બંગાળી કથા સાહિત્યમા એક સાચી ઘટના ઈમાનદારીની શાનદાર મિસાલ છે.

દુર્ગાચરણ બાબુ કલકત્તાના વિખ્યાત ચિકિત્સક હતા. મોટા ભાગના લોકો તેને નાગ મહાશય નામથી જાણતા હતા. તેમણે રામક્રુષ્ણ પરમહંસની અનમોલ શિક્ષાઓને પોતાના આચરણમા યથાવત ઉતારી લીધુ હતુ અને આના જ કારણથી તે લોકોમાટે પ્રેરણા સ્ત્રોત બની ગયા હતા.

નાગ મહાશયના પિતા કલકતાના એક મોટી પ્રતિષ્ઠાનમા કામ કરતા હતા. એક વાર પ્રતિષ્ઠાનના માલિકે તેના પિતાને બોલાવીને કહ્યુ- મારા એક પૈસા વાળા સંબંધી ગંભીર રોગ થી પીડિત છે. શું તમારો પુત્ર તેનો ઈલાજ કરી શકે છે?

તેણે તાત્કાલિક હા પાડી દીધી અને તે દર્દીને તેના પુત્રની પાસે લઈ આવ્યા. દર્દીની હાલત વાસ્તવમા ગંભીર હતી પણ નાગ મહાશય કુશળ અને લાંબા ઉપચારથી તે સંપુર્ણ સ્વસ્થ થઈ ગયા.

આનાથી પ્રસન્ન થઈને આ સજ્જને નાગ મહાશયને રુપિયાથી ભરેલી ઠેલી આપવા માંગી, પણ નાગ મહાશયે તેમાથી માત્રે વીસ રુપિયા રાખ્યા અને ઠેલી પાછી આપતા કહ્યુ- મારી મહેનતનુ સાચુ ફળ આટલુ જ છે. સજ્જનના ગયા પછી નાગ મહાશયના પિતા , પુત્ર આ વ્યવહારથી ચકિત થઈને બોલ્યા- જ્યારે તે પ્રસન્ન થઈને રુપિયા આપવા માંગતા હતા તો તમે કેમ ન લીધા? આવી રીતે તો તમે ક્યારેય પ્રગતિ કરી નહી શકો. નાગ મહાશયે કીધુ- મારુ પરિશ્રામિક એટલુ જ હતુ. આનાથી વધારે મારા ગુરૂ અને મારા પોતાનએ જ મને સત્ય અને ધર્મના માર્ગ પર ચાલવાની શિક્ષા આપી છે. હું ધર્મ વિરુદ્ધ કેવી રીતે જાવ. પુત્રનો વિવેક પુર્વ જવાબ આપતા પિતા શાંત થઈ ગયા.


કથા સાર એ છે કે વગર પરિશ્રમ અને ખોટી દાનતથી હાંસિલ ધનથી સંપન્નતા આવી શકે છે, પણ યશ અને આત્મિક શાંતિ નહી. યશ અને શાંતિતો ઈમાનદારીના ઉર્જિત ધનથી જ મળી શકે છે કેમ કે, ઈમનદારી એક સદ્ધતિ છે અને સદ્ધતિઓ હમેશા માણસને સાચી રાહ દેખાડે છે.

0 comments