ની આંખો ચકળ વકળ થઈ રહી હતી. પળનોય વિલંબ કર્યા વિના એણે ઈકબાલનો હાથ પોતાના હાથમાં મક્કમતાપૂર્વક દાબતાં કહ્યું : ‘હા, હા, બોલ ઈકુ ! તારી એક તો શું બધી જ ખ્વાહિશો પૂરી કરીશ. લે, કોલ દઉં છું તને ! બોલ !’
‘બસ, તો પછી… મારા મોત પછી ત્યાં….’ ઈકબાલે દૂરની એક ટેકરી તરફ પોતાની ધ્રૂજતી આંગળી ચીંધતાં કહ્યું : ‘પે….એ…લી પહાડી પાસે મને દફનાવજે, દોસ્ત !’
‘કેમ ?’ નરપતને સહેજ નવાઈ લાગી.
‘મને ખબર છે, નરુ ! ત્યાં આપણા બંનેના મુલ્કોની સરહદ એક થાય છે. મારા શરીરનો અડધો ભાગ આ તરફ… ને અડધો ભાગ એ તરફ રહે એ રીતે…..’ ને ઈકબાલને એના શ્વાસની આવનજાવન અધવચ્ચે જ દગો દઈ ગઈ. નરપતે એના નિશ્ચેટ દેહ પર પડતું નાખ્યું, ‘નહિ ઈકુ, નહિ ! મને આમ એકલો મૂકીને ન જા, મારા દોસ્ત, મારા ભાઈ !…..’ એ મોકળે સાદે રડી પડ્યો.

…..ને એનું આ કાળજું કંપાવી મૂકે એવું કારમું અરણ્ય રૂદન ન ખમાયાથી આકાશમાં ચાલી જતી એક એકલી અટૂલી વાદળીએ લગીર થોભીને થોડા બિંદુ ટપકાવી એને સાથ આપ્યો

0 comments