખ્ખે હૈં, મેં ઉન સબકે પાસ ગયા થા. મગર કિસિને દિયે હી નહીં.’ એટલું કહી એ નીચું જોઈને ઊભો રહી ગયો. મેં એને ખાંડ-ચા લાવવાના દસ રૂપિયા આપ્યા. પોતાના હક્કના હજારો રૂપિયા બોલતા હોય તોપણ દસ રૂપિયા બીજા પાસેથી માગતા એને ખૂબ દુ:ખ થતું જ હશે એવું એના હાવભાવ પરથી લાગતું હતું. નવાઈની વાત એ હતી કે જેમની પાસે નાયરના પૈસા બાકી હતા એ બધા ડૉક્ટર્સ સ્કૂટરના પેટ્રોલના, સિનેમાની ટિકિટના કે પોસ્ટલ ચાર્જીસના પૈસા આરામથી ખર્ચી શકતા હતા. ફક્ત નાયરના પૈસા ચૂકવવા માટે જ એમની પાસે પૈસા નહોતા.
‘નહીં સા’બ !’ ગંભીરતાપૂર્વક વિચારીને નાયર બોલ્યો : ‘બુરા તો હમે ભી બહોત લગા થા સા’બ ! લેકિન અગર મૈં બી ઐસે હી ચિલ્લાતા તો ઉન મેં ઔર મુજ મેં ફર્ક હી ક્યા રહ જાતા ? ઔર ઈતની છોટીસી બાત કિતની બઢ જાતી ? ઔર સાબ, ઈજ્જત પાને મેં પૂરી જિંદગી ખર્ચ હો જાતી હૈ, લેકિન ગઁવાને કે લિયે સિર્ફ પાંચ મિનિટ હી કાફી હૈ ! હમારે બુઝુર્ગોને તો હમેં ઐસા હી સિખાયા હૈ ! ઔર રહી બાત પૈસોં કી, તો વો અગર મેરે નસીબ મેં હોંગે તો મિલ હી જાયેંગે ! મગર મૈં ઉનકે જીતના બુરા બર્તાવ નહીં કર સકતા. કભી જરૂરત પડી તો આપ હૈ ના !’ કહી એ હસી પડ્યો. આટલું બધું અપમાન ગળીને કેટલા ઓછા સમયમાં એ હસી શકતો હતો એ વાતનું મને આશ્ચર્ય થયું. હસતો હસતો એક હાથે લુંગી પકડીને એ ચાનાં વાસણો ધોવા જતો રહ્યો. એ વખતે નાયર મને જમાનાના જાણકાર કોઈ વડીલ અને સંત-જ્ઞાની જેટલો ઊંચો લાગ્યો. ભલે બધા એને તું કહીને બોલાવતા હોય પણ એ બધાં કરતાં પણ એક મુઠ્ઠી ઊંચો હતો એ વગર બોલ્યે પણ એ સાબિત કરી રહ્યો હતો.
Subscribe to:
Post Comments (Atom)
0 comments
Post a Comment